સપ્તમભાવમાં શનિ અને સંબંધો

સપ્તમભાવમાં શનિ ધરાવનાર જાતક એવાં સાથીની શોધમાં રહે છે કે જે તેમનાં વ્યક્તિત્વના ગંભીર પાસા સાથે મેળ પાડી શકે. યોગ્ય સાથી પ્રાપ્ત કરવાં માટે લાંબા ગાળા સુધી રાહ જોઈ  શકવાં તૈયાર હોય છે. જેથી ઘણીવાર લગ્ન થવામાં વિલંબ થતો જણાય છે. સંબંધ પ્રત્યે ગંભીર અને વચનબદ્ધ હોય છે. લાંબા ગાળાના સંબંધો ધરાવનાર હોય છે. સંબંધમાં વફાદારી નિભાવનાર હોય છે. ક્યારેક લગ્નને લીધે જીવનમાં હાડમારી વધે છે. લગ્નજીવનમાં બાળક જેવાં નિર્દોષ રમતિયાળપણાંનો તેમજ સહજતાનો અભાવ જોવા મળે છે. એવાં સાથીની કામના કરે જે સુખ અને દુ:ખમાં હંમેશા તેમની પડખે રહે. પોતે પણ હંમેશા સાથીની પડખે ઊભા રહેનાર હોય છે. ઘણીવાર જેમ-જેમ ઉંમર વધે તેમ લગ્નજીવન વધુ સુખી અને સરળ બનતું જણાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા