પોસ્ટ્સ

નવેમ્બર, 2009 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મિથુન

છબી
મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ છે. તે દ્વિસ્વભાવ અને વાયુતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી બુધ છે. મિથુન રાશિમાં મૃગશીર્ષ નક્ષત્રનાં છેલ્લા બે ચરણો, આર્દ્રા અને પુનર્વસુ નક્ષત્રનાં પહેલાં ત્રણ ચરણોનો સમાવેશ થાય છે. મિથુન રાશિનું પ્રતીક ગદાધારી નર અને વીણાયુક્ત સ્ત્રી છે. મિથુન રાશિના જાતકો ઉંચા, પાતળાં અને સપ્રમાણ શરીર ધરાવતાં હોય છે. તેમનો ચહેરો સહેજ લાંબો, લાંબુ નાક, લાંબા હાથ અને આંખો તીક્ષ્ણ હોય છે. તેમનાં ચહેરા પર બૌધ્ધિકતા અને નમ્રતા ઝળકતી હોય છે. મિથુન રાશિનું ચિહ્ન સ્ત્રી-પુરુષ યુગલ છે. સ્ત્રી અને પુરુષનું મિલન એટલે નવા સર્જનની સંભાવના. આથી જ મિથુન રાશિના જાતકો નવા વિચારો, નવી શોધો અને નવા સંશોધનોના સર્જક હોય છે. તેઓ સંસાર સાથે જોડાવાની આંતરિક ઈચ્છા ધરાવે છે. મિથુન રાશિનાં જાતકો મસ્તિષ્કની દુનિયામાં જીવે છે. તેઓ સાહિત્યરસિક, વાંચનપ્રિય અને ચર્ચાઓ પસંદ કરનાર હોય છે. તેઓ કલ્પનાશીલ અને રચનાત્મક હોય છે અને સારા લેખક બની શકે છે. તેમની વાણી મર્મયુકત હોય છે અને ભાષાઓ પર ઉત્તમ કાબુ ધરાવે છે. મિથુન રાશિનાં જાતકો હંમેશા નવું-નવું જાણવા તત્પર હોય છે. તેઓ એક કરતાં વધુ વિષયોમાં રસ ધરાવે

વૃષભ

છબી
વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે. તે સ્થિર અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી શુક્ર છે. વૃષભ રાશિમાં કૃતિકા નક્ષત્રનાં છેલ્લા ત્રણ ચરણો, રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રનાં પહેલાં બે ચરણોનો સમાવેશ થાય છે. વૃષભ એટલે કે આખલો અથવા બળદ. માનવસભ્યતામાં ગાય અને ઘોડાની સાથે બળદને પણ એક ઉપયોગી પ્રાણી ગણવામાં આવ્યું છે. વૃષભ રાશિના જાતકો બળદ જેવો મજબૂત અને સ્નાયુબધ્ધ બાંધો, જાડી ગરદન, ગોળ ચહેરો, વાંકડીયા વાળ, ગૌર વર્ણ અને લાક્ષણિક ચાલ ધરાવતાં હોય છે. બળદ જે ચીલે પડે તે ચીલે ચાલ્યો જાય છે. તે જ રીતે વૃષભ રાશિના જાતકો એકધારી ગતિથી ધીમે-ધીમે કાર્ય કરનારાં હોય છે. તેઓ પરંપરાઓને વળગી રહેનારા, જૂનવાણી અને આદતો મુજબ કાર્યો કરવાં ટેવાયેલાં હોય છે. બળદ પરિપક્વ અને ઉર્જાથી ભરપૂર પ્રાણી છે. જો તેની ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો કંઈ પણ પ્રાપ્ત થઈ શકે છે નહિ તો એ જ ઉર્જા વિનાશનું કારણ બને છે. વૃષભ રાશિના જાતકો પણ ઉર્જાસભર હોય છે. તેમણે તેમની શક્તિઓ અને આવડતોનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જોઈએ. બળદ કર્તવ્યનિષ્ઠ, સંયમિત અને આસપાસની પરિસ્થિતિઓથી નિર્લિપ્ત રહેનારું પ્રાણી છે. વૃષભ રાશિનાં જાતકો ધૈ

મેષ

છબી
મેષ રાશિ એ રાશિચક્રની પ્રથમ રાશિ છે. તેનો સ્વામી મંગળ છે. ચર પ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. મેષ રાશિમાં અશ્વિની, ભરણી અને કૃતિકા નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે. મેષ રાશિનું ચિહ્ન ઘેટું છે. તેનું બીજું નામ અજ છે. અજ એટલે કે બકરો. આમ મેષ રાશિ ઘેટાં-બકરાંના સ્વભાવનાં ગુણધર્મો ધરાવતી રાશિ છે. ઘેટાંઓ એક પાછળ એક ચાલે છે. આપણે તેને ઘેટાં ચાલ કહીએ છીએ. આ રીતે મેષ રાશિનાં જાતકોમાં સ્વતંત્ર વિચારશક્તિ અને તર્કબુધ્ધિનો અભાવ જોવા મળે છે. તેઓ બીજાનાં માર્ગદર્શન અને સૂચનો હેઠળ કાર્ય કરવાનું પસંદ કરે છે. ચાલમાં ઉતાવળાપણું હોય છે અને સાચાં-ખોટાંની કે લાભ-હાનિની સમજ હોતી નથી. ઘેટાંઓ ક્યારેય એકબીજાં સાથે લડતાં નથી. ચાલે ત્યાં સુધી એક પાછળ એક ચાલે છે પરંતુ વિખવાદ કે શત્રુતા ઉત્પન થતાં પોતાનાં જીવની પરવા કર્યા વગર લડાઈ કરે છે. બકરાં શીંગડા, દાંત અને પંજાથી લડાઈ કરે છે. શીંગડા મસ્તક પર હોવાથી લડાઈમાં મસ્તકનો ઉપયોગ કરે છે. મસ્તકથી લડાઈ કરનારાંઓ પોતાને થનારી ઈજા કે આત્મરક્ષાની ચિંતા કરતાં નથી. મેષ રાશિનાં જાતકો કરો યા મરોની નીતિ અપનાવે છે. લડાઈનાં પરિણામોનો વિચાર કરતાં નથી. તેમનાં મસ્તક કે કપાળ

રાહુનો ધનુ અને કેતુનો મિથુન રાશિમાં પ્રવેશ

તા.૧૭.૧૧.૨૦૦૯ના રોજ ૧૩ ક.૩૦ મિ.એ રાહુ ધનુમાં અને કેતુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ અને કેતુ આવતાં ૧૮ મહિના સુધી ધનુ અને મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. બારે રાશિઓ પર રાહુ અને કેતુનાં આ ગોચર ભમણની અસર નીચે વર્ણવ્યા મુજબ પડશે. અહીં એ નોંધવું જરૂરી છે કે આ માત્ર સ્થૂળ આગાહીઓ છે. વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો અને દશા-મહાદશાના આધારે ફળમાં ફેરફાર થઈ શકે છે. મેષ (અ, લ, ઈ) મેષ રાશિને રાહુ નવમસ્થાનેથી અને કેતુ તૃતીયસ્થાનેથી પસાર થશે. નવમસ્થાનેથી પસાર થતો રાહુ નોકરી-ધંધામાં સ્થિરતા લાવશે અને અટકાયેલાં કાર્યોને આગળ વધારશે. આવકમાં વધારો થશે. નોકરીમાં સત્તા તથા પદની પ્રાપ્તિ થઈ શકે છે. ધંધાકીય નવા કરારો કરવાં માટે સમય અનુકૂળ રહેશે. જીવનધોરણ ઉંચુ આવશે અને મોજ-શોખનાં સાધનોની ખરીદી થશે. પરદેશની તથા ધાર્મિક સ્થળોની મુસાફરી થઈ શકે છે. મિત્રો અને સગાં-સંબંધીઓ સાથે મતભેદ ઉભા થવાનાં સંજોગો છે. ગળા, કાન તથા ખભ્ભાની બિમારીથી સાચવવું. વૃષભ (બ, વ, ઉ) વૃષભ રાશિને રાહુ અષ્ટ્મસ્થાનેથી અને કેતુ દ્વિતીયસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. નોકરી-ધંધા માટે આ સમય અડચણો અને મૂશ્કેલીઓથી ભરેલો રહે. નફા તથા આવકમાં ઘટાડો થાય

Table 3. Signs

Signs Limbs of Kalpurusha Element Mobility Feet/Pada Aries Head Fire Movable Quadruped Taurus Face Earth Fixed Quadruped Gemini Arms Air Dual Biped Cancer Heart Water Movable Many feet Leo Stomach Fire Fixed Quadruped Virgo Hip Earth Dual Biped Libra Space below naval Air Movable Biped Scorpio Private parts Water Fixed Many feet Sagittarius Thighs Fire Dual Biped/Quadruped Capricorn Knees Earth Movable Quadruped/Feet less Aquarius Ankles Air Fixed Biped Pisces Feet Water Dual Feet less

Table 2. Signs

Signs Nature Caste Duration Strong time Rise Aries Bilious Kshatriya Short Night Prishthodaya Taurus Windy Vaishya Short Night Prishthodaya Gemini Mixed Shudra Even Night Shirshodaya Cancer Phlegmatic Brahmin Even Night Prishthodaya Leo Bilious Kshatriya Long Day Shirshodaya Virgo Windy Vaishya Long Day Shirshodaya Libra Mixed Shudra Long Day Shirshodaya Scorpio Phlegmatic Brahmin Long Day Shirshodaya Sagittarius Bilious Kshatriya Even Night Prishthodaya Capricorn Windy Vaishya Even Night Prishthodaya Aquarius Mixed Shudra Short Day Shirshodaya Pisces Phlegmatic Brahmin Short Day Ubhayodaya

Table 1. Signs

Signs Sanskrit name Symbol Gender Lord Aries Mesh Ram Male Mars Taurus Vrishabh Bull Female Venus Gemini Mithun Twins Male Mercury Cancer Kark Crab Female Moon Leo Simha Lion Male Sun Virgo Kanya Virgin Female Mercury Libra Tula Balance Male Venus Scorpio Vrishchik Scorpion Female Mars Sagittarius Dhanu Archer Male Jupiter Capricorn Makar Goat Female Saturn Aquarius Kumbh Water-Bearer Male Saturn Pisces Meen Fishes Female Jupiter