ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિ - સપ્ટેમ્બર ૨૦૨૨

Pixabay

હાલ ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને બુધ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. સપ્ટેમ્બર 3, ૨૦૨૨ના રોજ પ્રાત:કાળે ૦૭.૧૯ કલાકે ગુરુ અને બુધ અંશાત્મક પ્રતિયુતિમાં આવશે. અંશાત્મક પ્રતિયુતિ એટલે જેટલાં અંશ ઉપર એક ગ્રહ હોય તેટલાં જ અંશ પર સામેની રાશિમાં બીજો ગ્રહ હોય. સપ્ટેમ્બર 3 અને તેની પહેલાં અને પછીના આજુ-બાજુના એક-બે દિવસો એ માનસિક ધ્યાન અને એકાગ્રતા માંગતી પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. આ દિવસો દરમિયાન અગત્યની મીટીંગ કરવી કે પછી કશુંક નવું શીખવું કે નવા ક્લાસ કરવાં કે પછી મુસાફરી કરવી ઉત્તમ રહી શકે છે. આ સમય દરમિયાન હાથ ધરેલી પ્રવૃતિઓમાં ગુરુનું જ્ઞાન અને બુધની શીખી લેવાની આવડત ભળવાથી ભાવિ સફળતાનો પાયો નખાય શકે છે. ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિની આ શુભ ઉર્જાનો પૂર્ણરૂપે ફાયદો ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. હાલનો મીનનો ગુરુ અને કન્યાનો બુધ ત્રણ વખત પરસ્પર અંશાત્મક દ્રષ્ટિસંબંધમાં આવશે. પહેલી વખત સપ્ટેમ્બર 3 ના રોજ અને ત્યારબાદ સપ્ટેમ્બર ૧૯ અને ઓક્ટોબર ૧૨ના રોજ અંશાત્મક પ્રતિયુતિ રચાશે. આ તકને ઝડપી લઈને યોજનાઓ ઘડવી શુભ રહી શકે છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર