પોસ્ટ્સ

જાન્યુઆરી, 2011 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - તુલાથી મીન લગ્ન

તુલાથી મીન જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે. તુલા લગ્ન સૂર્યઃ સૂર્ય એકાદશ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે. ચન્દ્રઃ ચન્દ્ર દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે. મંગળ: મંગળ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. સપ્તમ કેન્દ્રસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે સમ છે અને તેનુ શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલા અન્ય ગ્રહો પર આધાર રાખે છે. પરંતુ આ બંને સ્થાનોનાં બેવડા સ્વામીત્વના કારણે મંગળ થોડુંઘણું અશુભ ફળ આપે છે. બુધઃ બુધ નવમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે અને નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. ગુરુઃ ગુરુ તૃતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે. શુક્રઃ શુક્ર પ્રથમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમસ્થાનના અધિપતિ હોવા છતાં લગ્નાધિપતિ હોવાથી શુભ છે. શનિઃ શનિ ચતુર્થ કેન્દ્રસ્થાન અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે અને ત્રિકોણાધિપતિ હોવાથી શ

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - મેષથી કન્યા લગ્ન

આપણે અગાઉના લેખમાં સ્થાનોના આધિપત્યના આધારે તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નક્કી કરવા અંગેના સિદ્ધાંતોની ચર્ચા કરી. તે સિદ્ધાંતો અનુસાર મેષથી કન્યા સુધીના જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે. મેષ લગ્ન સૂર્યઃ મેષ લગ્નમાં સૂર્ય પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. સૂર્ય નૈસર્ગિક ક્રૂર ગ્રહ હોવા છતાં મેષ લગ્નમાં ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપશે. ચન્દ્રઃ ચન્દ્ર ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે. મંગળઃ મંગળ લગ્ન અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમેશ હોવા છતાં લગ્નસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપે છે. બુધઃ બુધ તૄતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાય સ્થાનનો અધિપતિ હોવાથી બુધ અશુભ ફળ આપે છે. ગુરુઃ ગુરુ દ્વાદશ અને નવમ ભાવનો સ્વામી છે. દ્વાદશ એ તટસ્થ ભાવ છે અને બીજી રાશિ ત્રિકોણસ્થાનમાં પડતી હોવાથી ગુરુ શુભફળ આપે છે. આમ છતાં જ્યારે ગુરુ અશુભ ગ્રહો સાથે સંકળાયેલો હશે ત્યારે દ્વાદશ ભાવનો સ્વામી પણ હોવાથી અશુભ ફળ આપવાની શક્યતા રહે છે. શુક્રઃ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. દ્વિતીય સ્થાનના સ્વામી