પોસ્ટ્સ

ઑગસ્ટ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઓગસ્ટ ૨૦૨૧ – ગોચર ગ્રહોનું ફળ

છબી
Raja Ravi Varma , Public domain, via Wikimedia Commons બુધનો સિંહ રાશિમાં પ્રવેશ : ઓગસ્ટ ૯ , ૨૦૨૧થી ઓગસ્ટ ૨૬ , ૨૦૨૧ સુધી ઓગસ્ટ માસમાં યુવરાજ બુધ બે વાર રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. પહેલીવાર ઓગસ્ટ ૯ અને ત્યારબાદ ઓગસ્ટ ૨૬ના રોજ બુધ રાશિ પરિવર્તન કરશે. ઓગસ્ટ ૯ , ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૧.૩૫ કલાકે બુધ કર્ક રાશિમાંથી સૂર્યનું સ્વામીત્વ ધરાવતી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં પ્રવેશ કરતાં બુધની હાલ સિંહ રાશિમાં જ ભ્રમણ કરી રહેલાં શુક્ર અને મંગળ સાથે યુતિ રચાશે. મંગળ તો સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન સિંહ રાશિમાં જ વિચરણ કરવાનો છે , પરંતુ શુક્ર ઓગસ્ટ ૧૧ , ૨૦૨૧ના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે. જો કે ત્યારબાદ ઓગસ્ટ ૧૭ , ૨૦૨૧ના રોજ સૂર્ય મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ-મંગળ સાથે જોડાણ કરશે. બુધના આ સમગ્ર સિંહ રાશિ ભ્રમણ દરમિયાન તેનાં પર હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની દ્રષ્ટિ રહેશે. બુધના સિંહ રાશિમાં પ્રવેશ સાથે આપણાં વિચારો અને કમ્યુનિકેશનમાં સ્પષ્ટતા જોવાં મળી શકે છે. વિચારો સિંહની માફક શક્તિશાળી રીતે અથવા સત્તાવાહી સૂરે વાણી દ્વારા પ્રગટ થવાની સંભાવ