પોસ્ટ્સ

ઑગસ્ટ, 2013 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નવગ્રહ શાંતિ મંત્ર, પીડાહર સ્તોત્ર

નવગ્રહ શાંતિ મંત્ર આ એક્શ્લોકી મંત્રમાં બ્રહ્મા (સૃજન કરનાર), મુરારિ (શ્રી વિષ્ણુ, પાલન કરનાર), ત્રિપુરાન્તકારી (શિવજી, સંહારક) અને સર્વે નવ ગ્રહોને જીવનમાં સુખ-શાંતિ અર્પવા હેતુ પ્રાર્થના કરવામાં આવી છે. બ્રહ્મા મુરારિ ત્રિપુરાન્તકારી ભાનુ: શશિ ભૂમિ-સૂતો બુધશ્ચ | ગુરુશ્ચ શુક્ર: શનિ રાહુ કેતવ: સર્વે ગ્રહા શાન્તિ કરા ભવન્તુ || નવગ્રહ પીડાહર સ્તોત્ર ગ્રહ જનિત પીડાની શાંતિ માટે નવગ્રહ પીડાહર સ્તોત્રના પાઠ કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ગ્રહની શાંતિ માટે અલગથી તે ગ્રહ માટેના ચોક્કસ સૂત્રના પાઠ પણ કરી શકાય. ગ્રહાણામાદિરાત્યો , લોકરક્ષણકારકઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે રવિ : ॥ ૧ ॥   (સૂર્ય) રોહિણીશઃ સુધામૂર્તિઃ સુધાગાત્રઃ સુધાશનઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે વિધુઃ ॥ ૨ ॥  (ચન્દ્ર) ભૂમિપુત્રો મહાતેજા જગતાં ભયકૃત્‌ સદા । વૃષ્ટિકૃદ્‌ વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજઃ ॥ ૩ ॥  (મંગળ) ઉત્પાતરૂપો જગતાં ચંદ્રપુત્રો મહાદ્યુતિ: । સૂર્યપ્રિયકરો વિદ્વાન પીડાં હરતુ મે બુધઃ ॥ ૪ ॥   (બુધ) દેવમંત્રી વિશાલાક્ષઃ સદા લોકહિતે રતઃ । અનેકશિષ્યસમ્પૂર્ણ: પીડાં

નવગ્રહ સ્તોત્ર

નવગ્રહ સ્તોત્ર શ્રી વેદ વ્યાસ મુનિ દ્વારા રચવામાં આવ્યો છે. જેમાં નવ ગ્રહોના મંત્રોનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ ચોક્કસ ગ્રહ માટેના ચોક્કસ મંત્રનો અલગથી પણ જાપ કરી શકાય છે. એકાગ્રતાથી અને શ્રદ્ધાપૂર્વક નવગ્રહ સ્તોત્રના પાઠ કરવાથી નવેય ગ્રહોના આશીર્વાદ એકસાથે મેળવી શકાય છે. અહીં ગ્રહોને દેવતાના સ્વરૂપમાં જોવામાં આવ્યા છે. આ સ્તોત્ર સાદી ભાષામા રચાયેલો છે પરંતુ તેના દરેક શ્લોકની અંદર ગૂઢાર્થ રહેલો છે. સ્ત્રોતમાં જ કહેવાયું છે કે જે આ સ્તોત્રનો પાઠ કરે છે તેના વિઘ્નો અને બાધાઓ દૂર થાય છે. ઐશ્વર્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ગ્રહ-નક્ષત્રથી ઉત્પન થયેલી પીડા શાંત થઈ જાય છે. દરેક શ્લોકનો ભાવાર્થ નીચે આપેલ છે. જેથી અર્થ સાથે સ્તોત્રને સમજી શકાય. ॥ નવગ્રહ સ્તોત્ર ॥ જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ્  ।   તમોરિં સર્વપાપઘ્નં પ્રણતો ઙસ્મિ દિવાકરમ્  ॥ ૧ ॥   જાસૂદના ફૂલ (જે ઘેરા લાલ રંગનું છે) સમાન જેની કાન્તિ છે, કશ્યપ કુળમાં જેમનો  જન્મ થયો છે, જે મહાતેજસ્વી છે, અંધકાર જેમનો શત્રુ છે, જે બધાં પાપોને નષ્ટ કરી નાખે છે, એ સૂર્ય ભગવાનને હું પ્રણામ કરું છું. દધિશંખ તુષારાભં ક્ષીરો