પોસ્ટ્સ

જાન્યુઆરી, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મકર સંક્રાંતિ - સ્વીકારની પ્રેરણા

સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંકાંતિ કહે છે. વર્ષ ૨૦૨૪માં સૂર્યએ જાન્યુઆરી ૧૫ , ૨૦૨૪ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે.  મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે , પરંતુ પિતા-પુત્રને એકબીજાં સાથે શત્રુતા છે. મકર સંક્રાંતિએ સૂર્ય પોતાનાં શત્રુરૂપી પુત્રના ઘરમાં પ્રવેશ કરે છે અને પૂરાં એક મહિના સુધી રહે છે. આ દરમિયાન શનિ પોતાના પિતાની સેવા કરે છે. આ ઘટના એક રીતે કઠિન સંબંધના સ્વીકારની પ્રતીક છે. ઘણીવાર અસહ્ય પરિસ્થિતિમાં પણ સંબંધને જાળવવો પડતો હોય છે. મકર સંક્રાંતિ આપણને અસહ્ય વ્યક્તિ , વસ્તુ કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની અને તેને સહન કરવાની પ્રેરણા આપે છે. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ !!

જ્યોતિષ: કર્મવાદી કે ભાગ્યવાદી? સહારો કે ઈશારો?

  જ્યોતિષશાસ્ત્ર કર્મવાદી કે ભાગ્યવાદી ? જ્યોતિષશાસ્ત્ર એ કર્મ વાદી શાસ્ત્ર છે , ભાગ્યવાદી નહિ. ગતજન્મોના કર્મોનું શુભાશુભ ફળ વર્તમાન કર્મ દ્વારા ઓછું-વત્તું કરવામાં વિશ્વાસ ધરાવતું શાસ્ત્ર છે. જન્મકુંડળી જ્યારે અરિષ્ટનો નિર્દેશ કરતી હોય ત્યારે મંત્રજાપ , દાન , ઉપવાસ-વ્રત , રત્નધારણ , ઔષધિધારણ વગેરે ભિન્ન-ભિન્ન ઉપાયો દ્વારા અશુભ યોગોના ફળની તીવ્રતા ઘટાડવાનો પ્રયાસ કરી શકાય છે. જે પ્રકારે જમીનમાં દ્રઢમૂળ રહેલું વૃક્ષ પ્રબળ વાયુના વેગથી હલીને કમજોર પડે છે , તે જ પ્રકારે દ્રઢકર્મોના અશુભ ફળને મણિ , મંત્ર અને ઔષધિ દ્વારા કમજોર બનાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર એ ફળને જાણીને ભાગ્યને દોષ દેતાં બેસી રહેનારુ નહિ , પરંતુ  ભાગ્યને સુધારવાની પ્રેરણા આપતું શાસ્ર છે.  જ્યોતિષનો સહારો કે ઈશારો ? શું હંમેશા જ્યોતિષનો સહારો લઈને ચાલવાનું હોય છે? ના, જ્યોતિષનો સહારો નથી લેવાનો. જ્યોતિષનો ઈશારો લેવાનો હોય છે. જીવનના અજાણ્યાં-અંધકારથી ભરેલાં પથ પર જ્યોતિષને વ્હિલચેર ન બનાવી દો કે જેનાં વગર તમે એક ડગલું પણ નથી ચાલી શકતાં. જ્યોતિષ એ તમારી ટોર્ચ છે કે જે અજાણ્યા-અંધારા રસ્તે ચાલીને જતાં હો ત્યારે પ્રકાશ પાથ