પોસ્ટ્સ

ગુરુ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

કર્કમાં સૂર્ય-ગુરુની યુતિ: બાર રાશિઓ પર પ્રભાવ (૨૦૨૬)

૧૬ જુલાઈ , ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૦ કલાકે સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને કર્કમાં અગાઉથી જ ગોચર કરી રહેલા ગુરુ સાથે યુતિ રચશે. સૂર્ય ૧૭ ઓગસ્ટ , ૨૦૨૬ સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરશે. સૂર્ય - ગુરુની યુતિનો આ સમયગાળો બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પાડી શકે છે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળી માં રહેલાં ગ્રહો , દશા-મહાદશા તથા અન્ય અનેક પરિબળો પર આધારિત હોય છે. નીચે આપેલ ફળ જન્મરાશિ ,  જન્મલગ્ન અને સૂર્યરાશિ એમ   ત્રણેય પરિપ્રેક્ષ્યથી વાંચી શકશો. ગોચરના ફળને જ્યારે આ ત્રણેયથી સરખાવીને જોવામાં આવે ત્યારે જીવનના અલગ-અલગ સ્તરોનું સચોટ ચિત્ર મળે છે. મેષ: આ સમયગાળા દરમિયાન ઘર , પરિવાર , જમીન-મકાન અને વાહન સંબંધિત બાબતો વધુ મહત્વની બની શકે છે. આ ક્ષેત્રોમાં ખર્ચ થવાની શક્યતા રહે. માત્ર દેખાડા , પ્રતિષ્ઠા અથવા અહંના સંતોષ માટે મિલકત કે વાહન પાછળ મોટો ખર્ચ કરવાનું ટાળવું હિતાવહ રહેશે. પોતાના ઘર કે સ્થાયી નિવાસનું સ્વપ્ન વધુ પ્રબળ બની શકે છે અથવા તે દિશામાં આયોજન થઈ શકે. ઘરનું નવીનીકરણ , સ્થળ પરિવર્તન અથવા મિલકત સંબંધ...

ગુરુ: અખૂટ આશાવાદ

છબી
નવ ગ્રહોમાં ગુરુ મહારાજ એ આપણી ભીતર રહેલો અખૂટ આશાવાદ છે. ગુરુ એ દેવોના ગુરુ છે એટલે દેવોની સૌથી નજીક છે. તેથી જ્યારે સૌથી વધુ જરૂર હોય એટલે કે સંકટ સમયે ગુરુ મહારાજ જ દૈવીય કૃપા વરસાવી શકે છે.  ગુરુ એ વિસ્તરણનો કારક ગ્રહ છે. જ્યારે અન્ય ગ્રહો આપણને મર્યાદાઓ અને વાસ્તવિકતાનો પરિચય આપે છે, ત્યારે ગુરુ આપણને ક્ષિતિજ તરફ નજર ઊંચી રાખવાની હામ આપે છે. તે આપણા મનની દ્રષ્ટિનું વિસ્તરણ કરે છે અને આપણને યાદ અપાવે છે કે એક ખરાબ પ્રકરણનો મતલબ એ નથી કે આખી કથા પૂર્ણ થઈ ગઈ. ગુરુનો આશાવાદ એ કોઈ કાલ્પનિક દુનિયામાં જીવવું કે વાસ્તવિકતાથી દૂર ભાગવું એવું નથી. આશાવાદનો અર્થ પરાણે ઉત્સાહ બતાવવો કે સત્યને નકારવું એવો થતો નથી. આશાવાદીઓ નકારાત્મક ઘટનાઓનો સ્વીકાર ચોક્કસ કરે છે, પરંતુ તેઓ તેને કામચલાઉ અને ચોક્કસ પરિસ્થિતિ પૂરતી મર્યાદિત જોવે છે. તેઓ રચનાત્મક અને વાસ્તવિક રીતે વિચારે છે અને તણાવપૂર્ણ સમસ્યાઓનો સામનો કરવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખે છે.  શુભ ગુરુ એ આપણી ભીતર રહેલી શ્રદ્ધા છે કે ઈશ્વર હંમેશા આપણી સાથે જ છે અને જે પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. ગુરુ એ ઈશ્વરે ઘડેલી યોજન...

