પોસ્ટ્સ

ચંદ્ર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

વૃશ્ચિકમાં નીચનો ચંદ્ર: આંતરિક પરિવર્તનનો સમય (૨૬ જૂનથી ૨૯ જૂન ૨૦૨૬)

છબી
૨૬ જૂન, ૨૦૨૬ના બપોરે ૧૨:૩૫ કલાકે ચંદ્ર મહારાજે પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કર્યો છે. અહીં ચંદ્ર ૨૯ જૂન, ૨૦૨૬ના મધ્યરાત્રિ પછી ૦૧:૧૦ કલાક સુધી ગોચર ભ્રમણ કરશે. ચંદ્રનું આ ભ્રમણ જ્યોતિષની સુંદર જટિલતાને સમજાવે છે. હાલ ચંદ્રના સ્વામિત્વવાળી કર્ક રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર  આ ત્રણ ગ્રહો સરસ્વતી યોગનું નિર્માણ કરીને ગોચર કરી રહ્યા છે. ચંદ્ર આ ત્રિગ્રહી યુતિનો ડિસ્પોઝીટર બનીને વૃશ્ચિક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. પરંતુ નીચનો હોવા છતાં આ ચંદ્ર પર ગુરુની શુભ દૃષ્ટિ પડી રહી છે. આ એવું છે કે જાણે ચંદ્ર વૃશ્ચિક રાશિની ગાઢ અને અંધારી ગુફામાં પ્રવેશ્યો છે, પરંતુ તેના હાથમાં ગુરુરૂપી દિવો છે, જે તેને માર્ગદર્શન આપી રહ્યો છે. ચંદ્ર મન અને લાગણીઓનો કારક ગ્રહ છે. વૃશ્ચિક રાશિ રહસ્ય, ઊંડાણ, પરિવર્તન અને આંતરિક શોધની રાશિ છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિકમાં નીચ અવસ્થામાં હોય ત્યારે: મન વધુ સંવેદનશીલ બની શકે છે. જૂની લાગણીઓ અને ભૂતકાળના ઘાવ ફરી સપાટી પર આવી શકે છે. છુપાયેલી બાબતોને સમજવાની ક્ષમતા વધી શકે છે. દરેક ઘટના અને પરિસ્થિતિના ઊંડાણમાં જવાની વૃત્તિ વધી શકે છે. આ સમય આંતરિ...

ચંદ્ર અને એકલતા

ચંદ્રનું એક નામ છે ‘ વિધુ ’. વિધુ એટલે કે એકલો , એકાંત. પુરાણો અનુસાર ચંદ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સાથે વિવાહ કર્યા હતાં. ૨૭ પત્નીઓ હોવા છતાં ચંદ્ર શાં માટે અને ક્યારે વિધુ એટલે કે એકલો કહેવાયો ? જન્મકુંડળીમાં ચંદ્ર જ્યારે પાપગ્રહોથી દૂષિત કે પીડિત હોય ત્યારે જાતક એકલાંપણું અનુભવે છે. આ ઉપરાંત જ્યારે ચંદ્રની સાથે તેમજ ચંદ્રથી દ્વિતીય અને દ્વાદશભાવમાં કોઈ ગ્રહ ન હોય એટલે કે કેમદ્રુમયોગ થયેલો હોય ત્યારે પણ જાતક એકલતાનો અનુભવ કરે છે. આવાં જાતકોને સમાજ , મિત્રો , સગા-સંબંધીઓ વગેરેના સાથ-સહકાર કે મદદની ઉણપ સાલે છે અને પોતે એકલાં  પડી ગયાની ભાવના અનુભવે છે.

ગ્રહો અને સમયની ગતિ

નવગ્રહોમાં શનિ એ સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. શનિ એ દુ:ખ અને પીડાનો કારક છે. જ્યારે દુ:ખ હોય ત્યારે સમયની ગતિ ધીમી પડી જાય છે. એક મીનિટ પણ એક યુગ જેવી લાગે છે. જ્યારે જ્યોતિષમાં સુખ એ મુખ્યરૂપે ચંદ્રથી જોવાય છે. નવગ્રહોમાં ચંદ્ર એ સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. કોઈ નવાઈની વાત છે કે જ્યારે સુખ હોય ત્યારે સમય ક્યાં જતો રહે છે તેની ખબર પડતી નથી!! એક કલાક જાણે કે એક પળમાં વીતી ગયો હોય એવો અહેસાસ થાય છે.  

