પોસ્ટ્સ

મે, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મે ૨૦૨૧ ના ગોચર ગ્રહોનું ફળ

છબી
Pixabay   બુધનો વૃષભ પ્રવેશ : મે ૧ , ૨૦૨૧ થી મે ૨૬ , ૨૦૨૧ સુધી   યુવરાજ બુધ મે ૧ , ૨૦૨૧ના રોજ વહેલી સવારે ૦૫.૪૨ કલાકે અગ્નિતત્વ ધરાવતી મેષ રાશિમાંથી નીકળીને પૃથ્વીતત્વ ધરાવતી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે વૃષભ અને મિથુન રાશિમાં બુધનો ગોચર ભ્રમણકાળ શુભ ગણાય છે. હાલ રાહુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. બુધના વૃષભ પ્રવેશ સાથે જ બુધ અને રાહુની યુતિ રચાશે. મે ૧૧ , ૨૦૨૧ના રોજ બુધ અને રાહુની અંશાત્મક યુતિ રચાશે. બુધના આ ભ્રમણ દરમિયાન બુદ્ધિનો વાસ્તવિક અને વ્યવહારુ કાર્યોમાં ઉપયોગ થઈ શકે. કમ્યુનિકેશન અને વિચારોમાં વિશિષ્ટતા કે અનોખાંપણું અનુભવી શકાય. ચર્ચાઓ , સંવાદોને લઈને એક પ્રકારના સંતોષનો અનુભવ થાય. નાણાકીય યોજનાઓ ઘડવાં માટે ઉત્તમ સમય રહે. શુક્રનો વૃષભ પ્રવેશ : મે ૪ , ૨૦૨૧ થી મે ૨૯ , ૨૦૨૧ સુધી મે ૪ , ૨૦૨૧ના રોજ ૧૩.૨૭ કલાકે શુક્ર મહારાજ સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે. સ્વરાશિમાં શુક્ર મહારાજને બળની પ્રાપ્તિ થશે. શુક્ર અહીં મે ૨૯ , ૨૦૨૧ સુધી ભ્રમણ કરશે. વૃષભ રાશિમાં અગાઉથી જ બુધ અને રાહુ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. થોડાં સમય બાદ સૂર્ય મહારાજ પણ બુધ , શુ...