કન્યા રાશિમાં શુક્ર અને પરિવર્તન યોગ
આજે 23 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 10.46 કલાકે શુક્ર મહારાજ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ્યા છે. શુક્ર અહીં 17 નવેમ્બર , 2020 સુધી ભ્રમણ કરશે. શુક્ર એ સમૃદ્ધિ અને વૈભવનો કારક ગ્રહ છે. નીચ રાશિમાં શુક્રનું ભ્રમણ આર્થિક બાબતો માટે પ્રતિકૂળ રહી શકે છે. પ્રેમ અને સંબંધોના કારક શુક્રનું નીચ રાશિ ભ્રમણ લગ્ન કે સગાઈ કરવાં માટે અથવા નવા સંબંધની શરૂઆત કરવાં માટે યોગ્ય ન કહી શકાય. આ સમય આપણાં વર્તમાન સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેને કઈ રીતે મધુર બનાવી શકાય તેનું બૌદ્ધિક વિશ્લેષણ કરવાનો છે. જો કે સંબંધોમાં રહેલાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ સરળ ન રહે. આ સમય નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવાં માટે કે નવા વસ્ત્રો , આભૂષણો અથવા શૃગાંર પ્રસાધનોની ખરીદી માટે પણ શુભ ન કહી શકાય. કન્યા રાશિ કાળપુરુષની કુંડળીનું ષષ્ઠમસ્થાન છે. શુક્રનું કન્યા રાશિમાંથી ભ્રમણ આપણને આરોગ્ય પ્રત્યે વધુ સભાન બનાવી શકે છે. ખાન-પાનની આદતમાં સુધારો લાવી શકાય. કન્યા રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન તેનાં પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં વક્રી મંગળની અને વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ...