વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના
રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ. * રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય. * રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ. * મોટી બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ દક્ષિણ દિશામાં રાખી શકાય. જેથી હવાની અવરજવર રહે. * પ્લેટફોર્મ પૂર્વની દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ દિશાની દીવાલે બનાવી શકાય. * ગેસ સ્ટવને અગ્નિ કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. * ગેસ સ્ટવ રસોઈઘરની બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી. * ગેસ સિલીન્ડરને અગ્નિ કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ સિલીન્ડરને નૈઋ