દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ રોહિણી-શકટ ભેદન કરે ત્યારે પૃથ્વી પર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય. કહેવાય છે કે આ યોગ રાજા દશરથના સમયમાં આવનાર હતો. જ્યારે જ્યોતિષીઓએ રાજા દશરથને આ વિશે જણાવ્યું તો પ્રજાને બચાવવા માટે મહારાજ દશરથ પોતાના વિશેષ રથ દ્વારા આકાશ માર્ગે નક્ષત્રમંડળ પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યુ. શનિદેવ તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે હે શનિદેવ! પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો’. શનિદેવ પ્રસન્ન હતાં અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે-સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહિ પડે.  


નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ
નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ૧॥

નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ
નમો વિશાલનેત્રાય શુષ્કોદર ભયાકૃતે ૨॥

નમ: પુષ્કલગોત્રાય સ્થૂલરોમ્ણેથ વૈ નમ:
નમ: દીર્ઘાય શુષ્કાય કાલદષ્ટ્ર નમોસ્તુતે ૩॥

નમસ્તે કોટરાક્ષાય દુર્નિરીક્ષ્યાય વૈ નમ:
નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને ૪॥

નમસ્તે સર્વભક્ષાય બલીમુખ નમોસ્તુ તે
સૂર્યપુત્ર નમસ્તેસ્તુ  ભાસ્કરેભયદાય ૫॥

અધોદૃષ્ટે: નમસ્તેસ્તુ સંવર્તક નમોસ્તુ તે
નમો મન્દગતે તુભ્યં નિસ્ત્રિંશાય નમોસ્તુતે ૬॥

તપસા દગ્ધદેહાય નિત્યં યોગરતાય ચ
નમો નિત્યં ક્ષુધાર્તાય અતૃપ્તાય ચ વૈ નમ: ૭॥

જ્ઞાનચક્ષુર્નમસ્તેસ્તુ કશ્યપાત્મજ સૂનવે
તુષ્ટો દદાસિ વૈ રાજ્યં રુષ્ટો હરસિ તત્ક્ષણાત ૮॥

દેવાસુરમનુષ્યાશ્ચ સિદ્ધવિદ્યાધરોરગા:
ત્વયા વિલોકિતા: સર્વે નાશં યાન્તિ સમૂલત: ૯॥

પ્રસાદં કુરું મે દેવ વારાહોહમુપાગત:
એવં સ્તુતસ્તદ સૌરિર્ગ્રહરાજો મહાબલ: ૧૦॥

www.VinatiAstrology.com 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર