પોસ્ટ્સ

એપ્રિલ, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અક્ષય તૃતીયા

છબી
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથીને અક્ષય તૃતીયા અથવા તો અખા ત્રીજ કહે છે. વર્ષ ૨૦૧૨માં અક્ષય તૃતીયા ૨૪ એપ્રિલ, મંગળવારનાં રોજ આવી રહી છે. અક્ષય એટલે કે જેનો કદી ક્ષય થતો નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે કંઈ શુભ કાર્યો શરૂ કરવામાં આવે તેનું ફળ ક્ષય પામતું નથી અને તેથી જ આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાનું જ્યોતિષિક મહત્વ નવ ગ્રહોમાં રાજા અને રાણી સમાન સૂર્ય અને ચન્દ્ર એ બંને આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ અને વૃષભમાં સ્થિત હોય છે. આ ઘટના વર્ષમાં માત્ર એક વાર ઘટે છે. મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કહ્યું છે કે કુંડળીમાં રચાયેલા દરેક શુભ યોગોનું શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે સૂર્ય અને ચન્દ્ર બળવાન હોય. અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચન્દ્ર બંને બળવાન હોવાથી શુભ યોગોનું મહત્તમ ફળ પ્રાપ્ત થવાનો અવસર પેદા થાય છે. આ વર્ષની વિશેષતા એ છે કે શુક્ર વૃષભ રાશિમાં ઉચ્ચના ચન્દ્ર સાથે યુતિમાં છે અને ગુરુ મેષ રાશિમાં ઉચ્ચના સૂર્ય સાથે યુતિમાં છે. આ સંભવતઃ દર બાર વર્ષે એક જ વાર ઘટી શકે છે. કેતુ પણ ઉચ્ચના ચન્દ્રની સાથે યુતિમાં છે. અક્ષય તૃતીયાનું સ્વયં