વક્રી વૃષભ ગુરુનું બાર રાશિઓ પરત્વે ફળ – ઓક્ટોબર 2024

ઓક્ટોબર ૦૯ , ૨૦૨૪ના રોજ ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી બન્યાં છે. અહીં ગુરુ ફેબ્રુઆરી ૦૪ , ૨૦૨૫ સુધી વક્રી ભ્રમણ કરશે. જ્ઞાન અને ડહાપણના કારક એવાં ગુરુ મહારાજ જ્યારે વક્રી બને છે ત્યારે પરંપરાગત માન્યતાઓ અને વિચારોને સ્વીકારી લેવાની બદલે વ્યક્તિમાં આંતરિક વિચારશીલતા વિકસે છે. વક્રી ગુરુનો સમય આપણાં માટે આત્મસંવાદ અને આત્મપરિક્ષણનો અવસર લઈ આવે છે. આ સમય જાતને અંતર્મુખ કરીને અંદરથી ખરાં જ્ઞાનની ખોજ કરવાનો છે. વક્રી ગુરુનો સમય પરંપરાગત રીતોથી આગળ વધવાને બદલે નવા વિચારો અને નવા રસ્તાઓ શોધવાની તક આપે છે. આ સમયે આપણાં અંતરનો અવાજ આપણી પ્રેરણા બને છે. આ આંતરિક પ્રેરણાથી જીવનમાં નવી દિશાની પ્રાપ્તિ થાય છે. કાર્ય કરવાની પરંપરાગત પદ્ધતિ ત્યાગીને આપણો અંતરાત્મા નવી રીતો બતાવવાની શરૂઆત કરે છે. આંતરિક પ્રેરણા આપણને વધુ ઊંડી સમજણ અને ગહન જ્ઞાનની પ્રાપ્તિ તરફ દોરી જાય છે. આપણે આપણી જાતને વધુ ઊંડાણથી સમજતાં થઈએ છીએ. આપણી અંદર જાગેલી શક્તિ અને સમજણ જીવનમાં મોટાં બદલાવ લઈ આવવાં માટે આપણને સક્ષમ બનાવે છે. વક્રી ગુરુના સમય દરમિયાન ક્યારેક એવું બની શકે કે જૂના મુદ્દાઓ કે જૂના વિચારો , જે આપણે ભૂલી ચૂ...

ગુરુ વિશેષ

ગુરુ અને લગ્ન  લગ્ન કે લાંબો સમય ચાલનારાં સંબંધને ટકાવી રાખવામાં કુંડળીમાં બળવાન ગુરુનો પ્રભાવ મહત્વનો રહે છે. શુક્ર એ પ્રેમ , લગ્ન અને સંબંધોનો કારક ગ્રહ છે. શુક્ર વ્યક્તિના જીવનમાં પ્રેમનું તળાવ નિર્માણ કરી શકે. પરંતુ , જો એ તળાવ ફરતે ગુરુની રક્ષણાત્મક પાળ ન હોય તો તળાવનું લાગણીરૂપી જળ વહી જવાની પૂરી શક્યતા રહે ! ગુરુ એ આકાશ તત્વ ધરાવતો ગ્રહ છે. આકાશ તત્વ એ અગ્નિ , પૃથ્વી , વાયુ , જળ એ સર્વે તત્વોને જોડે છે તેમજ તેમને વિખેરાઈ જતાં અટકાવે છે. કોઈ જ નવાઈની વાત નથી કે ગુરુની જ મીન રાશિમાં પ્રેમનો ગ્રહ શુક્ર ઉચ્ચત્વ ધારણ કરે છે !  ગુરુ અને જીવનનો હેતુ ગુરુ એ વ્યક્તિના જીવનને હેતુ પ્રદાન કરનારો ગ્રહ છે. કુંડળીમાં રહેલો બળવાન ગુરુ એ જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે પ્રેરિત કરે છે. જ્યારે કુંડળીમાં ગુરુ શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના હેતુને સહજ રીતે સમજી શકતી હોય છે. પોતાના કાર્યને મૂલ્યવાન સમજીને જીવનને પૂર્ણતાથી જીવતી હોય છે. એથી વિરુદ્ધ જો કુંડળીમાં ગુરુ અશુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના ઉદ્દેશથી બેખબર હોય છે. પોતે કરી રહેલાં કાર્ય પરત્વે સંશયનો અનુ...

ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિ - સપ્ટેમ્બર ૨૦૨૨

છબી
Pixabay હાલ ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને બુધ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. સપ્ટેમ્બર 3 , ૨૦૨૨ના રોજ પ્રાત:કાળે ૦૭.૧૯ કલાકે ગુરુ અને બુધ અંશાત્મક પ્રતિયુતિમાં આવશે. અંશાત્મક પ્રતિયુતિ એટલે જેટલાં અંશ ઉપર એક ગ્રહ હોય તેટલાં જ અંશ પર સામેની રાશિમાં બીજો ગ્રહ હોય. સપ્ટેમ્બર 3 અને તેની પહેલાં અને પછીના આજુ-બાજુના એક-બે દિવસો એ માનસિક ધ્યાન અને એકાગ્રતા માંગતી પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. આ દિવસો દરમિયાન અગત્યની મીટીંગ કરવી કે પછી કશુંક નવું શીખવું કે નવા ક્લાસ કરવાં કે પછી મુસાફરી કરવી ઉત્તમ રહી શકે છે. આ સમય દરમિયાન હાથ ધરેલી પ્રવૃતિઓમાં ગુરુનું જ્ઞાન અને બુધની શીખી લેવાની આવડત ભળવાથી ભાવિ સફળતાનો પાયો નખાય શકે છે. ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિની આ શુભ ઉર્જાનો પૂર્ણરૂપે ફાયદો ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. હાલનો મીનનો ગુરુ અને કન્યાનો બુધ ત્રણ વખત પરસ્પર અંશાત્મક દ્રષ્ટિસંબંધમાં આવશે. પહેલી વખત સપ્ટેમ્બર 3 ના રોજ અને ત્યારબાદ સપ્ટેમ્બર ૧૯ અને ઓક્ટોબર ૧૨ના રોજ અંશાત્મક પ્રતિયુતિ રચાશે. આ તકને ઝડપી લઈને યોજનાઓ ઘડવી શુભ રહી શકે છે. 

ગુરુના મીન પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ૨૦૨૨

છબી
  E. A. Rodrigues, Public domain, via Wikimedia Commons એપ્રિલ ૧૩ , ૨૦૨૨ના રોજ ૧૫.૪૯ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે. અહીં ગુરુ આશરે એક વર્ષ સુધી એટલે કે એપ્રિલ ૨૨ , ૨૦૨૩ સુધી મીનમાં ગોચર ભ્રમણ કરશે. મીન રાશિ એ ગુરુની પોતાની રાશિ હોવાથી ગુરુ બળની પ્રાપ્તિ કરશે. ગુરુ એ જ્ઞાન , વિદ્યા , ડહાપણ , વિસ્તૃતિકરણ , ધર્મ , સમૃદ્ધિનો કારક છે તેમજ નવેય ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ગત કેટલાંક વર્ષોથી શનિની રાશિઓ મકર અને કુંભમાં વિચરણ કરીને નિર્બળ બનેલાં ગુરુ મહારાજનું હવે સ્વરાશિ મીનમાં બળવાન બનવું એ એક શુભ અને રાહતરૂપ ઘટના કહી શકાય. ગુરુનું આ મીન રાશિમાં ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જાણીએ. આ ફળ જન્મલગ્ન અનુસાર ચકાસવાથી પણ વધુ સ્પષ્ટતા મળી શકશે. મેષ: ગુરુ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. આધ્યાત્મિક વલણમાં વૃદ્ધિ થઈ શકે છે. ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. એકાંત પ્રિય લાગે અને એકાંતમાં ધ્યાન-યોગ કે ચિંતન કરવાથી સુખની અનુભૂતિ કરી શકાય. આધ્યાત્મિક સાધનાઓ અને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ નો અભ્યાસ કે સંશોધન હાથ ધરી શકાય. કોઈ પણ જાતન...

