કેતુ અને શ્રી ગણેશજી
VedSutra, CC BY-SA 4.0 , via Wikimedia Commons શ્રી ગણેશજી ને જ્યોતિષમાં કેતુ ગ્રહના દેવતા માનવામાં આવે છે. કેતુ એક રહસ્યમય છાયા ગ્રહ છે જે મસ્તકવિહીન છે. કેતુ ફક્ત ધડ ધરાવે છે , મસ્તક નહિ. ગણેશજી પણ મસ્તકવિહીન છે. હાથીનું મસ્તક એ તેમનું પોતાનું મસ્તક નથી. હાથીનું મસ્તક એ તો શાણપણનું પ્રતીક છે. સર્વે પ્રાણીઓમાં હાથી એ સૌથી વધુ શાણપણ અને સમજદારી ધરાવતું પ્રાણી છે. મસ્તક નથી એટલે વિચાર નથી. મસ્તક નથી એટલે અહમ નથી. અહમ અને વિચારો મસ્તકમાં ઉદ્ભવે છે. આથી જ જ્યારે આપણે શ્રી ગણેશજીના મંદિરમાં જઈએ છીએ ત્યારે પરમ શાંતિનો અનુભવ કરીએ છીએ. વિચારશૂન્ય હોઈએ ત્યારે જ ધ્યાન લાગી શકે. અહમનો નાશ થાય ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. કેતુ એ આપણાં જીવનમાં વિઘ્નો પેદા કરનાર ગ્રહ છે. જ્યારે ગણેશજી એ વિઘ્નહર્તા છે. કેતુએ પેદા કરેલાં વિઘ્નોને હરી લે છે! કેતુ આપણાં જીવનમાં એવાં કોઈ વિઘ્નો પેદા કરતો નથી કે જેની ગણેશજી દ્વારા આધ્યાત્મિક મંજૂરી મળી ન હોય અને ગણેશજી ત્યાં સુધી એવાં કોઈ વિઘ્નો દૂર કરતાં નથી કે જ્યાં સુધી કેતુ મહારાજ મંજૂરી ન આપે! કેતુ અને શ્રી ગણેશજી બંને કદમ સાથે કદમ મિલાવીને કામ કરે છે. કેતુ ...