પોસ્ટ્સ

સ્તોત્ર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

છબી
આદિત્ય હ્રદય સ્તોત્ર સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે. વાલ્મીકી રામાયણમાં અગત્સ્ય ઋષિએ ભગવાન શ્રીરામને આદિત્ય હ્રદય સ્તોત્રથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી. અગત્સ્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રીરામે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કર્યો અને રાવણનો વધ કરી શક્યા. આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની   દિશામાં લઈ જઈ શકાય છે. ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે. આ સ્તોત્રમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.   નિયમિત આ સ્તોત્રના પાઠ કરવાથી સૂર્યના ગુણો આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ થઈ શકે છે. રોગોનો નાશ થઈને સ્વસ્થ-તંદુરસ્ત જીવન જીવવામાં સહાય મળે છે. માનસિક શાંતિ , ધ્યાન અને સ્થિરતાનો અનુભવ કરી શકાય છે. ॥ વિનિયોગ ॥ ૐ અસ્ય આદિત્ય હૃદયસ્તોત્રસ્યાગસ્ત્યઋષિરનુષ્ટુપછન્દઃ , આદિત્યહૃદયભૂતો ભગવા‌ન્‌ બ્રહ્મા દેવતા નિરસ્તાશેષવિઘ્નતયા બ્રહ્મવિદ્યાસિદ્ધૌ સર્વત્ર જયસિદ્ધૌ ચ વિનિયોગ : । ॥ ઋષ્યાદિન્યાસ ॥ ૐ અગસ્ત્યઋષયે નમઃ , શિરસિ । અનુષ્ટુપ્‌ છન્દસે નમઃ , મુખ...

શ્રી શનૈશ્ચર સ્તવરાજ સ્તોત્ર

છબી
શનિ એ કાર્મિક ગ્રહ છે. ગત જન્મોના કર્મના આધારે આ જન્મમાં શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. કર્મફળદાતા હોવાથી કુંડળીમાં શનિની સ્થિતિ , દશા , ગોચર વગેરે મહત્વના બની જાય છે. શનિદેવ જો શુભ ફળ આપે તો જીવનમાં અવરોધ અને કષ્ટનો અનુભવ ઘટી જાય છે. આથી શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ ભવિષ્યપુરાણમાં " શનૈશ્ચરસ્તવરાજ" આપેલ છે. તેનાં આચાર્ય ઋષિ સિન્ધુદ્વીપ છે તથા ગાયત્રીછંદમાં તેની રચના થયેલી છે. આપો તેનાં દેવતા છે. શનિદેવની કૃપા પ્રાપ્તિ હેતુ આ પાઠ કરવાનું પ્રયોજન છે. સંસ્કૃત ભાષાનો આ સ્તોત્ર એક પ્રકારે શનિ મહારાજની પ્રશંસા છે. તેમાં શ્લોક ૬થી લઈને ૧૯ સુધીમાં શનિદેવના ૧૦૮ નામ સમાયેલાં છે. સૌરિ , શનૈશ્ચર , કૃષ્ણ , નિલોત્પલનિભ વગેરેથી લઈને ક્રિયાસિન્ધુ , નીલાંજ્જનચયચ્છવિ , સર્વરોગહરદેવ , સિદ્ધ-દેવગણસ્તુત સુધી અષ્ટોત્તરશતનામાવલિ સમાયેલી છે. જે કોઈ શ્રદ્ધા અને સમર્પણ સાથે આ સ્તોત્રના પાઠ કરે છે તે શનિદેવના આશીર્વાદ પામે છે. શનિજનીત પીડાઓ દૂર થાય છે અને દરેક પ્રકારના રોગ , દુ:ખ-દર્દ , ભય તેમજ અનિષ્ટોનો નાશ થાય છે. ધન , ઐશ્વર્ય , સંતાન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. શનિવારના રોજ આ સ્તોત્રના પાઠ કરવાં વિશ...

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

છબી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ રોહિણી-શકટ ભેદન કરે ત્યારે પૃથ્વી પર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય. કહેવાય છે કે આ યોગ રાજા દશરથના સમયમાં આવનાર હતો. જ્યારે જ્યોતિષીઓએ રાજા દશરથને આ વિશે જણાવ્યું તો પ્રજાને બચાવવા માટે મહારાજ દશરથ પોતાના વિશેષ રથ દ્વારા આકાશ માર્ગે નક્ષત્રમંડળ પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યુ. શનિદેવ તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે ‘ હે શનિદેવ! પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો ’. શનિદેવ પ્રસન્ન હતાં અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે-સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહિ પડે.   નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ । નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ॥ ૧॥ નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિ...

શ્રી શનિ સ્તોત્ર

છબી
શ્રી શનિ સ્તોત્રના પાઠ કરવાથી શનિની સાડાસાતી તેમજ નાની પનોતીમાં માનસિક શાંતિ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે. ભાગ્યમાં વૃદ્ધિ તેમજ ઉન્નતિનો લાભ મળે છે. આ સ્તોત્રના નિયમિત પાઠથી શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.   દશરથ ઉવાચ કોણોન્તકો રૌદ્રયમોથ બભ્રુ: શનિ: પિંગલમન્દસૌરિ: । નિત્યં સ્મૃતો યો હરતે ચ પીડાં તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૧ ॥ સુરાસુરા: કિં પુરુષોરગેન્દ્રા ગન્ધર્વવિદ્યાધરપન્નગાશ્ચ । પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૨॥ નરા નરેન્દ્રા: પશવો મૃગેન્દ્રા: વન્યાશ્ચ યે કીટપતંગભૃંગા: । પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૩॥ દેશાશ્ચ દુર્ગાણિ વનાનિ યત્ર સેનાનિવેશા: પુરપત્તનાનિ । પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૪ ॥ તિલૈર્યવૈર્માષગુડાન્નદાનૈર્લોહેન નીલામ્બરદાનતો વા । પ્રીણાતિ મંત્રૈર્નિજવાસરે ચ તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૫॥ પ્રયાગકૂલે યમુનાતટે ચ સરસ્વતીપુ ણ્ય જલે ગુહાયામ । યો યોગિનાં ધ્યાનગતોપિ સૂક્ષ્મસ્તમૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૬॥ અન્યપ્રદેશાત્સ્વગૃહં પ્રવિષ્ટસ્તદીયવારે સ નર: સુખ...