પોસ્ટ્સ

રાશિ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ઈ.સન 2019 વાર્ષિક રાશિભવિષ્ય

નવવર્ષ 2019ની શરૂઆત થઈ ચૂકી છે. અંકશાસ્ત્ર અનુસાર ‘ 2019 ’ ના અંકોનો સરવાળો કરીએ તો 2+0+1+9 = 12 = 1+2 = 3 આવે છે. અંક 3 ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે વર્ષ 2019 ગુરુ ગ્રહનું પ્રભુત્વ ધરાવનારું રહેશે. જ્ઞાન અને ડહાપણનો કારક ગ્રહ ગુરુ દૈવીય રક્ષણ પૂરું પાડવા સક્ષમ છે. વિદ્યા , વિવેક અને ધર્મનું આચરણ પ્રાથમિકતા બની રહે. ગોચર અનુસાર વર્ષ 2019માં ગુરુ વધુ સમય પોતાના મિત્ર મંગળની રાશિ વૃશ્ચિકમાં ભ્રમણ કરશે. નવવર્ષનો પહેલો દિવસ પણ ગુરુના મિત્રનો દિવસ મંગળવાર જ છે !! ગુરુની બે રાશિઓ ધનુ અને મીન રાશિના જાતકો માટે વર્ષ 2019 મહત્વપૂર્ણ બની રહેશે. તે જ રીતે કોઈ પણ મહિનાની 3 , 12, 21 કે 30 તારીખોએ જન્મેલા જાતકો માટે પણ વર્ષ 2019 મહત્વની ઘટનાઓ ઘટાવનારું બની શકે છે. બારેય રાશિઓ/જન્મલગ્ન માટે વર્ષ 2019 કેવું રહેશે તે જોઈએ. મેષ: વર્ષ 2019 દરમિયાન ભાગ્ય અવરોધાતું જણાય. નોકરી-વ્યવસાયમાં બદલાવ કે બદલી શક્ય બને. આજીવિકાની પ્રાપ્તિમાં અવરોધ કે વિલંબનો અનુભવ થાય. આવકમાં સ્થિરતા બની રહે. મહેનતનું પરિણામ વિલંબથી મળતું જણાય. વર્ષની શરૂઆતમાં આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. રોગથી બચવા માટે ર...

બાર રાશિઓ અને સ્વાર્થીપણું

મેષ: સામાન્ય રીતે સ્વાર્થી હોતા નથી. પરંતુ તેમનો ‘ પહેલાં હું ’, ‘ પહેલાં મને ’ અભિગમ તેમનાં વ્યક્તિત્વને સ્વાર્થી દર્શાવે છે. વૃષભ: સારો સ્વભાવ ધરાવનાર હોય છે . પરંતુ ભૌતિકવાદી હોય છે. આળસુ પ્રકૃતિ હોવાને લીધે સહેલાં અને આરામદાયક રસ્તાઓ શોધે છે. જે ઘણીવાર તેમને લાલચુ અને સ્વાર્થી રીતે રજૂ કરે છે. મિથુન: બાલિશ રીતે સ્વાર્થીપણું ધરાવે છે. કર્ક: સામાન્ય રીતે નિ:સ્વાર્થી હોય છે . પરંતુ જો તેમનો રાશિસ્વામી ચંદ્ર પાપગ્રહ શનિથી પીડિત હોય તો ઘણાં સ્વાર્થી બની જાય છે. સિંહ: નિ:સ્વાર્થી , ઉદાર અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. પરંતુ તેમને આકર્ષણના કેન્દ્ર બનવું , સ્પોટલાઈટમાં રહેવું પસંદ હોય છે. જે તેમને સ્વાર્થી રીતે રજૂ કરે છે. કન્યા: સ્વકેન્દ્રી હોય છે. તેઓ દુનિયા અને આસપાસની પરિસ્થિતિને સંપૂર્ણ અને ખામીરહિત જોવા માગે છે. આથી અન્યોની ટીકા કરવાનું વલણ ધરાવે છે. જે તેમને સ્વાર્થી રીતે રજૂ કરે છે.    તુલા: પ્રમાદી , જિંદગીના દુ:ખભર્યા હિસ્સાને પસંદ કરતાં નથી. કોઈ પણ કાર્ય એકલાં કરવું પસંદ કરતાં નથી. કાર્યો માટે અન્યોના સાથ પર આધાર રાખવાની પ્રકૃતિ સ્...

