પોસ્ટ્સ

ઑક્ટોબર, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દરેક રાશિની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ

આ દુનિયામાં કોઈ કે કશું જ સંપૂર્ણ નથી. આપણા સૌમાં કંઈક ને કંઈક ખૂબીઓ રહેલી છે, તો સાથે સાથે કંઈક ખામીઓ પણ રહેલી છે. જ્યોતિષ એ સ્વને ઓળખવાનું સાધન છે. આપણી જન્મકુંડળી આપણને આપણી ખૂબીઓ સાથે પરિચય કરાવે છે અને તે સાથે જ એક સાચા મિત્રની માફક જરા પણ અચકાયા વગર આપણી ખામીઓ તરફ પણ આંગળી ચીંધી દે છે! ખૂબીઓની જાણકારી મેળવીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનને એક ચોક્કસ દિશા કે ધ્યેય તરફ વાળી શકાય છે. જ્યારે ખામીઓ પ્રત્યે સભાન બનીને તેને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે. આવો જોઈએ કે બાર રાશિઓની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ કઈ કઈ છે. તમે નોંધ લેજો કે મોટે ભાગે જે રાશિની જે કઈ ખૂબીઓ છે તે જ અતિ થઈ જાય ત્યારે એ જ બાબત તેની ખામી બની જાય છે. કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જ્યતે. જીવનમાં દરેક બાબતનું સંતુલન હોવું જરૂરી છે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પર રહેલો છે. મેષ ખૂબીઓ : જોમ અને જુસ્સાથી ભરેલા, સરળ અને સીધા, મહત્વાકાંક્ષા અને ઉર્જાથી ભરપૂર, સ્વનિર્ભર, સ્પર્ધાત્મક અભિગમ ધરાવનાર, સાહસિક, કૃતનિશ્ચયી, અડગ, ક્રિયાશીલ, લા