સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં 2079, ઈ.સ 2022-2023
નમસ્તે મિત્રો, સંદેશ પંચાંગ વિ.સં ૨૦૭૯, ઈ.સ.૨૦૨૨-૨૦૨૩માં આપ મારો ‘વિપરીત રાજયોગ : સંઘર્ષ બાદ સફળતા’ લેખ વાંચી શકશો. જન્મકુંડળીમાં ૬, ૮ અને ૧૨ ભાવો નકારાત્મક ગણાય છે. નકારાત્મક બાબતોનો નિર્દેશ કરતાં આ ભાવોના અધિપતિઓ પણ વિપરીત રાજયોગની રચના કરી શકે છે તેમજ સુખ-સમૃદ્ધિ પ્રદાન કરી શકે છે. ઘણીવાર વિપરીત રાજયોગ વગર પરિશ્રમે (ઉ.દા. લોટરી, સટ્ટા, જુગાર, દટાયેલું ગુપ્ત ધન, વસીયત વગેરે દ્વારા) અન્ય રાજયોગ કરતાં પણ વધુ ધન-સમૃદ્ધિ તેમજ યશ પ્રદાન કરનાર હોય છે. પ્રસ્તુત લેખમાં વિપરીત રાજયોગ વિશે વિગતે જાણકારી મેળવી શકશો. આભાર
ટિપ્પણીઓ