ગુરુનો કુંભમાં પ્રવેશ: બાર રાશિઓનું ફળ ૨૦૨૧-૨૨

છબી
એપ્રિલ ૬, ૨૦૨૧ના રોજ રાત્રિના ૧૨.૨૧ કલાકે ગુરુ મહારાજ પોતાની નીચ રાશિ મકરમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ જેવાં નિતાંત શુભ ગ્રહનું રાશિ પરિવર્તન જ્યોતિષ જગત માટે મોટી ઘટના ગણાય છે. ગુરુનું કુંભ રાશિમાં ગોચર ભ્રમણ આજની પરિસ્થિતિના સંદર્ભમાં કેવું રહેશે? બાર રાશિઓને કેવું ફળ આપશે? જુઓ વિડીયો  

ગુરુ અને રાહુનો ત્રિકોણ યોગ ૨૦૨૦-૨૦૨૧

છબી
નવેમ્બર ૨૦, ૨૦૨૦ થી લઈને એપ્રિલ ૬, ૨૦૨૧ સુધી ગોચરમાં રચાયેલાં ગુરુ અને રાહુના ત્રિકોણ યોગ વિશે માહિતી અને બાર રાશિઓ પરત્વે ફળ. વિશેષ કરીને ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૧ના રોજ રચાતાં અંશાત્મક ગુરુ - રાહુ ત્રિકોણ યોગ વિશે ચર્ચા.   

ગુરુ માર્ગી (13.09.2020) : દૈવીય આશીર્વાદની પ્રાપ્તિ

મે મહિનાથી વક્રી ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજ 13 સપ્ટેમ્બર , 2020 ના રોજ ધનુ રાશિમાં માર્ગી થયાં છે. આ એક શુભ અને દૈવીય આશીર્વાદની પ્રાપ્તિ થાય તેવાં સમયની શરૂઆત કહી શકાય. જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેના ફળને લગતી બાબતો વિલંબમાં પડે છે. નવેય ગ્રહોમાં ગુરુ સૌથી શુભ ગ્રહ છે અને આવો શુભ ગ્રહ વક્રી હોવાથી તેના ફળમાં આવી રહેલો વિલંબ હવે દૂર થશે. તેમાં પણ ધનુ રાશિ તો વળી ગુરુની પોતાની રાશિ છે અને અહીં ગુરુ સંપૂર્ણપણે બળવાન અને શુભ બને છે. ગુરુ ધનુ રાશિમાં 23 અંશે માર્ગી થયો છે. જો આપની કુંડળીમાં ધનુ રાશિના 23 અંશ આસપાસનું જન્મલગ્ન હોય અથવા તો તે અંશે સૂર્ય કે ચંદ્ર જેવાં ગ્રહો પડેલાં હોય તો વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે છે. હજુ પણ જ્યારે 23 સપ્ટેમ્બર , 2020 ના રોજ કેતુ ધનુ રાશિમાંથી નીકળીને વૃશ્ચિકમાં પ્રવેશ કરી જશે અને ગુરુ મહારાજ કેતુના પાપપ્રભાવથી મુક્ત બનશે ત્યારે વધુ શુભ ફળ આપવાં શક્તિમાન બનશે. 30 ઓક્ટોબર , 2020 થી 20 નવેમ્બર , 2020 સુધી ગુરુ ધનુ રાશિના અંતિમ અંશોમાં ગોચર ભ્રમણ કરતાં વર્ગોત્તમી બનશે. જ્યારે કોઈ ગ્રહ જન્મલગ્ન અને નવમાંશ કુંડળીમાં એક જ રાશિમાં હોય ત...

વક્રી ગુરુનો પુન: ધનુ રાશિ પ્રવેશ જૂન ૨૦૨૦

છબી
30 જૂન, 2020ના રોજ વહેલી સવારે 05.27 કલાકે ગુરુ મહારાજે વક્રી ગતિથી પુન: મકર રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કર્યો છે. ધનુ રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જાણો.

ગુરુના ધનુ ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
આગામી તારીખ ૦૫ નવેમ્બર , ૨૦૧૯ના રોજ વહેલી સવારે ૦૫.૨૪ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યાં છે. ધનુ રાશિમાં ગુરુ ૨૦ નવેમ્બર , ૨૦૨૦ સુધી ગોચર ભ્રમણ કરશે. વચ્ચે ૩૦ માર્ચ , ૨૦૨૦થી ૩૦ જૂન , ૨૦૨૦ના ત્રણેક મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન ગુરુ મકર રાશિમાં રહેશે. ધનુ રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ.   અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે. મેષ (અ , લ , ઈ) : ગુરુ નવમભાવમાંથી ભ્રમણ કરશે. અત્યાર સુધી અષ્ટમભાવમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ કરતાં નવમભાવમાં ગુરુનું ભ્રમણ શુભ ફળ પ્રદાન કરનાર રહે. ભાગ્યની વૃદ્ધિ થાય. બૌદ્ધિકતા , તંદુરસ્તી , આત્મવિશ્વાસ , ખુશી , રચનાત્મકતા અને સકારાત્મકતામાં વધારો થાય. જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા તીવ્ર બને. આ સમય સારા કર્મો કરીને વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો રહે. આનંદદાયી અને લાભદાયી લાંબી તેમજ ટૂંકી મુસાફરીઓ થાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસમાં વૃદ્ધિ થાય. ગુરુ , સંત ...

ધનુ રાશિમાં ગુરુ ૨૦૧૯ : સત્ય અને ધર્મની સ્થાપના

છબી
હાલમાં જ સમગ્ર ભારત દેશે હર્ષોલ્લાસપૂર્વક દિવાળીનું પર્વ મનાવ્યું. જ્યોતિષ જગતની દિવાળી કહી શકાય તેવી ઘટના આગામી ૫ નવેમ્બરના રોજ બનવા જઈ રહી છે. ૫ નવેમ્બર , ૨૦૧૯ના રોજ વહેલી સવારે ૦૫.૨૪ કલાકે દેવગુરુ બૃહસ્પતિ વૃશ્ચિક રાશિમાંથી સ્વરાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યાં છે. પોતાની જ રાશિમાં ગુરુનો પ્રવેશ દેશ-દુનિયા અને આપણાં સૌ માટે ઈશ્વરીય આશીર્વાદ લઈને આવશે. આ અગાઉ લગભગ ૧૨ વર્ષ પહેલાં નવેમ્બર ૨૦૦૭થી ડિસેમ્બર ૨૦૦૮ સુધી ગુરુએ સ્વરાશિ ધનુમાં ગોચર ભ્રમણ કર્યું હતું. ગુરુ એક રાશિમાં આશરે ૧૩ માસ રહે છે. રાશિચક્રનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લગભગ ૧૨ વર્ષ લાગે છે.   ૧૨૨   દિવસ સુધી વક્રી રહે છે. ધનુ અને મીન રાશિનો સ્વામી છે. બુદ્ધિશાળી અને શાસ્ત્રોમાં પારંગત એવો ગુરુ બધાં ગ્રહોમાં સૌથી વધુ શુભ ગ્રહ ગણાય છે. જ્ઞાન , ડહાપણ , વિદ્યા , સંતાન , સંપતિ , ધર્મ , ન્યાય , સત્યપ્રિયતા , પ્રમાણિકતા અને પરોપકારનો કારક ગ્રહ છે. આવા શુભ ગુરુના ગોચર ભ્રમણનું કંઈ ને કંઈ શુભ ફળ વ્યક્તિગત જન્મકુંડળી અનુસાર અવશ્ય મળે છે.   વૃશ્ચિક એ જળરાશિ છે અને ધનુ અગ્નિરાશિ છે. જ્યાં જળ રાશિ પૂરી થાય અને અગ્...