ગ્રહ મૈત્રીના સિધ્ધાંતો
આપણે અગાઉ જોયું કે દરેક ગ્રહો મિત્ર, શત્રુ અને સમ ગ્રહો ધરાવે છે. ગ્રહો કઈ રીતે પરસ્પર મિત્ર, શત્રુ અથવા સમ બને છે તે માટેનાં સિધ્ધાંતો નીચે મુજબ છે. ૧. ગ્રહની ઉચ્ચ રાશિનો સ્વામી તે ગ્રહનો મિત્ર બને છે. ૨. ગ્રહની મૂળત્રિકોણ રાશિ લો. મૂળત્રિકોણ રાશિથી ૧૨ અને ૨, ૪ અને ૫, ૮ અને ૯ રાશિના સ્વામીઓ તે ગ્રહના મિત્ર બને છે. ૩. આ સિવાયની બાકીની રાશિઓ એટલે કે ગ્રહની મૂળત્રિકોણ રાશિથી ૧ અને ૩, ૬ અને ૭, ૧૦ અને ૧૨ રાશિના સ્વામીઓ તે ગ્રહના શત્રુ બને છે. ૪. જ્યારે કોઈ ગ્રહ બે રાશિનું સ્વામીત્વ ધરાવવાને લીધે મિત્ર અને શત્રુ બંનેમાં સ્થાન પામે ત્યારે તે ગ્રહ સમ બને છે. હવે આપણે સૂર્યનું ઉદાહરણ લઈએ. ૧. સૂર્યની ઉચ્ચ રાશિ મેષ છે - સ્વામી મંગળ ૨. સૂર્યની મૂળત્રિકોણ રાશિ સિંહ છે. સિંહથી બારમી રાશિ કર્ક - સ્વામી ચન્દ્ર સિંહથી બીજી રાશિ કન્યા - સ્વામી બુધ સિંહથી ચોથી રાશિ વૃશ્ચિક - સ્વામી મંગળ સિંહથી પાંચમી રાશિ ધનુ - સ્વામી ગુરુ સિંહથી આઠમી રાશિ મીન - સ્વામી ગુરુ સિંહથી નવમી રાશિ મેષ - સ્વામી મંગળ આમ, સૂર્યના મિત્ર ગ્રહો ચન્દ્ર, મંગળ, બુધ , ગુરુ બનશે. ૩. હવે સિંહ રાશિથી બાકીની રાશિઓ જોઈએ. સિંહથી પ્રથમ રાશિ સિ