મકર રાશિમાં શનિ માર્ગી (29.09.2020)
જ્યોતિષની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મહત્વની ઘટનાઓ ઘટી છે. એક તો 13 સપ્ટેમ્બરના રોજ ગુરુ મહારાજ ધનુ રાશિમાં માર્ગી બન્યા. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરીને વૃષભ-વૃશ્ચિકમાં પ્રવેશ્યાં. ત્રીજી મહત્વની ઘટના આજે 29 સપ્ટેમ્બર , 2020 ના રોજ સવારે 10.43 કલાકે ઘટી કે જ્યારે શનિ મહારાજ મકર રાશિમાં માર્ગી થયાં. આ એક સકારાત્મક સમયની શરૂઆત કહી શકાય. હાલ ગુરુ અને શનિ બંને પોતાની સ્વરાશિઓ અનુક્રમે ધનુ અને મકરમાં રાહુ-કેતુના પાપ પ્રભાવથી મુક્ત થઈને માર્ગી ભ્રમણ કરી રહ્યાં છે. વળી રાહુ-કેતુ પણ પોતાની ઉચ્ચ રાશિઓ વૃષભ-વૃશ્ચિકમાં ભ્રમણ કરી રહ્યાં છે. ધીમી ગતિના ગ્રહોનું સ્વ/ઉચ્ચ રાશિ ભ્રમણ ધીમી પરંતુ મક્કમ ગતિએ પરિસ્થિતિમાં સુધાર અને સકારાત્મકતા લાવશે. કાચબાભાઈ ધીમે-ધીમે અને ઠચૂક-ઠચૂક ચાલીને પણ હરીફાઈ જીતશે જ એ વિશ્વાસ રાખજો! આ સમય એક તક છે કે જ્યારે આપણે આપણાં સપનાની ઈમારત માટે મજબૂત પાયો ચણવાની શરૂઆત કરી શકીએ છીએ. મે 2020થી વક્રી બનેલો શનિ આજે સ્વરાશિ મકરમાં 1 અંશે માર્ગી બન્યો છે. પોતના ભાવ મકરથી મીન , કર્ક અને તુલા રાશિ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. શનિ એ આપણે ભૂતકાળમાં ક