વૃષભ રાશિમાં રાહુ સાથે મંગળનું જોડાણ – ૨૦૨૧

Pixabay આજે ફ્રેબ્રુઆરી ૨૨ , ૨૦૨૧ના રોજ વહેલી સવારે ૦૪.૩૯ કલાકે મંગળ મહારાજે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં મંગળ એપ્રિલ ૧૪ , ૨૦૨૧ સુધી ભ્રમણ કરશે. વૃષભ રાશિમાં અગાઉથી જ રાહુ મહારાજ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. આથી વૃષભ પ્રવેશ સાથે મંગળ અને રાહુની યુતિ રચાઈ છે. વૃષભ રાશિ શુક્રનું સ્વામીત્વ ધરાવતી રાશિ છે. શુક્ર એ પ્રેમ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. યુદ્ધ , શક્તિ , શૌર્ય , સાહસ , વીરતા , આક્રમકતા અને ઉગ્રતાનો કારક એવો મંગળ સામાન્ય રીતે પ્રેમના ગ્રહ શુક્રની રાશિમાં આવીને થોડો શાંત પડે છે. પરંતુ આ વખતે વિશેષ પરિસ્થિતિ છે. આ વખતે મંગળનો સાથ આપવાં માટે રાહુ મહારાજ અગાઉથી જ વૃષભ રાશિમાં હાજર છે. મંગળ (અગ્નિતત્વ) આગ છે , તો રાહુ (વાયુતત્વ) આ આગને હવા નાખવાનું કાર્ય કરે છે. રાહુ જે પણ ગ્રહ સાથે જોડાય તે ગ્રહના કારકત્વનો વિસ્તાર કરે છે. અહીં હવે મંગળના આક્રમતા , ઉગ્રતા , લડાયકતા જેવાં ગુણોનો વિસ્તાર થઈ શકે છે. વૃષભ રાશિમાં ભ્રમણ હોવાથી આ આક્રમકતા અને ઉગ્રતા સંબંધોમાં અભિવ્યક્ત થવાની સંભાવના રહે. પ્રેમમાં સ્વાર્થી અને સ્વકેન્દ્રીત ન બની જઈએ તેમજ વર્ચસ્વ જમાવવાની કોશિશ ન કરીએ તેનું ધ્યાન રાખવું....