પોસ્ટ્સ

જૂન, 2026 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વૃશ્ચિકમાં નીચનો ચંદ્ર: આંતરિક પરિવર્તનનો સમય (૨૬ જૂનથી ૨૯ જૂન ૨૦૨૬)

છબી
૨૬ જૂન, ૨૦૨૬ના બપોરે ૧૨:૩૫ કલાકે ચંદ્ર મહારાજે પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કર્યો છે. અહીં ચંદ્ર ૨૯ જૂન, ૨૦૨૬ના મધ્યરાત્રિ પછી ૦૧:૧૦ કલાક સુધી ગોચર ભ્રમણ કરશે. ચંદ્રનું આ ભ્રમણ જ્યોતિષની સુંદર જટિલતાને સમજાવે છે. હાલ ચંદ્રના સ્વામિત્વવાળી કર્ક રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર  આ ત્રણ ગ્રહો સરસ્વતી યોગનું નિર્માણ કરીને ગોચર કરી રહ્યા છે. ચંદ્ર આ ત્રિગ્રહી યુતિનો ડિસ્પોઝીટર બનીને વૃશ્ચિક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. પરંતુ નીચનો હોવા છતાં આ ચંદ્ર પર ગુરુની શુભ દૃષ્ટિ પડી રહી છે. આ એવું છે કે જાણે ચંદ્ર વૃશ્ચિક રાશિની ગાઢ અને અંધારી ગુફામાં પ્રવેશ્યો છે, પરંતુ તેના હાથમાં ગુરુરૂપી દિવો છે, જે તેને માર્ગદર્શન આપી રહ્યો છે. ચંદ્ર મન અને લાગણીઓનો કારક ગ્રહ છે. વૃશ્ચિક રાશિ રહસ્ય, ઊંડાણ, પરિવર્તન અને આંતરિક શોધની રાશિ છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિકમાં નીચ અવસ્થામાં હોય ત્યારે: મન વધુ સંવેદનશીલ બની શકે છે. જૂની લાગણીઓ અને ભૂતકાળના ઘાવ ફરી સપાટી પર આવી શકે છે. છુપાયેલી બાબતોને સમજવાની ક્ષમતા વધી શકે છે. દરેક ઘટના અને પરિસ્થિતિના ઊંડાણમાં જવાની વૃત્તિ વધી શકે છે. આ સમય આંતરિ...

ગુરુ: અખૂટ આશાવાદ

છબી
નવ ગ્રહોમાં ગુરુ મહારાજ એ આપણી ભીતર રહેલો અખૂટ આશાવાદ છે. ગુરુ એ દેવોના ગુરુ છે એટલે દેવોની સૌથી નજીક છે. તેથી જ્યારે સૌથી વધુ જરૂર હોય એટલે કે સંકટ સમયે ગુરુ મહારાજ જ દૈવીય કૃપા વરસાવી શકે છે.  ગુરુ એ વિસ્તરણનો કારક ગ્રહ છે. જ્યારે અન્ય ગ્રહો આપણને મર્યાદાઓ અને વાસ્તવિકતાનો પરિચય આપે છે, ત્યારે ગુરુ આપણને ક્ષિતિજ તરફ નજર ઊંચી રાખવાની હામ આપે છે. તે આપણા મનની દ્રષ્ટિનું વિસ્તરણ કરે છે અને આપણને યાદ અપાવે છે કે એક ખરાબ પ્રકરણનો મતલબ એ નથી કે આખી કથા પૂર્ણ થઈ ગઈ. ગુરુનો આશાવાદ એ કોઈ કાલ્પનિક દુનિયામાં જીવવું કે વાસ્તવિકતાથી દૂર ભાગવું એવું નથી. આશાવાદનો અર્થ પરાણે ઉત્સાહ બતાવવો કે સત્યને નકારવું એવો થતો નથી. આશાવાદીઓ નકારાત્મક ઘટનાઓનો સ્વીકાર ચોક્કસ કરે છે, પરંતુ તેઓ તેને કામચલાઉ અને ચોક્કસ પરિસ્થિતિ પૂરતી મર્યાદિત જોવે છે. તેઓ રચનાત્મક અને વાસ્તવિક રીતે વિચારે છે અને તણાવપૂર્ણ સમસ્યાઓનો સામનો કરવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખે છે.  શુભ ગુરુ એ આપણી ભીતર રહેલી શ્રદ્ધા છે કે ઈશ્વર હંમેશા આપણી સાથે જ છે અને જે પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. ગુરુ એ ઈશ્વરે ઘડેલી યોજન...

સૂર્યના મિથુન રાશિ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ (2026)

15 જૂન , 2026 ના રોજ સૂર્ય વૃષભ રાશિમાંથી નીકળીને 16 જુલાઈ , 2026 સુધી મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. આ સાથે જ વૃષભ રાશિમાં શનિ મહારાજની દ્રષ્ટિના દબાણ અને વિલંબથી હવે સૂર્ય મુક્ત થશે. હાલમાં કુંભમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ્ટિ સૂર્ય પર પડશે. 22 જૂન સુધી સૂર્ય મિથુન રાશિમાં બુધ સાથે યુતિમાં રહીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. સૂર્યનું આ ભ્રમણ ગતિશીલ તેમજ માનસિક અને વૈચારિક ઉર્જામાં વૃદ્ધિ કરનારું બની રહે. બુદ્ધિ અને વિચારો પ્રભાવશાળી બને.  આ સમય દરમિયાન મીડિયા , લેખન અને કમ્યુનિકેશન સંબંધી બાબતો સક્રિય બની શકે છે. સૂર્યના મિથુન ભ્રમણ દરમિયાન મીડિયામાં થઈ રહેલી અતિશયોક્તિ કે ખોટી અફવાઓ અને સમાચારોથી સાવધ રહેવું. વિચારોમાં વહેમ કે ભ્રમને ન આવવા દેવા અને સત્ય હકીકતની ખરાઈ કરવી. વાણી અને વિચારોની ઉર્જાને નકારાત્મક બાબતોમાં વેડફવા કરતાં યોગ્ય આયોજન કરવામાં અને બૌદ્ધિક કાર્યો કરવામાં ઉપયોગ કરવો. નીચે બાર જન્મરાશિઓ/જન્મલગ્નોને સૂર્યનું મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે વર્ણવેલ છે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીના ગ્રહો , દશા...