કેતુ - હ્રદયથી અનુભવવાનો ગ્રહ

શ્રી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરુપ ધારણ કરીને અસુરનું બે ભાગમાં છેદન કર્યું હતું. અસુરનું મસ્તક એ રાહુ અને ધડ તે કેતુ છે. આમ કેતુને મસ્તક નથી. કેતુ એ આંતરિક શક્તિ છે. એવી આંતરીક શક્તિ જે મસ્તક વગર વિચારી શકે છે , આંખ વગર જોઈ શકે છે , કાન વગર સાંભળી શકે છે અને નાક વગર શ્વસી શકે છે! મસ્તિષ્કમાં ઉદ્ભવતી ચિંતાઓથી કેતુ પર છે. જ્યારે સંસારરૂપી દરિયામાં તોફાન આવે ત્યારે મસ્તિષ્કમાં ઉદ્ભવતાં સવાલો કેતુને કનડી શકતાં નથી. કેતુ હ્રદયની સ્ફૂરણાથી સંપૂર્ણ જાણનારો ગ્રહ છે. એ જાણે છે એટલે અલિપ્ત રહી શકે છે , શાંત રહી શકે છે. ઉચ્ચ સ્તરે કેતુ મહાન યોગીઓ તેમજ ઋષિઓનો નિર્દેશ કરે છે. એવી વ્યક્તિઓ જેમણે આધ્યાત્મિક સિદ્ધિઓ હાંસલ કરી છે. નિમ્ન સામૂહિક સ્તરે કેતુ વિરોધાભાસી મૂલ્યો તેમજ હિંસા અને સંઘર્ષ તરફ દોરી જતી માન્યતાઓ સૂચવે છે. વિચારોના અભાવને લીધે આવેલી જડતાનો નિર્દેશ કરે છે. મસ્તક વગર કેતુને જીવનની કોઈ ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં કે કોઈ ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવામાં જરાં પણ રસ નથી. કેતુ એ અર્થહીન સિદ્ધિઓની પ્રાપ્તિથી લાગતા થાકનો નિર્દેશ કરે છે. તેને અસ્થાયી વસ્તુઓમાંથી પ્રાપ્ત થયેલાં આનંદમાં ...