સમગ્ર સૃષ્ટિનું નિર્માણ પંચતત્વોથી થયેલું છે. આ પાંચ તત્વો અગ્નિ , પૃથ્વી , વાયુ , જળ અને આકાશ છે. વૈદિક જ્યોતિષમાં પંચતત્વો મુજબ બાર રાશિઓને ત્રણ-ત્રણ રાશિના બનેલા એવાં ચાર સમૂહમાં વિભાજીત કરવામાં આવી છે. 1. અગ્નિતત્વ: મેષ , સિંહ , ધનુ 2. પૃથ્વીતત્વ: વૃષભ , કન્યા , મકર 3. વાયુતત્વ: મિથુન , તુલા , કુંભ 4. જળતત્વ: કર્ક , વૃશ્ચિક , મીન આકાશતત્વ સર્વવ્યાપી છે અને દરેક રાશિમાં સમાયેલું છે. આ પંચતત્વોથી માનવ શરીરનું નિર્માણ થયું છે અને આ પંચતત્વો જ માનવ સ્વભાવની પ્રકૃતિ નક્કી કરે છે. રાશિઓ સાથે જોડાયેલાં તત્વ વિલક્ષણ વ્યક્તિત્વ , ગુણ-દોષ , ભાવનાઓ અને વ્યવહારનો નિર્દેશ કરે છે. જ્યોતિષનો હેતુ વ્યક્તિત્વમાં રહેલાં સકારાત્મક ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નકારાત્મક ગુણોને ઓળખીને તેને દૂર કરવાનો છે. તત્વોના આધારે રાશિઓની પરસ્પર મિત્રતા અને શત્રુતા પત્યેક રાશિના તત્વના આધારે બારેય રાશિઓમાં પરસ્પર મિત્રતા અને શત્રુતાનો વિચાર કરવામાં આવે છે. સમાન શીલે વ્યસનેષુ સખ્યમ અર્થાત જેમનાં શીલ અથવા વ્યસન સરખાં છે તેમની વચ્ચે મિત્રતા થાય છે. આ સૂત્ર અનુસાર સમાન તત્વ ધરાવતી રાશિ...