શ્રી શનૈશ્ચર સ્તવરાજ સ્તોત્ર

શનિ એ કાર્મિક ગ્રહ છે. ગત જન્મોના કર્મના આધારે આ જન્મમાં શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. કર્મફળદાતા હોવાથી કુંડળીમાં શનિની સ્થિતિ, દશા, ગોચર વગેરે મહત્વના બની જાય છે. શનિદેવ જો શુભ ફળ આપે તો જીવનમાં અવરોધ અને કષ્ટનો અનુભવ ઘટી જાય છે. આથી શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ ભવિષ્યપુરાણમાં "શનૈશ્ચરસ્તવરાજ" આપેલ છે. તેનાં આચાર્ય ઋષિ સિન્ધુદ્વીપ છે તથા ગાયત્રીછંદમાં તેની રચના થયેલી છે. આપો તેનાં દેવતા છે. શનિદેવની કૃપા પ્રાપ્તિ હેતુ આ પાઠ કરવાનું પ્રયોજન છે. સંસ્કૃત ભાષાનો આ સ્તોત્ર એક પ્રકારે શનિ મહારાજની પ્રશંસા છે. તેમાં શ્લોક ૬થી લઈને ૧૯ સુધીમાં શનિદેવના ૧૦૮ નામ સમાયેલાં છે. સૌરિ, શનૈશ્ચર, કૃષ્ણ, નિલોત્પલનિભ વગેરેથી લઈને ક્રિયાસિન્ધુ, નીલાંજ્જનચયચ્છવિ, સર્વરોગહરદેવ, સિદ્ધ-દેવગણસ્તુત સુધી અષ્ટોત્તરશતનામાવલિ સમાયેલી છે. જે કોઈ શ્રદ્ધા અને સમર્પણ સાથે આ સ્તોત્રના પાઠ કરે છે તે શનિદેવના આશીર્વાદ પામે છે. શનિજનીત પીડાઓ દૂર થાય છે અને દરેક પ્રકારના રોગ, દુ:ખ-દર્દ, ભય તેમજ અનિષ્ટોનો નાશ થાય છે. ધન, ઐશ્વર્ય, સંતાન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. શનિવારના રોજ આ સ્તોત્રના પાઠ કરવાં વિશેષ શુભ છે.


શનૈશ્ચરસ્તવરાજ:

અસ્ય શ્રી શનૈશ્ચરસ્તવરાજસ્ય સિન્ધુદ્વીપ ઋષિ:

ગાયત્રીછન્દ:

આપો દેવતા શનૈશ્ચરપ્રીત્યર્થં જપે વિનિયોગ:

નારદ ઉવાચ  

ધ્યાત્વા ગણપતિં રાજા ધર્મરાજો યુધિષ્ઠિર:  

ધીર: શનૈશ્ચરસ્યેમં ચકાર સ્તવમુત્તમમ્‌ ૧॥

શિરો મે ભાસ્કરિ: પાતુ ભાલં છાયસુતોSવતુ

કોટરાક્ષૌ દૃશૌ પાતુ શિખિક્ણ્ઠનિભ: શ્રુતી ૨॥

ઘ્રાણં મે ભીષણ: પાતુ મુખં બલિમુખોSવતુ

સ્કોન્ધૌ સંવર્તક: પાતુ ભુજૌ મે ભયદોSવતુ ૩॥

સૌરિર્મે હ્રદયં પાતુ માભિં શનૈશ્ચરોSવતુ

ગ્રહરાજ: કટિં પાતુ સર્વતો રવિનન્દન: ૪॥

પાદૌ મન્દગતિ: પાતુ કૃષ્ણ: પાત્વ ખિલં વપુ:

રક્ષામેતાં પઠેન્નિત્યં સૌરેર્નામબલૈર્યુતામ ૫॥   

સુખી પુત્રી ચિરાયુશ્ચ સ ભવેન્નાયં સંશય: । 

સૌરિ: શનૈશ્ચર: કૃષ્ણો નિલોત્પલનિભ: શનિ: ૬॥

શુષ્કોદરો વિશાલાકક્ષો દુર્નિરીક્ષ્યો બિભિષણ:

શિતિકણ્ઠનિભો નીલશ્છાયાહ્રદયનન્દન: ૭॥

કાલદૃષ્ટિ: કોટરાક્ષ: સ્થૂલરોમા વલીમુખ:

