ભાવોનું વર્ગીકરણ
જન્મકુંડળીનાં બાર ભાવોને તેમની જુદી-જુદી સમાનતાઓને આધારે જુદાં-જુદાં જૂથમાં વહેંચવામાં આવ્યા છે. કેન્દ્રસ્થાનો : જન્મકુંડળીનાં ૧, ૪, ૭ અને ૧૦ ભાવ કેન્દ્રસ્થાનો કહેવાય છે. કેન્દ્રસ્થાનોની રાશિઓ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ચારેય સ્થાનોની રાશિ ચર અથવા સ્થિર અથવા દ્વિસ્વભાવ હોય છે. સ્વભાવમાં સમાનતા હોવાને લીધે આ ચારેય સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. કેન્દ્રસ્થાનો કુંડળીનાં સ્તંભ સમાન છે. આ સ્થાનોમાં રહેલાં ગ્રહો બળ પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ ફળ આપવા સમર્થ બને છે. કેન્દ્રસ્થાનોમાં પહેલાંથી ચોથું, ચોથાથી સાતમું અને સાતમાંથી દસમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે. દસમ સ્થાન સૌથી વધુ બળવાન હોય છે અને આ સ્થાનમાં રહેલ ગ્રહ સમગ્ર કુંડળી પર પ્રભુત્વ ધરાવતો હોય છે. કેન્દ્રસ્થાનો વિષ્ણુસ્થાનો છે અને જીવનમાં કરવાં પડતાં પુરુષાર્થનો નિર્દેશ કરે છે. પણફર સ્થાનો : જન્મકુંડળીનાં ૨, ૫, ૮ અને ૧૧ સ્થાન પણફર સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી આગળ રહેલો ભાવ છે. પણફર સ્થાનોમાં રહેલી રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં પણફર સ્થાનો સ્થિ...