ચંદ્ર - મંગળનો લક્ષ્મીયોગ

છબી
જન્મલગ્ન કુંડળીમાં ચંદ્ર અને મંગળના સંબંધથી બનતાં યોગને લક્ષ્મીયોગ અથવા ધનયોગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર-મંગળ યોગ ત્રણ પ્રકારે રચાય છે. ૧. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ એક જ ભાવમાં યુતિમાં રહેલાં હોય . ૨. ચંદ્ર અને મંગળ પરસ્પર એકબીજાં પર દ્રષ્ટિ કરી રહેલાં હોય. અર્થાત ચંદ્રથી સાતમા ભાવમાં મંગળ કે મંગળથી સાતમા ભાવમાં ચંદ્ર રહેલો હોય . ઉદાહરણ તરીકે વૃષભ રાશિમાં ચંદ્ર અને વૃશ્ચિક રાશિમાં મંગળ રહેલો હોય અથવા કર્ક રાશિમાં ચંદ્ર અને મકર રાશિમાં મંગળ રહેલો હોય. ૩. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ પરસ્પર કેન્દ્રભાવમાં રહેલાં હોય. જો કે આ યોગ ઉપર વર્ણવેલ બે યોગ કરતાં નબળો અથવા ઓછું ફળ આપનાર હોય છે. આ ઉપરાંત ચંદ્ર અને મંગળ વચ્ચેનો પરિવર્તનયોગ પણ ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગનું ફળ પ્રદાન કરી શકે છે. ચંદ્ર એ શ્વેત રંગ , શીતળ પ્રકૃતિ , જળતત્વ , સ્ત્રી સ્વભાવ , સત્વગુણ ધરાવનાર ગ્રહ છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. વૃષભ રાશિમાં ઉચ્ચત્વ અને વૃશ્ચિક રાશિમાં નીચત્વ ધારણ કરે છે. ચંદ્ર એ મન અને માતાનો કારક ગ્રહ છે. સૂર્યથી દૂર રહેલો ચંદ્ર પ્રભાવી , બળવાન અને શુભ ગણાય છે. તેથી વિપરિત સૂર્યથી નજ...

Women's Day 2018

છબી
સ્ત્રી સહેલાઈથી રડી શકે છે. એક ક્ષણમાં હસતી સ્ત્રી બીજી જ ક્ષણે આંસુ વહાવતી હોય તેવું બની શકે !! એ ગુસ્સામાં હોય ત્યારે પણ રડે , ખુશ હોય ત્યારે પણ રડે , દુ:ખી હોય ત્યારે પણ રડે અને ઉદાસ હોય ત્યારે પણ રડે ! અશ્રુઓ એ તેની લાગણીઓનું દ્રશ્યસ્વરૂપ છે. સજળ નેત્ર એટલે સ્ત્રી અને સજળ ગ્રહો એટલે ચંદ્ર અને શુક્ર . જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે અને એટલે જ જળતત્વ ધરાવતાં ચંદ્ર અને શુક્ર સ્ત્રી ગ્રહો કહેવાયા છે. સૌમ્યતા , ઋજુતા , લાગણી , સંવેદના , કરુણા , સૌંદર્ય , પ્રેમ , કળા , સંવાદિતા આ બધું જ આ સ્ત્રી ગ્રહોને આભારી છે. શુષ્કતા , ઉગ્રતા , કઠોરતા , લાગણીહીનતા , મહાત્વાંકાક્ષા અને યુદ્ધપ્રિયતા આ બધું જ પુરુષ ગ્રહોનાં ખાતે ગયુ છે. આજના આ દિવસે ચંદ્ર જેવી મધુર શીતળતા અને શુક્ર જેવી સરળ સંવાદિતા સૌને પ્રાપ્ત થાઓ તેવી શુભેચ્છા . Happy Women’s Day !!

Chocolate Day 2018

છબી
શું મીઠી મધુરી ચોકલેટ જોઈને તમારા મોંમાં પાણી આવી જાય છે ? આયુર્વેદના મત મુજબ જો તમારે કોઈ વસ્તુ ચાખવી હોય , તેનો સ્વાદ માણવો હોય તો તેમાં પાણીનો ભાગ હોવો જરૂરી છે. પાણી આપણને પંચેન્દ્રિયોમાંની સ્વાદેન્દ્રિય સાથે જોડે છે. આથી જ જળતત્વ ધરાવતાં શુક્ર અને ચંદ્ર ગ્રહો સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે. (અન્ય ગ્રહો સૂર્ય , મંગળ – દ્રષ્ટિ , બુધ – સૂંઘવુ , શનિ – સ્પર્શ અને ગુરુ – શ્રવણ ઈન્દ્રિયનો નિર્દેશ કરે છે) જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે. જ્યારે તમારી કુંડળીના પ્રમુખ ગ્રહો જળતત્વ રાશિમાં પડ્યા હશે ત્યારે તમે લોકોને ભોજન કરાવીને તેમના માટેની લાગણી પ્રદર્શિત કરવાનું પસંદ કરશો. નવેય ગ્રહોમાં જળતત્વ ધરાવતાં ગ્રહોમાં ચંદ્ર એ માતા છે અને શુક્ર એ પત્ની છે. અથવા તો એમ કહી શકાય કે આ બંને સ્ત્રી ગ્રહો હોવાથી દુનિયાભરની સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે. હવે સમજાય છે કે શાં માટે તમારી માતા/પત્ની હંમેશા તમે જમ્યા કે નહિ તેની ચિંતા કરે છે ? શાં માટે તમને ભાવતી વિવિધ વાનગીઓ બનાવીને આગ્રહપૂર્વક જમાડે છે ? આ તેમની પ્રેમ પ્રદર્શિત કરવાની અને તમારી સાથે પ્રેમની ઊંડાણભરી લાગણીથી જોડાવાની ...

ચાંદ્રમાસના નામ અને અધિક માસ

શું આપ જાણો છો કે આપણાં મહિનાઓના નામ કઈ રીતે પાડવામાં આવ્યાં છે ? શુક્લ અને કૃષ્ણ પક્ષની 15–15 તિથિઓ મળીને કુલ 30 તિથિનો એક મહિનો બને છે. આ મહિનો ચાંદ્રમાસ તરીકે ઓળખાય છે. દરેક ચાંદ્રમાસને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. આ નામ જે-તે માસની પૂનમના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે પરથી આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જો પૂનમના દિવસે ચંદ્ર ‘ ચિત્રા ’ નક્ષત્રમાં સ્થિત હોય તો તે મહિનો ‘ ચૈત્ર ’ કહેવાય છે. એ જ રીતે ‘ વિશાખા ’ નક્ષત્રમાં હોય તો તે મહિનો ‘ વૈશાખ ’ તરીકે ઓળખાય છે વગેરે વગેરે. સમય જતાં આ પદ્ધતિમાં સ્થૂળતા આવતાં ચાંદ્રમાસના નામો સૂર્ય રાશિ આધારિત રાખવામાં આવેલ છે. દરેક માસની અમાવસ્યા પૂર્ણ  થાય કે તરત જ બીજા માસની શુક્લ પ્રતિપ્રદા શરૂ થાય છે. તે સમયે સૂર્ય જે રાશિમાં થઈ હોય તેનાં આધારે તે મહિનાનું નામ નક્કી થાય છે. જેમ કે શુક્લ પ્રતિપ્રદાના આરંભ સમયે ‘ મીન ’ રાશિમાં સૂર્ય હોય તો તે માસનું નામ ‘ ચૈત્ર ’ રહેશે (તે માસની પૂનમે ચંદ્ર મોટે ભાગે ‘ ચિત્રા ’ નક્ષત્રમાં સ્થિત હોવાની સંભાવના રહે છે). તે જ રીતે જો સૂર્ય ‘ મેષ ’ રાશિમાં સ્થિત હોય તો તે માસનું નામ ‘ વૈશાખ ’ રહેશે ...