પોસ્ટ્સ

જાન્યુઆરી, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભૂલ – આધ્યાત્મિક વિકાસનું પગથિયું

બે પ્રકારના આત્માઓ ક્યારેય ભૂલ નથી કરતા. એક કે જેઓ આ પૃથ્વી પર હજુ અવતર્યા નથી અને બીજા એ કે જેઓ આ પૃથ્વી પરથી વિદાય લઈ ચૂક્યા છે. જો તમે ભૂલ કરી હોય અને તમને એનો અફસોસ હોય તો ખુશી મનાવો કે તમે આ પૃથ્વી પર હાજરા હજૂર છો અને જીવિત છો! આત્મા શા માટે આ પૃથ્વી પર જન્મ લે છે? દરેક આત્મા એક ચોક્કસ પાઠ શીખવા માટે પૃથ્વી પર અવતર્યો હોય છે. આત્માએ શીખવા માટે નક્કી કરેલો પાઠ કુંડળીમાં રહેલા આત્મકારક ગ્રહ પરથી જાણી શકાય છે. એ પાઠ શીખીને, આધ્યાત્મિક પ્રગતિ સાધીને, ઈશ્વરની વધુ નજીક સરકવું અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરવી એ દરેક આત્માનુ અંતિમ લક્ષ્ય હોય છે. ભૂલો એ હંમેશા પાઠ શીખવાનો ભાગ હોય છે અને ભાગ્ય સાથે જોડાયેલી હોય છે. ભૂલ એટલે શું? એક એવું કર્મ કે જે કરી રહ્યા હોય ત્યારે એનો બિલકુલ એહસાસ નથી હોતો અને જે પાછળથી પીડા અને વેદના લઈને આવે છે. ક્યારેક નોકરી ગુમાવવાની વેદના તો ક્યારેક સંબંધ ગુમાવવાની વેદના, ક્યારેક પૈસા તો ક્યારેક પ્રતિષ્ઠાની હાનિ, તો ક્યારેક જીવ સુદ્ધા ગુમાવીને ભૂલની પીડા ભોગવવી પડે છે. જીવનમાં આવતી દરેક વેદના એ સાધનાની શરૂઆત માટે પ્રસ્તાવ લઈને આવે છે. પીડા, વેદના, દુઃખ, ત

ગ્રહો અને વિદ્યાભ્યાસ

विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम् । पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥   વિદ્યા વિનય આપે છે, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે, પાત્રતાથી ધન પ્રાપ્ત થાય છે, ધનથી ધર્મની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. જન્મકુંડળીમાં ચતુર્થસ્થાન વિદ્યાભ્યાસ અને પંચમસ્થાન બુદ્ધિનો નિર્દેશ કરે છે. વિદ્યાભ્યાસ અને બુદ્ધિમત્તાને નજીકનો સંબંધ છે. આથી વિદ્યાભ્યાસનુ આકલન કરવા માટે ચતુર્થ અને પંચમસ્થાન અગત્યના બની રહે છે. આ ઉપરાંત નવમસ્થાન ઉચ્ચ અભ્યાસનો નિર્દેશ કરે છે. કુંડળીમાં દ્વિતીયસ્થાન વાણી અને મા સરસ્વતીનું છે. આથી અભ્યાસ અને જ્ઞાનની પ્રાપ્તિ અર્થે દ્વિતીયસ્થાન પણ અગત્યનું બની રહે છે. આમ વિદ્યાભ્યાસનો વિચાર કરવા માટે દ્વિતીય, ચતુર્થ, પંચમ અને નવમ ભાવને ધ્યાનમાં લેવા આવશ્યક છે. આ સ્થાનોના અધિપતિઓ તેમજ આ સ્થાનોમાં રહેલા ગ્રહોને લક્ષમાં લેવાના રહે છે. નવેય ગ્રહોમાં ગુરુને વિદ્યાનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. બુધને બુદ્ધિનો કારક ગ્રહ ગણવામાં આવે છે. વિદ્યાભ્યાસમાં પ્રગતિ માટે ગુરુ અને બુધનુ બળ આવશ્યક છે. ક્યાં ગ્રહો ક્યાં પ્રવાહ કે ક્ષેત્રમાં અભ્યાસ કર