દીર્ઘો નિર્માસગાત્રસ્તુ શુષ્કો ઘોરો ભયાનક: ૮॥

નીલાંશુ: ક્રોધનો રૌદ્રો દીર્ઘશ્મશ્રુર્જટાધર:

મન્દો મન્દગતિ: ખંજોSતૃપ્ત: સંવર્તકો યમ: ૯॥

ગ્રહરાજ: કરાલૌ ચ સૂર્યપુત્રો રવિ: શશી

કુજો બુધો ગુરુ: કાવ્યો ભાનુજ: સિંહિકાસુત: ૧૦॥

કેતુર્દેવપતિર્બાહૂ: કૃતાન્તો નૈઋતસ્તથા

શશી મરુત્ કુબેરશ્ચ ઈશાન: સુર આત્મભૂ: ૧૧॥

વિષ્ણુર્હરો ગણપતિ: કુમાર: કામ ઈશ્વર:

કર્તા હર્તા પાલયિતા રાજ્યેશો રાજ્યદાયક: ૧૨॥

છાયાસુત: શ્યામલાંગો ધનહર્તા ધનપ્રદ:

ક્રૂરકર્મ વિધાતા ચ સર્વકર્માવરોધક: ૧૩॥

તુષ્ટો રુષ્ટ: કામરુપ: કામદો રવિનન્દન:

ગ્રહપીડાહર:  શાન્તી નક્ષત્રેશી ગ્રહેશ્વર: ૧૪॥

સ્થિરાસન: સ્થિલગતિર્મહાકાયી મહાબલ:

મહાપ્રભો મહાકાલ: કાલાત્મા કાલકાલક: ૧૫॥

આદિત્યભયદાતા ચ મૃત્યુરાદિત્યનન્દન:

શતભિદ્રુક્ષદયિતા ત્રયોદશિતિથિપ્રિય: ૧૬॥

તિથ્યાત્મા તિથિગણનો નક્ષત્રગણનાયક:

યોગરાશિર્મુહૂર્તાત્મા કર્તા દિનપતિ: પ્રભુ: ૧૭॥

શમીપુષ્પપ્રિય: શ્યામસ્ત્રૈલોક્યાભયદાયક:

નીલવાસા: ક્રિયા સિન્ધુર્નિલાજ્જનચયચ્છવિ: ૧૮॥

સર્વરોગહરો દેવ: સિદ્ધો દેવગણસ્તુત:

અષ્ટોત્તરશતં નામ્નાં સૌરેશ્છાયાસુતસ્ય ય: ૧૯॥

પઠેન્નિત્યં તસ્ય પીડા સમસ્તા નશ્યતિ ધ્રુવમ્

કૃત્વા પૂજાં પઠેન્મર્ત્યો ભક્તિમાન ય: સ્તવં સદા ૨૦॥

વિશેષત: શનિદિને પીડા તસ્ય વિનશ્યતિ

જન્મલગ્ને સ્થિતિર્વાપિ ગોચરે ક્રૂરરાશિગે ૨૧॥

દશાસુ ચ ગતે સૌરે તદા સ્તવમિમં પઠેત્

પૂજ્યેદ્દ: શનિં ભક્ત્યા શમીપુષ્પાક્ષતામ્બરૈ: ૨૨॥

વિધાય લોહપ્રતિમાં નરો દુ:ખાદ્વિમુચ્યેતે

બાધા યાSન્યગ્રહાણાં ચ ય: પઠેત્તસ્ય નશ્યતિ ૨૩॥

ભીતો ભયાદ્વિમૂચ્યેત બદ્ધો મૂચ્યેત બન્ધનાત્

રોગી રોગદ્વિમૂચ્યેત નર: સ્તવમિમં પઠેત્

પુત્રવાન્ ધનવાન્ શ્રીમાન્ જાયતે નાત્ર સંશય: ૨૪॥

નારદ ઉવાચ

સ્તવં નિશમ્ય પાર્થસ્ય પ્રત્યક્ષિSભૂત્ શનૈશ્ચર:

દત્તવા રાજ્ઞે વર: કામં શનિશ્ચાન્તર્દધ્યે તદા ૨૫॥

ઈતિ શ્રીભવિષ્યેપુરાણે શનૈશ્ચરસ્તવરાજ સમાપ્ત:

www.VinatiAstrology.com

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા