પોસ્ટ્સ

પરિવર્તન યોગ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

કન્યા રાશિમાં શુક્ર અને પરિવર્તન યોગ

છબી
આજે 23 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 10.46 કલાકે શુક્ર મહારાજ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ્યા છે. શુક્ર અહીં 17 નવેમ્બર , 2020 સુધી ભ્રમણ કરશે.   શુક્ર એ સમૃદ્ધિ અને વૈભવનો કારક ગ્રહ છે. નીચ રાશિમાં શુક્રનું ભ્રમણ આર્થિક બાબતો માટે પ્રતિકૂળ રહી શકે છે. પ્રેમ અને સંબંધોના કારક શુક્રનું નીચ રાશિ ભ્રમણ લગ્ન કે સગાઈ કરવાં માટે અથવા નવા સંબંધની શરૂઆત કરવાં માટે યોગ્ય ન કહી શકાય. આ સમય આપણાં વર્તમાન સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેને કઈ રીતે મધુર બનાવી શકાય તેનું બૌદ્ધિક વિશ્લેષણ કરવાનો છે. જો કે સંબંધોમાં રહેલાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ સરળ ન રહે. આ સમય નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવાં માટે કે નવા વસ્ત્રો , આભૂષણો અથવા શૃગાંર પ્રસાધનોની ખરીદી માટે પણ શુભ ન કહી શકાય. કન્યા રાશિ કાળપુરુષની કુંડળીનું ષષ્ઠમસ્થાન છે. શુક્રનું કન્યા રાશિમાંથી ભ્રમણ આપણને આરોગ્ય પ્રત્યે વધુ સભાન બનાવી શકે છે. ખાન-પાનની આદતમાં સુધારો લાવી શકાય.   કન્યા રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન તેનાં પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં વક્રી મંગળની અને વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ...

તુલા રાશિમાં બુધ (22.09.2020થી 28.11.2020 સુધી)

22 સપ્ટેમ્બર , 2020 ના રોજ ગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ પોતાનાં પરમ મિત્ર શુક્રની રાશિ તુલામાં પ્રવેશ્યાં છે. મિત્રની રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે અને પોતાના કારક ગુણોનું પરિણામ આપવાં ઉત્સુક હોય છે. બુધનું આ ભ્રમણ નવા સામાજીક સંપર્કો સ્થાપવા માટે , સર્જનાત્મક કે કળાને લગતાં કાર્યો કે પ્રોજેક્ટ પર કામ કરવાં માટે , કોઈ કિંમતી કલાકૃતિની ખરીદી કરવા માટે , કળા કે શોખને લગતી ચર્ચાઓ કરવાં માટે તેમજ વ્યાપારી કરારો કરવાં માટે અનુકૂળ રહે. તુલા રાશિમાં બુધ 28 નવેમ્બર , 2020 સુધી એટલે કે લગભગ બે મહિના સુધી ભ્રમણ કરશે. સામાન્ય રીતે બુધ એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. તુલા રાશિમાં લાંબા ભ્રમણનું કારણ બુધની વક્રી થવાની ઘટના છે. 14 ઓક્ટોબર , 2020 થી 3 નવેમ્બર , 2020 સુધી બુધ વક્રી બનશે. નવ ગ્રહોમાં બુધ એક મેસેન્જરની ભૂમિકામાં છે. જ્યારે વક્રી બને છે ત્યારે આપણાં સંદેશાઓ અટવાઈ જાય છે , સંદેશાઓ ક્યાં તો પહોંચતા નથી અથવા પહોંચે છે તો ગેરસમજ પેદા કરાવે છે , જવાબ મળવામાં વિલંબ થાય છે .  મુલાકાતો પાછી ઠેલાય છે , મુસાફરીમાં વિલંબ થાય છે અથવા મુસાફરીનું આયોજન રદ કરવું પડે છે. આથી બુધના વક્રી...

ગુરુ - શુક્ર પરિવર્તન યોગ - માર્ચ 2018

હાલ 2 માર્ચ , 2018 થી પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર ભ્રમણ કરી રહેલો શુક્ર તુલા રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ સાથે પરિવર્તન યોગ રચી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ એ દેવોના ગુરુ અને શુક્ર એ દાનવોના ગુરુ છે. બંને ગુરુઓ વચ્ચે શત્રુતા છે પરંતુ એ ના ભૂલવું જોઈએ કે આ બે સજ્જનોની શત્રુતા છે. સજ્જનોની શત્રુતામાં વૈચારીક મતભેદો હોઈ શકે પરંતુ ક્રોધ , લડાઈ કે હિંસાને કોઈ સ્થાન હોતું નથી. હાલ આ પરિવર્તન યોગથી કહી શકાય કે બંને એકબીજાના વિચારોને સમજવાની કોશિશ કરી રહ્યા છે !! આ પરિવર્તન યોગ ગુરુની બે રાશિઓ ધનુ અને મીનમાંથી અને શુક્રની બે રાશિઓ વૃષભ અને તુલામાંથી ફક્ત ધનુ રાશિ/લગ્ન માટે શુભ ફળ આપશે. ધનુ માટે મહા પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જયારે શુભ ભાવનાં સ્વામીઓ પરિવર્તન યોગમાં સંકળાયેલાં હોય ત્યારે મહા યોગ રચાય છે. આ શુભ ભાવો ૧ , ૨ , ૪ , ૫ , ૭ , ૯ , ૧૦ અને ૧૧ છે. અન્ય રાશિઓ મીન , વૃષભ અને તુલા માટે દૈન્ય પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જ્યારે પરિવર્તન યોગમાં સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ૬ , ૮ કે ૧૨માં ભાવનો સ્વામી હોય ત્યારે દૈન્ય યોગ રચાય છે. મીન , વૃષભ અને તુલા રાશિ / લગ્ન ધરાવતા જાતકોને...

ગ્રહોનાં સંબંધ

ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે. ૧. યુતિ કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે. આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે. બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમ...