ગ્રહણ ગાથા : જુલાઈ 2019
સાલ 2019નો જુલાઈ માસમાં ખગોળશાસ્ત્રીઓની સાથે-સાથે જ્યોતિષ માટે વિશિષ્ટ મહત્વ ધરાવનારો બની રહેશે. આ માસમાં 2 જુલાઈના રોજ સૂર્યગ્રહણ અને ત્યારબાદ 17 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ગ્રહણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. 1. ખગ્રાસ અને 2. ખંડગ્રાસ. પૂર્ણ ગ્રહણને ‘ ખગ્રાસ ’ અને અપૂર્ણ ગ્રહણને ‘ ખંડગ્રાસ ’ કહેવાય છે. 2 જુલાઈ , 2019 ના રોજ થનારું સૂર્યગ્રહણ ખગ્રાસ એટલે કે પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. મિથુન રાશિમાં થનાર આ સૂર્યગ્રહણ ભારતમાં નહિ દેખાય. આ ગ્રહણ દક્ષિણ પેસિફિક , ચીલી , આર્જેન્ટીના , દક્ષિણ અમેરિકા , એશિયા , ઓસ્ટ્રેલિયામાં દેખાશે. આ ગ્રહણનો પ્રભાવ ભારત પર નગણ્ય રહેશે. 16/17 જુલાઈ 2019ના રોજ થનારું ચંદ્રગ્રહણ ખંડગ્રાસ એટલે કે અપૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. ધનુ રાશિમાં થનાર આ ગ્રહણ ભારતમાં દેખાશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા , યુરોપ , આફ્રિકા , એશિયા , ઓસ્ટ્રેલિયા , રશિયાનો દક્ષિણ ભાગ , ન્યૂઝિલેન્ડ , હિન્દ મહાસાગર , પેસિફિક મહાસાગર અને એટલાંટીક મહાસાગરમાં દેખાશે. ગ્રહણનો સ્પર્શ 17 જુલાઈના રાત્રિના 01.32 કલાકે , મધ્ય કાળ રાત્રિના 03.01 કલાકે અને મોક્ષ વહેલી સવારે 04.30 કલાકે થશે...