પોસ્ટ્સ

બુધ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

બુધના કન્યા ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ - સપ્ટેમ્બર ૨૦૨૪

છબી
સપ્ટેમ્બર ૨૩ , ૨૦૨૪ના રોજ બુધ મહારાજે પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કર્યો છે. અહીં બુધ ઓક્ટોબર ૧૦ , ૨૦૨૪ સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન બુધ સૂર્ય અને કેતુ સાથે યુતિમાં તેમજ ગુરુ અને મંગળની દ્રષ્ટિમાં રહેશે. બુધના કન્યા રાશિમાં ગોચર ભ્રમણ દરમિયાન વિચારો વધુ ગહન બને તેમજ માનસિક સ્પષ્ટતાનો અનુભવ થાય. દિનચર્યાનું સુવ્યવસ્થિત આયોજન કરવું શક્ય બને , જેને લીધે કાર્યો વધુ સારી રીતે પાર પાડવામાં સફળતામાં મળે. બુધના કન્યા ભ્રમણનો આ ગાળો કશુંક નવું શીખવા માટે , અભ્યાસ કરવાં માટે , નવો અભિગમ કેળવવા માટે કે નવી જાણકારી મેળવવાં માટે ઉત્તમ રહે. ગુરુની બુધ પરની દ્રષ્ટિ વિચારોનો વિસ્તાર કરી સકારાત્મક અભિગમ આપી શકે. આથી મોટા અને અર્થસભર પ્રોજેક્ટ પર ધ્યાન આપી શકાય. હાલ મંગળ બુધની અન્ય રાશિ મિથુનમાં ભ્રમણ કરી રહ્યો છે અને કન્યામાં રહેલાં બુધ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. મંગળનો બુધ પર આ પ્રભાવ કમ્યુનિકેશનમાં ઉર્જાનો અનુભવ કરાવી શકે છે. પરંતુ ક્યારેક વિચારોમાં ઉશ્કેરાટ અને તીવ્રતાનો અનુભવ થાય. એવું લાગે કે મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ બાબત વિશે મંગળવારે વિશેષ સાવધ રહેવું. આ ઉપરાંત સપ્ટેમ્બર ...

બુધ અને શનિની યુતિ

જ્યારે જન્મકુંડળીમાં બુધ અને શનિની યુતિ કે અન્ય રીતે શુભ સંયોગ થયેલો હોય ત્યારે જાતક એકાગ્રતા અને વિચારોનું ઊંડાણ ધરાવનાર હોય છે. ચોકસાઈપૂર્વક , સ્પષ્ટ સ્વરૂપે અને પદ્ધતિસર કાર્યો કરનાર હોય છે. ખંતીલા હોય છે. આવી વ્યક્તિ આંકડાઓની ગણતરી કરવાની કુશળતા ધરાવતી ઉત્તમ ગણિતજ્ઞ સાબિત થઈ શકે છે. તેઓમાં અગાઉથી સ્થિતિને પારખી લેવાની સમજ હોઈ શકે છે. ઉત્તમ તર્ક ક્ષમતા ધરાવનાર હોઈ શકે છે.

ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિ - સપ્ટેમ્બર ૨૦૨૨

છબી
Pixabay હાલ ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને બુધ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. સપ્ટેમ્બર 3 , ૨૦૨૨ના રોજ પ્રાત:કાળે ૦૭.૧૯ કલાકે ગુરુ અને બુધ અંશાત્મક પ્રતિયુતિમાં આવશે. અંશાત્મક પ્રતિયુતિ એટલે જેટલાં અંશ ઉપર એક ગ્રહ હોય તેટલાં જ અંશ પર સામેની રાશિમાં બીજો ગ્રહ હોય. સપ્ટેમ્બર 3 અને તેની પહેલાં અને પછીના આજુ-બાજુના એક-બે દિવસો એ માનસિક ધ્યાન અને એકાગ્રતા માંગતી પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. આ દિવસો દરમિયાન અગત્યની મીટીંગ કરવી કે પછી કશુંક નવું શીખવું કે નવા ક્લાસ કરવાં કે પછી મુસાફરી કરવી ઉત્તમ રહી શકે છે. આ સમય દરમિયાન હાથ ધરેલી પ્રવૃતિઓમાં ગુરુનું જ્ઞાન અને બુધની શીખી લેવાની આવડત ભળવાથી ભાવિ સફળતાનો પાયો નખાય શકે છે. ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિની આ શુભ ઉર્જાનો પૂર્ણરૂપે ફાયદો ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. હાલનો મીનનો ગુરુ અને કન્યાનો બુધ ત્રણ વખત પરસ્પર અંશાત્મક દ્રષ્ટિસંબંધમાં આવશે. પહેલી વખત સપ્ટેમ્બર 3 ના રોજ અને ત્યારબાદ સપ્ટેમ્બર ૧૯ અને ઓક્ટોબર ૧૨ના રોજ અંશાત્મક પ્રતિયુતિ રચાશે. આ તકને ઝડપી લઈને યોજનાઓ ઘડવી શુભ રહી શકે છે. 

બુધના કન્યા ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ – ઓગસ્ટ 2022

છબી
Pixabay નવગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ ઓગસ્ટ ૨૧ , ૨૦૨૨ના રોજ રાત્રિના ૦૨.૦૬ કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. અહીં બુધ ઓક્ટોબર ૨૬ , ૨૦૨૨ સુધી ગોચર ભ્રમણ કરશે. સામાન્ય રીતે એક રાશિમાં એક માસ જેટલો રહેતો બુધ આ વખતે કન્યા રાશિમાં વક્રી-માર્ગી થઈને આશરે બે માસ જેટલાં સમય સુધી રહેશે. આથી આ ભ્રમણ અતિ મહત્વનું બને છે. આ ભ્રમણ દરમિયાન બુધ પર હાલ મીન રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુની દ્રષ્ટિ પડશે. કન્યા રાશિ એ બુધની સ્વરાશિ તેમજ ઉચ્ચ રાશિ છે અને તેથી આ ભ્રમણ દરમિયાન બુધ બળવાન બનીને પોતાનું સંપૂર્ણ ફળ આપવાં માટે સક્ષમ બને છે. મીન રાશિ એ ગુરુની સ્વરાશિ છે અને તેથી મીન રાશિમાં રહેલાં ગુરુની બુધ પરની દ્રષ્ટિ બુધના સકારાત્મક ફળમાં વૃદ્ધિ કરનાર બની રહેશે. બુધ એ બૌદ્ધિક ગ્રહ છે. ગુરુની મદદથી બુધ સંવાદ , વાતચીત , માહિતીનું આદાન-પ્રદાન , અભ્યાસ , વિશ્લેષણ કરવાની આવડત વગેરેમાં સુધારો કરશે. આ કન્યા રાશિમાં ભ્રમણ દરમિયાન સપ્ટેમ્બર ૧૦ , ૨૦૨૨થી ઓક્ટોબર ૨ , ૨૦૨૨ સુધી બુધ ગ્રહ વક્રી બનશે. વક્રી બુધનો આ સમય અગાઉ કરી ચૂકેલાં કાર્યો પર ફરી એક નજર નાખી લેવાનો રહેશે. સુધારા-વધારા કરી કાર્યોને વધુ સફળ બનાવવાન...

બુધના કુંભ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – માર્ચ ૨૦૨૧

છબી
Pixabay માર્ચ ૧૧, ૨૦૨૧ના બપોરે ૧૨.૩૧ કલાકે બુધ મહારાજે મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. અહીં બુધ એપ્રિલ ૧, ૨૦૨૧ સુધીના ટૂંકા ગાળા માટે ભ્રમણ કરશે. કુંભ રાશિ બુધને મિત્ર ગણતાં શનિ મહારાજની રાશિ છે. આથી આ રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે. કુંભ રાશિ અગાઉ મકર રાશિમાં બુધનું ભ્રમણ પણ શનિ મહારાજની રાશિમાં હતું. પરંતુ મકર રાશિમાં બુધ પર ગુરુ-શનિની પકડ તેમજ રાહુની દ્રષ્ટિ પડી રહી હતી. આ ઉપરાંત મકર રાશિમાં છ ગ્રહોના જમાવડાંનો હિસ્સો બનેલાં અને વક્રી ભ્રમણમાં રહેલાં બુધ મહારાજ હવે કુંભ રાશિમાં કંઈક અંશે સ્વતંત્રતા અને મોકળાશનો અનુભવ કરી શકશે. આ ભ્રમણને લીધે વિચારો અને કમ્યુનિકેશનમાં સ્પષ્ટતાનો અનુભવ કરી શકાય.  કુંભ રાશિમાં પ્રવેશ સાથે જ બુધનો પોતાના ‘બેસ્ટ ફ્રેન્ડ’ શુક્ર સાથે મેળાપ થયો છે, જે અગાઉથી કુંભ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ચ ૧૭, ૨૦૨૧ના શુક્રના મીન રાશિ પ્રવેશ સાથે બુધની શુક્ર સાથેની ‘મિત્ર ગોષ્ઠિ’ સમાપ્ત થશે! શુક્ર ઉપરાંત હાલ સૂર્ય મહારાજ પણ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. બુધના કુંભ રાશિ પ્રવેશ સાથે માર્ચ ૧૪, ૨૦૨૧ સુધી બુધાદિત્ય યોગની રચના થઈ રહી છે. ત્યારબાદ સૂર્ય મહ...

કન્યા રાશિમાં શુક્ર અને પરિવર્તન યોગ

છબી
આજે 23 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 10.46 કલાકે શુક્ર મહારાજ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ્યા છે. શુક્ર અહીં 17 નવેમ્બર , 2020 સુધી ભ્રમણ કરશે.   શુક્ર એ સમૃદ્ધિ અને વૈભવનો કારક ગ્રહ છે. નીચ રાશિમાં શુક્રનું ભ્રમણ આર્થિક બાબતો માટે પ્રતિકૂળ રહી શકે છે. પ્રેમ અને સંબંધોના કારક શુક્રનું નીચ રાશિ ભ્રમણ લગ્ન કે સગાઈ કરવાં માટે અથવા નવા સંબંધની શરૂઆત કરવાં માટે યોગ્ય ન કહી શકાય. આ સમય આપણાં વર્તમાન સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેને કઈ રીતે મધુર બનાવી શકાય તેનું બૌદ્ધિક વિશ્લેષણ કરવાનો છે. જો કે સંબંધોમાં રહેલાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ સરળ ન રહે. આ સમય નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવાં માટે કે નવા વસ્ત્રો , આભૂષણો અથવા શૃગાંર પ્રસાધનોની ખરીદી માટે પણ શુભ ન કહી શકાય. કન્યા રાશિ કાળપુરુષની કુંડળીનું ષષ્ઠમસ્થાન છે. શુક્રનું કન્યા રાશિમાંથી ભ્રમણ આપણને આરોગ્ય પ્રત્યે વધુ સભાન બનાવી શકે છે. ખાન-પાનની આદતમાં સુધારો લાવી શકાય.   કન્યા રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન તેનાં પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં વક્રી મંગળની અને વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ...

તુલામાં વક્રી બુધ (14.10.2020 થી 03.11.2020)

આજે 14 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 06.35 કલાકે બુધ મહારાજ તુલા રાશિમાં 17 અંશે વક્રી બન્યાં છે. 3 નવેમ્બર , 2020 સુધી વક્રી રહ્યાં બાદ તુલાના 1 અંશે ફરી માર્ગી બનશે. બુધ એક વર્ષમાં 3 થી 4 વખત આશરે 24 દિવસ માટે વક્રી બને છે. બુધ વાણી , અભિવ્યક્તિ , વાતચીત , સંવાદ , વિચારોના અને માહિતીના આદાન-પ્રદાન , ચર્ચા વિચારણા , લેખન , વાંચન , પ્રકાશન , મુસાફરીઓ , વેપાર-વાણિજ્ય વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે પણ વક્રી થાય છે ત્યારે આ સર્વે બાબતોને અવળી અસર પહોંચે છે.   તુલા રાશિ કાળપુરુષ કુંડળીનું સપ્તમસ્થાન છે , જે વિવાહ અને સંબંધોનો નિર્દેશ કરે છે. તુલા રાશિમાં વક્રી બનેલો બુધ જીવનસાથી , પ્રિયજન કે વ્યાપારિક ભાગીદાર સાથે ગેરસમજ કરાવી શકે છે. સાથી સાથેના સંવાદ અને તાલમેલમાં અભાવ જોવા મળી શકે. શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે. અતીતમાં થયેલાં અને હ્રદયના એક ખૂણામાં ધરબાવી રાખેલાં મનદુ:ખ કે મતભેદો ફરી સપાટી પર ઊભરી શકે. આ સમય ધીરજ રાખવાનો અને સાથીની વાતોને ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરવાનો રહે.   તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર શાંતિ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. જ્યારે બુધ તુલામાં માર્ગી હોય ...

તુલા રાશિમાં બુધ (22.09.2020થી 28.11.2020 સુધી)

22 સપ્ટેમ્બર , 2020 ના રોજ ગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ પોતાનાં પરમ મિત્ર શુક્રની રાશિ તુલામાં પ્રવેશ્યાં છે. મિત્રની રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે અને પોતાના કારક ગુણોનું પરિણામ આપવાં ઉત્સુક હોય છે. બુધનું આ ભ્રમણ નવા સામાજીક સંપર્કો સ્થાપવા માટે , સર્જનાત્મક કે કળાને લગતાં કાર્યો કે પ્રોજેક્ટ પર કામ કરવાં માટે , કોઈ કિંમતી કલાકૃતિની ખરીદી કરવા માટે , કળા કે શોખને લગતી ચર્ચાઓ કરવાં માટે તેમજ વ્યાપારી કરારો કરવાં માટે અનુકૂળ રહે. તુલા રાશિમાં બુધ 28 નવેમ્બર , 2020 સુધી એટલે કે લગભગ બે મહિના સુધી ભ્રમણ કરશે. સામાન્ય રીતે બુધ એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. તુલા રાશિમાં લાંબા ભ્રમણનું કારણ બુધની વક્રી થવાની ઘટના છે. 14 ઓક્ટોબર , 2020 થી 3 નવેમ્બર , 2020 સુધી બુધ વક્રી બનશે. નવ ગ્રહોમાં બુધ એક મેસેન્જરની ભૂમિકામાં છે. જ્યારે વક્રી બને છે ત્યારે આપણાં સંદેશાઓ અટવાઈ જાય છે , સંદેશાઓ ક્યાં તો પહોંચતા નથી અથવા પહોંચે છે તો ગેરસમજ પેદા કરાવે છે , જવાબ મળવામાં વિલંબ થાય છે .  મુલાકાતો પાછી ઠેલાય છે , મુસાફરીમાં વિલંબ થાય છે અથવા મુસાફરીનું આયોજન રદ કરવું પડે છે. આથી બુધના વક્રી...

જન્મકુંડળીમાં વક્રી રહેલાં ગ્રહોનો પ્રભાવ

છબી
જ્યારે કોઈ ગ્રહ પોતાની સામાન્ય દિશાને બદલે ઉલટી દિશામાં ચાલવા લાગે ત્યારે તે ગ્રહની ગતિને વક્ર ગતિ કહેવાય છે. આવાં વક્ર ગતિથી ચાલનાર ગ્રહને વક્રી ગ્રહ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો મંગળ પોતાની સામાન્ય ગતિથી મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોય તો તેનો મતલબ છે કે મંગળ મેષ રાશિથી વૃષભ રાશિ તરફ જઈ રહ્યો છે. પરંતુ વક્રી થવાથી મંગળ ઉલટી દિશામાં ચાલવાનું શરૂ કરી દેશે. એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરવાને બદલે મેષથી મીન તરફ ગતિ કરશે. હકીકતમાં ગ્રહ પાછળ જતો નથી. પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. જેમ કે આપણે ટ્રેનમાં બેઠાં હોઈએ અને ટ્રેન ચાલતી હોય ત્યારે નજીકનાં વૃક્ષો આપણને પાછળ દોડતાં જણાય છે. ખરી રીતે તેમ હોતું નથી. એ માત્ર દ્રષ્ટિભ્રમ હોય છે. ગ્રહોના સંદર્ભમાં પણ કંઈક આવી જ ઘટના ઘટે છે. ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવી છે અને દરેક અવકાશીય ઘટનાનું નિરિક્ષણ પૃથ્વીનાં સંદર્ભમાં કરવામાં આવે છે. જ્યારે અંતર્વર્તી ગ્રહો બુધ અને શુક્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે વક્રી બનતાં જણાય છે. બુધ અને શુક્ર સૂર્યની બીજી તરફ એટલે કે...

બુધનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 38 થી 49 બુધનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જો પ્રથમભાવ/લગ્નસ્થાનમાં બુધ સ્થિત હોય તો જાતક અક્ષત દેહ તેમજ બુદ્ધિ ધરાવનાર , દેશ , કળા , જ્ઞાન , કાવ્ય અને ગણિતનો જ્ઞાતા , કુશળ અને અત્યંત મધુર વચન બોલનાર તેમજ દિર્ઘાયુષી હોય છે.   દ્વિતીય ભાવ: જો કુંડળીમાં દ્વિતીયસ્થાનમાં બુધ હોય તો જાતક પોતાના બુદ્ધિબળે ધન ઉપાર્જન કરનાર , અન્ન અને પાનનો (પેય) ભોક્તા , સુંદર વાણી ધરાવનાર , સદાચારી હોય છે. તૃતીય ભાવ: જ્યારે તૃતીયસ્થાનમાં બુધ રહેલો હોય ત્યારે જાતક કઠોર પરિશ્રમી , પીડિત તેમજ દીન , કાર્યકુશળ , પ્રિયજનો રહિત , ભાઈઓથી યુક્ત , અત્યંત માયાવી અને ચપળ હોય છે. ચતુર્થ ભાવ: જો ચતુર્થસ્થાનમાં બુધ રહેલો હોય તો જાતક અત્યંત વિદ્વાન , સૌભાગ્યવાન , ધનવાન , વાહનથી યુક્ત , સુંદર વસ્ત્ર ધારણ કરનાર તેમજ શ્રેષ્ઠ ભાઈઓ અને પરિજનોથી યુક્ત હોય છે. પંચમ ભાવ: જ્યારે પંચમભાવમાં બુધ સ્થિત હોય ત્યારે જાતક મંત્રવેત્તા , અભિચાર કર્મમાં (મારણ ક્રિયા) ચતુર , અનેક પુત્રો ધરાવનાર , વિદ્યા ,...

બુધના સિંહ રાશિમાં ગોચર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ (2017)

આજે તા.21.7.2017ના રોજ યુવરાજ બુધએ સવારે 10.25 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તે તા.27.9.2017 સુધી ગોચર ભ્રમણ કરશે. તે દરમિયાન તા.13.8.2017ના રોજ વક્રી થશે અને તા.5.9.2017ના રોજ માર્ગી થશે. બુધનું સિંહ રાશિમાં થનારું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. મેષ: અભ્યાસમાં મન ન લાગે. બુદ્ધિ યોગ્ય દિશામાં ન ચાલે. શેર સટ્ટામાં નુક્સાન થઈ શકે છે. વૃષભ: સ્થાવર સંપતિને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. વાહનથી લાભ થાય. ઘરમાં કે માતા સાથે ચર્ચાઓનું વાતાવરણ રહે. મિથુન: લેખન કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. બુદ્ધિ શાંત અને સ્થિર રહે. યાત્રા થવાની સંભાવના છે. કમ્યુનિકેશન યોગ્ય રીતે કરી શકાય. કર્ક: મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતી વખતે ધ્યાન રાખવું. નુક્સાન થવાની સંભાવના રહે. ભાઈ-બહેનને લીધે નાણાકીય વ્યય અથવા કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના રહે. સિંહ: સારા વિચારો આવે. લેખન કાર્ય સારી રીતે થઈ શકે. મન ચંચળ રહેવાની સંભાવના છે. કન્યા: વ્યવસાયમાં મૂશ્કેલીઓ આવી શકે છે. ખર્ચાઓને લીધે આર્થિક તંગીનો અનુભાવ થાય. મન સ્વસ્થ ન રહે.   તુલા: વ્યવસાયથી લાભ થાય. શ...

શ્રી બુધ અષ્ટોત્તર શતનામાવલી (બુધના ૧૦૮ નામ)

૧. ૐ બુધાય નમઃ ૨. ૐ બુધર્ચિતાય નમઃ ૩. ૐ સૌમ્યાય નમઃ ૪. ૐ સૌમ્યચિત્તાય નમઃ ૫. ૐ શુભપ્રદાય નમઃ ૬. ૐ દ્રઢવ્રતાય નમઃ ૭. ૐ હદફલાય નમઃ ૮. ૐ શ્રુતિજલપ્રબોધકાય નમઃ ૯. ૐ સત્ય વાસાય નમઃ ૧૦. ૐ સત્યવચસે નમઃ ૧૧. ૐ શ્રેયસં પતયે નમઃ ૧૨. ૐ અભયાય નમઃ ૧૩. ૐ સોમજાય નમઃ ૧૪. ૐ સુખદાય નમઃ ૧૫. ૐ શ્રીમતે નમઃ ૧૬. ૐ સોમવંશપ્રદિપકાય નમઃ ૧૭. ૐ વેદવિદે નમઃ ૧૮. ૐ વેદતત્વાશાય નમઃ ૧૯. ૐ વેદાંતજ્ઞનભાસ્કરાય નમઃ ૨૦. ૐ વિદ્યાવિચક્ષણાય નમઃ ૨૧. ૐ વિદુશે નમઃ ૨૨. ૐ વિદ્વત્પ્રીતિકરાય નમઃ ૨૩. ૐ ક્રજવે નમઃ ૨૪. ૐ વિશ્વાનુકુલસંચરાય નમઃ ૨૫. ૐ વિશેષવિનયાન્વિતાય નમઃ ૨૬. ૐ વિવિધગમસરજ્ઞાય નમઃ ૨૭. ૐ વીર્યવતે નમઃ ૨૮. ૐ વિગતજ્વરાય નમઃ ૨૯. ૐ ત્રિવર્ગફલદાય નમઃ ૩૦. ૐ અનન્તાય નમઃ ૩૧. ૐ ત્રિદશાદીપપૂજિતાય નમઃ ૩૨. ૐ બુદ્ધિમતે નમઃ ૩૩. ૐ બહુશાસ્ત્રજ્ઞાય નમઃ ૩૪. ૐ બલિને નમઃ ૩૫. ૐ બન્ધવિમોચકાય નમઃ ૩૬. ૐ વકતિવકગમનાય નમઃ ૩૭. ૐ વાસવાય નમઃ ૩૮. ૐ વસુધાધિપાય નમઃ ૩૯. ૐ પ્રસન્નવદનાય નમઃ ૪૦. ...