પોસ્ટ્સ

મકર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

મકર સંક્રાંતિ - સ્વીકારની પ્રેરણા

સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંકાંતિ કહે છે. વર્ષ ૨૦૨૪માં સૂર્યએ જાન્યુઆરી ૧૫ , ૨૦૨૪ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે.  મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે , પરંતુ પિતા-પુત્રને એકબીજાં સાથે શત્રુતા છે. મકર સંક્રાંતિએ સૂર્ય પોતાનાં શત્રુરૂપી પુત્રના ઘરમાં પ્રવેશ કરે છે અને પૂરાં એક મહિના સુધી રહે છે. આ દરમિયાન શનિ પોતાના પિતાની સેવા કરે છે. આ ઘટના એક રીતે કઠિન સંબંધના સ્વીકારની પ્રતીક છે. ઘણીવાર અસહ્ય પરિસ્થિતિમાં પણ સંબંધને જાળવવો પડતો હોય છે. મકર સંક્રાંતિ આપણને અસહ્ય વ્યક્તિ , વસ્તુ કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની અને તેને સહન કરવાની પ્રેરણા આપે છે. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ !!

જૂન ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

છબી
Pixabay મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ : જૂન ૨ , ૨૦૨૧ થી જુલાઈ ૨૦ , ૨૦૨૧ સુધી જૂન ૨ , ૨૦૨૧ના રોજ પ્રાત:કાળ ૦૬.૫૨ કલાકે મંગળ મહારાજ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરી રહ્યાં છે. મંગળ લગભગ દર બે વર્ષે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરે છે. આથી મંગળનું આ ભ્રમણ નોંધપૂર્ણ રહેવાની સંભાવના છે. જળતત્વ ધરાવતી કર્ક રાશિમાં અગ્નિતત્વ ધરાવતાં મંગળની હાલત દયનીય બને છે. કાળપુરુષની કુંડળીમાં કર્ક રાશિ ચતુર્થસ્થાનમાં પડે છે. ચતુર્થસ્થાન ઘર-પરિવારનો નિર્દેશ કરે છે. સમગ્ર દુનિયામાં ઘર એ એવું સ્થળ છે કે જ્યાં આપણે સલામતી અને સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. હવે યુદ્ધના કારક એવાં સેનાપતિ મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ આપણી અંદર અસુરક્ષાની લાગણી પેદા કરી શકે છે. લાગણીઓ અને સંવેદનાઓ આક્રમકસ્વરૂપે બહાર આવે કે વ્યક્ત થાય તેવી સંભાવના રહે. હાલ શનિ મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. મંગળના કર્ક પ્રવેશ સાથે જ શનિ અને મંગળની પ્રતિયુતિ રચાશે. મંગળ અને શનિની આ પ્રતિયુતિ અકળામણ , હતાશા કે નિરાશાની લાગણી પેદા કરી શકે છે. હકીકતમાં મંગળ અને શનિ પરસ્પર વિરોધી ગુણો ધરાવનાર ગ્રહો છે. મંગળને ઉતાવળે , જોશપૂર્વક અને ઝડપથી કાર્યો પૂર્ણ કરવા...

મકર રાશિમાં છ ગ્રહોનો જમાવડો – ફેબ્રુઆરી ૨૦૨૧

છબી
  આજે ફેબ્રુઆરી 9 , 2021 ના રોજ રાત્રે 20.32 કલાકે ચંદ્ર મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ મકર રાશિમાં છ ગ્રહો - સૂર્ય , ચંદ્ર , બુધ , ગુરુ , શુક્ર અને શનિની (પ્લુટોનો સમાવેશ કરતાં સાત ગ્રહો) યુતિ સર્જાશે. છાયા ગ્રહો રાહુ-કેતુને બાદ કરતાં ફક્ત મંગળ આ છ ગ્રહોનાં જમાવડાંથી બહાર મેષ રાશિમાં રહીને બળવાન બનેલો છે. જો કે મંગળ સહિત બધાં જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જતાં હોવાથી કાળસર્પયોગની રચના થઈ રહી છે. બધાં જ ગ્રહો રાહુ અને કેતુના નિયંત્રણ હેઠળ આવી ગયાં છે. એટલું જ નહિ , રાહુ મકર રાશિ પર દ્રષ્ટિ કરીને આ સમગ્ર યુતિને પ્રભાવિત કરી રહ્યો છે. એક નવ વ્યક્તિની ક્ષમતા ધરાવતી હોડીમાં બેઠેલ નવ વ્યક્તિઓ પૈકી છ વ્યક્તિઓ હોડીના એક જ ખૂણામાં ભેગા થઈને બેસે તો શું થાય ? સ્વાભાવિક રીતે જ હોડી પલટી મારી જાય. બસ , આવું જ કંઈક અસંતુલન ગ્રહોની દુનિયામાં રચાવાં જઈ રહ્યું છે. પરિણામે આપણે સૌ કોઈ જીવનમાં અસંતુલન કે અસ્થિરતાનો અનુભવ કરી શકીએ છીએ. રાહુ મન:સ્થિતિ પર અસર કરનાર ગ્રહ છે અને આવેગમાં આવી જઈને કૃત્ય કરાવી શકે છે. શનિની મકર રાશિનો પ્રભાવ હોવાથી જીવનમાં હતાશા , ઉદાસી , નિરાશા કે ખાલીપાન...

મકર રાશિમાં શનિ માર્ગી (29.09.2020)

જ્યોતિષની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મહત્વની ઘટનાઓ ઘટી છે. એક તો 13 સપ્ટેમ્બરના રોજ ગુરુ મહારાજ ધનુ રાશિમાં માર્ગી બન્યા. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરીને વૃષભ-વૃશ્ચિકમાં પ્રવેશ્યાં. ત્રીજી મહત્વની ઘટના આજે 29 સપ્ટેમ્બર , 2020 ના રોજ સવારે 10.43 કલાકે ઘટી કે જ્યારે શનિ મહારાજ મકર રાશિમાં માર્ગી થયાં. આ એક સકારાત્મક સમયની શરૂઆત કહી શકાય. હાલ ગુરુ અને શનિ બંને પોતાની સ્વરાશિઓ અનુક્રમે ધનુ અને મકરમાં રાહુ-કેતુના પાપ પ્રભાવથી મુક્ત થઈને માર્ગી ભ્રમણ કરી રહ્યાં છે. વળી રાહુ-કેતુ પણ પોતાની ઉચ્ચ રાશિઓ વૃષભ-વૃશ્ચિકમાં ભ્રમણ કરી રહ્યાં છે. ધીમી ગતિના ગ્રહોનું સ્વ/ઉચ્ચ રાશિ ભ્રમણ ધીમી પરંતુ મક્કમ ગતિએ પરિસ્થિતિમાં સુધાર અને સકારાત્મકતા લાવશે. કાચબાભાઈ ધીમે-ધીમે અને ઠચૂક-ઠચૂક ચાલીને પણ હરીફાઈ જીતશે જ એ વિશ્વાસ રાખજો! આ સમય એક તક છે કે જ્યારે આપણે આપણાં સપનાની ઈમારત માટે મજબૂત પાયો ચણવાની શરૂઆત કરી શકીએ છીએ.   મે 2020થી વક્રી બનેલો શનિ આજે સ્વરાશિ મકરમાં 1 અંશે માર્ગી બન્યો છે. પોતના ભાવ મકરથી મીન , કર્ક અને તુલા રાશિ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. શનિ એ આપણે ભૂતકાળમ...

શનિના મકર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
જ્યોતિષ જગત માટે મોટી અને મહત્વની કહી શકાય તેવી ઘટના ૨૪ જાન્યુઆરીના રોજ ઘટવા જઈ રહી છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ સવારે ૦૯.૫૧ કલાકે શનિ મહારાજ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. કર્મનું ફળ પ્રદાન કરનાર ન્યાયના દેવતા અને દંડાધિકારી એવાં શનિ મહારાજ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. બધાં ગ્રહોમાં શનિ સૌથી લાંબા સમય સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે. આથી શનિ નું રાશિ પરિવર્તન સતત અઢી વર્ષ સુધી સુખ કે દુ:ખ આપનારું બની રહેતું હોવાથી મહત્વનું બને છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરતો શનિ અહીં ૨૯ એપ્રિલ , ૨૦૨૨ સુધી ભ્રમણ કરશે. ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. ફરી વક્રી થઈને ૧૨ જૂલાઈ , ૨૦૨૨ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. અંતે ૧૭ જાન્યુઆરી , ૨૦૨૩ના રોજ શનિ મકર રાશિમાંથી અંતિમ વિદાય લઈને કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ત્રણ વખત વક્રી બનશે. આ ઉપરાંત મકર રાશિમાં ભ્રમણ દરમિયાન શનિ ગુરુ સાથે જોડાણ પણ કરશે. શનિના ગોચર ભ્રમણની તારીખો જાન્યુઆરી ૨૪ , ૨૦૨૦ – મકર રાશિ પ્રવેશ એપ્રિલ ૨૯ , ૨૦૨૨ – કુંભ રાશિ પ્રવેશ જૂલાઈ ૧૨ , ૨૦૨૨ – મકર રાશિ પ્રવેશ જાન...

વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય

આજે ઓક્ટોબર 20 , 2017 ના રોજ નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. વિક્રમ સંવત 2074નું આ વર્ષ બારેય રાશિઓ/જન્મલગ્ન માટે કેવું રહેશે તે જોઈએ.   અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 1. મેષ (અ , લ , ઈ) વર્ષારંભે આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. તા.26.10.2017ના રોજ અઢી વર્ષથી ચાલી રહેલી શનિની નાની પનોતીમાંથી મુક્તિ મળશે. ત્યારબાદનો સમય અનુકૂળ રહે. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો અનુભવ થાય. આ વર્ષ દરમિયાન જીવનમાં કારકિર્દી કરતાં સંબંધો વધુ અગત્યનાં બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. લગ્નજીવનની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. વ્યાવસાયિક ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહે. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિ બાબતે પ્રશ્નો ઉભાં ન થાય તેની કાળજી રાખવી. અધૂરાં દસ્તાવેજો કે ગેરકાનૂની બાંધકામ ધરાવતી સંપતિ ખરીદવાથી દૂર રહેવું. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાનો અનુભવ થઈ શકે છે. ઘર અને કામના સ્...