બાર રાશિઓની વાણી અને અવાજની વિશિષ્ટતાઓ

મેષ: મજબૂત , તીક્ષ્ણ અવાજ , ફોનની રીંગની માફક રણકી ઉઠતો અવાજ  વૃષભ: સુમધુર , સાદી અને સરળ ભાષા , ખરી હકિકત અને વ્યવહારુ વાત મિથુન: ઝડપી ઉચ્ચારણ , મોટે ભાગે ઊંચો સ્વર કર્ક: દયાળુ અને સહાનુભૂતિપૂર્ણ સ્વર , ઘણીવાર સંગીતમય અને નીચો અવાજ સિંહ: ઊંડો અને ઘેઘૂર અવાજ , ક્યારેક પ્રવચન કરનાર , ગર્વિષ્ઠ અને ભપકાદાર વાણી કન્યા: વ્યવહારુ વાત , સાદા અને સરળ ઉચ્ચારો તુલા: મૃદુ , પરંતુ ઘણીવાર લહેકા કરીને વાત કરનાર વૃશ્ચિક: ઊંડો અને રણકતો અવાજ ધનુ: ઝડપી અને મોટે ભાગે ઘણું બોલનાર , વાતને વિસ્તારીને રજૂ કરનાર મકર: ક્યારેક કઠોર વાણી ઉચ્ચારે , વકતૃત્વ ક્ષમતા ધરાવનાર કુંભ: સુસંસ્કૃત , મધુર અવાજ , સાદા અને યોગ્ય પસંદ કરેલાં ઉચ્ચારો મીન: ઘણીવાર વાણી અને બોલવાં પ્રત્યે બેદરકાર , યોગ્ય રીતે અભિવ્યક્ત ન કરનાર.

બાર રાશિઓનું ક્ષમા પ્રદાન કરવાનું વલણ

મેષ: ક્રોધી અને રૂક્ષ પ્રકૃતિ ધરાવે છે. ઝડપથી ગુસ્સે થાય છે. પરંતુ ઝડપથી શાંત પણ થઈ જાય છે અને વાતને ભૂલીને ક્ષમા પ્રદાન કરી શકે છે. વૃષભ: સંયમિત , નિર્લિપ્ત અને નાની-નાની બાબતોથી જલ્દીથી વિચલિત નહિ થનારી રાશિ છે. ભાગ્યે જ ગુસ્સે થાય છે. પરંતુ એક વાર જો ગુસ્સે થાય કે દુ:ખી થાય તો જલ્દીથી માફ કરી શકતાં નથી. મિથુન: બૌદ્ધિક અને ચર્ચાપ્રિય રાશિ છે. તેમને તમારી વાત કે મુદ્દો ચર્ચા કરીને સમજાવો. વાતચીતના દ્વાર બંધ નહિ કરો અને તમને સહેલાઈથી ક્ષમાની પ્રાપ્તિ થઈ જશે. કર્ક: સંવેદનશીલ , લાગણીશીલ અને સહાનુભૂતિપૂર્ણ પ્રકૃતિ ધરાવતી રાશિ છે. લાગણી કે સહાનુભૂતિમાં આવી જઈને માફ કરી શકે છે. સિંહ: પોતાની જાતને હંમેશા સાચાં માને છે. ટીકાઓ સ્વીકારી શકતાં નથી. તેમની પાસેથી ક્ષમા ચાહવા ઘણાં પ્રયત્નો કરવા પડશે. અંતે જો તમે એમને વફાદાર હશો તો ક્ષમાની પ્રાપ્તિ થઈ જશે. કન્યા: દરેક બાબતનું વિશ્લેષણ કરવું અને નિરિક્ષણ કરવું એ તેમનો સ્વભાવ છે. માફ તો કરી દેશે પરંતુ તમે ક્યાં ભૂલ કરી હતી તેનું વિશ્લેષણ કરીને દલીલો અને ફરિયાદો કર્યા કરશે. તુલા: દરેક સંબંધમાં સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે ...

વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય

આજે ઓક્ટોબર 20 , 2017 ના રોજ નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. વિક્રમ સંવત 2074નું આ વર્ષ બારેય રાશિઓ/જન્મલગ્ન માટે કેવું રહેશે તે જોઈએ.   અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 1. મેષ (અ , લ , ઈ) વર્ષારંભે આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. તા.26.10.2017ના રોજ અઢી વર્ષથી ચાલી રહેલી શનિની નાની પનોતીમાંથી મુક્તિ મળશે. ત્યારબાદનો સમય અનુકૂળ રહે. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો અનુભવ થાય. આ વર્ષ દરમિયાન જીવનમાં કારકિર્દી કરતાં સંબંધો વધુ અગત્યનાં બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. લગ્નજીવનની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. વ્યાવસાયિક ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહે. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિ બાબતે પ્રશ્નો ઉભાં ન થાય તેની કાળજી રાખવી. અધૂરાં દસ્તાવેજો કે ગેરકાનૂની બાંધકામ ધરાવતી સંપતિ ખરીદવાથી દૂર રહેવું. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાનો અનુભવ થઈ શકે છે. ઘર અને કામના સ્...

બાર રાશિઓ અને કવિતા

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો  J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ , દલીલથી થાકે નવ લેશ , વકીલ , વિતંડાવાદી વેશ , ભાગ્ય મેળે બાલ્યાવેશ.   2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ , જૂના વિચારોથી ભરપૂર , લીધી વાત ના મેલે કોર , જીવનભર સુખ સંપત જોર. 3. મિથુન મિથુન ક છ ઘ કહેવાય , બહુ દોડે પણ થાકી જાય , સેવા માટે સઘળે થાય , અપજશ માગે વિદાય. 4. કર્ક કર્ક કહે ડ ને હ હું , કોક મરે તો મારે શું , કરું કામ મારું ચૂપચાપ , મને ન ઓળખે મા ને બાપ. 5. સિંહ સિંહ સમોવડ મ ટ હોય , સુતાં જગાડી શકે ના કોઈ , રહે નહિ જો તારી વાત , લાખ મળે તોય મારું લાત. 6. કન્યા પ ઠ ણ કન્યાના તન , જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન , નડે નારને , નર સુખદાય , એ રાશિ કન્યા સરજાય. 7. તુલા ર ત તુલાની પહચાન , ડહાપણનો દરિયો ને ખાણ , ઠગી શકે ના એને ચોર , ગણિતમાં નવ એની જોડ. 8. વૃશ્ચિક વૃશ્ચિક ન ય સાદા જન , હલે ચલે ના એનું તન , ક્યારે કરડે જાણે કોણ ,...

ગુરુના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

આજે 12 સપ્ટેમ્બર , 2017 ના રોજ સવારે 06.55 કલાકે ગુરુએ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં ગુરુ 11 ઓક્ટોબર , 2018 સુધી ગોચર ભ્રમણ કરશે. સામાન્ય રીતે ગુરુ જ્ઞાન , ધન , સંતાન અને નિતાંત શુભ ફળ પ્રદાન કરનારો ગ્રહ હોવાને લીધે શુભ ફળ આપે છે , પરંતુ તુલા રાશિ ગુરુની શત્રુ રાશિ છે. આથી અહીં ગુરુ પૂર્ણ રીતે શુભ ફળ આપવા અસમર્થ રહેશે. આવો જોઈએ બાર રાશિઓ/જન્મલગ્નને ગુરુનું આ ગોચર ભ્રમણ કેવું ફળ આપશે. અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે.    મેષ: મેષ રાશિને ગુરુએ સપ્તમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. સપ્તમસ્થાનમાં ગુરુનું ગોચર ભ્રમણ લગ્ન , પ્રેમસંબંધ , ભાગીદારી , કોર્ટ-કચેરીના કામો , યાત્રા વગેરે માટે અનુકૂળ છે. આ સમય જીવનમાં આનંદની પળોને માણવાનો છે. અપરિણીતોના લગ્ન થવાની શક્યતા રહે. પરિણીતોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. જે લોકો લગ્નજીવનમાં તણાવ કે મૂશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશે તેઓ તેમાં થી બહાર આવી શકશે અને મૂશ્કેલીઓ...