પોસ્ટ્સ

મે, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુના વૃષભ ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
 આ વર્ષે ૧૭ મે, ૨૦૧૨ના રોજ પ્રાત:કાળ ૯.૩૭ કલાકે ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અહીં ગુરુ ૩૦ મે, ૨૦૧૩ સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન ૪ ઓક્ટોબર, ૨૦૧૨થી ૩૦ જાન્યુઆરી, ૨૦૧૩ સુધી વક્રી રહેશે. નવ ગ્રહોમાં ગુરુને સૌથી શુભ, સૌમ્ય અને સાત્વિક ગ્રહ ગણવામાં આવે છે. જ્ઞાન અને ડહાપણનો ભંડાર એવા ગુરુની એક રક્ષક તરીકે વિશિષ્ટ ઓળખાણ છે. ગુરુ અને શનિ જેવા મોટા અને ધીમી ગતિના ગ્રહો જયારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેમનો પ્રભાવ ધીરે ધીરે પરંતુ લાંબા સમય સુધી અનુભવાય છે. વૃષભ રાશિમાં ગુરુનુ ગોચર ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે તે જોઈએ . અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે. મેષ (અ, લ, ઈ)  મેષ રાશિને ગુરુ દ્વિતીય સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આર્થિક તથા કૌટુંબિક બાબતો માટે આ સમય લાભદાયી બની રહે. નાણાકીય આવકમાં વધારો થાય. વ્યવસાયમાં નફામાં વધારો થઈ શકે છે. આવકમાં વધારો થવાથી ખુશીથી દાન-ધર્માદા પાછળ નાણાનો ઉપયોગ થાય. ઉધાર