પોસ્ટ્સ

યોગ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ચંદ્ર અને એકલતા

ચંદ્રનું એક નામ છે ‘ વિધુ ’. વિધુ એટલે કે એકલો , એકાંત. પુરાણો અનુસાર ચંદ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સાથે વિવાહ કર્યા હતાં. ૨૭ પત્નીઓ હોવા છતાં ચંદ્ર શાં માટે અને ક્યારે વિધુ એટલે કે એકલો કહેવાયો ? જન્મકુંડળીમાં ચંદ્ર જ્યારે પાપગ્રહોથી દૂષિત કે પીડિત હોય ત્યારે જાતક એકલાંપણું અનુભવે છે. આ ઉપરાંત જ્યારે ચંદ્રની સાથે તેમજ ચંદ્રથી દ્વિતીય અને દ્વાદશભાવમાં કોઈ ગ્રહ ન હોય એટલે કે કેમદ્રુમયોગ થયેલો હોય ત્યારે પણ જાતક એકલતાનો અનુભવ કરે છે. આવાં જાતકોને સમાજ , મિત્રો , સગા-સંબંધીઓ વગેરેના સાથ-સહકાર કે મદદની ઉણપ સાલે છે અને પોતે એકલાં  પડી ગયાની ભાવના અનુભવે છે.

મહાભાગ્ય યોગ

મહાભાગ્ય યોગ ક્યારે રચાય ?  જ્યારે પુરુષ જાતકનો જન્મ દિવસના ભાગમાં (સૂર્યોદયથી સૂર્યાસ્ત) થયો હોય અને જન્મલગ્ન , સૂર્ય , ચંદ્ર એ ત્રણેય વિષમ રાશિમાં (૧ , ૩ , ૫ વગેરે) સ્થિત હોય. સ્ત્રી જાતકનો જન્મ રાત્રિના ભાગમાં (સૂર્યાસ્તથી સૂર્યોદય) થયો હોય અને જન્મલગ્ન , સૂર્ય , ચંદ્ર એ ત્રણેય સમ રાશિમાં (૨ , ૪ , ૬ વગેરે) સ્થિત હોય. નામ અનુસાર મહાભાગ્ય યોગ ઉત્તમ ભાગ્ય પ્રદાન કરે છે. આ યોગમાં જન્મનાર જાતકો દિર્ઘજીવી , ઉદાર , પ્રસિદ્ધ , ઉત્તમ આચરણ ધરાવનાર , અન્યોને આનંદ આપનાર તેમજ સત્તાની પ્રાપ્તિ કરનાર હોય છે. જન્મલગ્ન , સૂર્ય અને ચંદ્ર એ જીવનના ત્રણ સ્તંભ શરીર , આત્મા અને મન છે. પુરુષ જાતક માટે આ ત્રણેયનું પુરુષ રાશિમાં હોવું તેમને પૌરુષીય ગુણોથી સભર એક આદર્શ પુરુષ બનાવે છે. જ્યારે સ્ત્રીઓ માટે આ ત્રણેયનું સ્ત્રીરાશિમાં હોવું તેમને સ્ત્રીત્વના ગુણોથી સભર એક આદર્શ સ્ત્રી બનાવે છે. ઉદાહરણ: શ્રી લત્તા મંગેશકર , રાત્રિનો જન્મ , જન્મલગ્ન વૃષભ , સૂર્ય કન્યા અને ચંદ્ર કર્ક રાશિ સ્થિત.

ગુરુ અને રાહુનો ત્રિકોણ યોગ ૨૦૨૦-૨૦૨૧

છબી
નવેમ્બર ૨૦, ૨૦૨૦ થી લઈને એપ્રિલ ૬, ૨૦૨૧ સુધી ગોચરમાં રચાયેલાં ગુરુ અને રાહુના ત્રિકોણ યોગ વિશે માહિતી અને બાર રાશિઓ પરત્વે ફળ. વિશેષ કરીને ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૧ના રોજ રચાતાં અંશાત્મક ગુરુ - રાહુ ત્રિકોણ યોગ વિશે ચર્ચા.   

શૂલયોગ

છબી
હાલ 25 ડિસેમ્બર , 2019 થી 30 ડિસેમ્બર , 2019 સુધી ગોચરમાં શૂલયોગ રચાયો છે. શૂલ અથવા તો શૂળયોગ એ નાભસ યોગ માંનો એક છે. જ્યારે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં સ્થિત હોય ત્યારે શૂલ યોગ રચાય છે. આ યોગમાં રાહુ-કેતુને ધ્યાનમાં લેવામાં આવતાં નથી. હાલ રાહુ સિવાયના બધાં ગ્રહો વૃશ્ચિક , ધનુ અને મકર રાશિમાં રહેલાં છે. શૂળ શબ્દ ત્રિશૂળ પરથી આવેલો છે. ત્રિશૂળના ત્રણ પાંખિયા હોય છે , એ રીતે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં પડેલાં હોય છે. ત્રિશૂળ ભગવાન શિવજીનું શસ્ત્ર છે , જેનો ઉપયોગ અજ્ઞાનતાનો નાશ કરવાં અર્થે થાય છે. પરંતુ જ્યારે આ જ ત્રિશૂળ ખોટાં હાથોમાં જઈ ચડે ત્યારે પીડા આપી શકે છે. આમ શૂલયોગ પીડા અને સંહારનો નિર્દેશ કરે છે. શૂળનો અન્ય એક અર્થ કાંટો પણ થાય છે. આ યોગ ધરાવનાર જાતકો એટલાં આવેગી અને અડગ હોય છે કે ઘણીવાર અન્યોને કાંટા બનીને ભોંકાય છે. કાંટાની જેમ જ તીક્ષ્ણ વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં સાધનોથી વંચિત રહે છે. હિંસક વર્તન ધરાવનાર , ક્રૂર કે સરમુખત્યાર હોઈ શકે છે. સમાજ દ્વારા નકારાયેલાં કે અપમાનિત હોઈ શકે છે. ખૂબ બહાદુર અને લડાઈને લીધે પ્રસિદ્ધિ મેળવનાર હોય છે. ચ...

ચંદ્ર - મંગળનો લક્ષ્મીયોગ

છબી
જન્મલગ્ન કુંડળીમાં ચંદ્ર અને મંગળના સંબંધથી બનતાં યોગને લક્ષ્મીયોગ અથવા ધનયોગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર-મંગળ યોગ ત્રણ પ્રકારે રચાય છે. ૧. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ એક જ ભાવમાં યુતિમાં રહેલાં હોય . ૨. ચંદ્ર અને મંગળ પરસ્પર એકબીજાં પર દ્રષ્ટિ કરી રહેલાં હોય. અર્થાત ચંદ્રથી સાતમા ભાવમાં મંગળ કે મંગળથી સાતમા ભાવમાં ચંદ્ર રહેલો હોય . ઉદાહરણ તરીકે વૃષભ રાશિમાં ચંદ્ર અને વૃશ્ચિક રાશિમાં મંગળ રહેલો હોય અથવા કર્ક રાશિમાં ચંદ્ર અને મકર રાશિમાં મંગળ રહેલો હોય. ૩. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ પરસ્પર કેન્દ્રભાવમાં રહેલાં હોય. જો કે આ યોગ ઉપર વર્ણવેલ બે યોગ કરતાં નબળો અથવા ઓછું ફળ આપનાર હોય છે. આ ઉપરાંત ચંદ્ર અને મંગળ વચ્ચેનો પરિવર્તનયોગ પણ ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગનું ફળ પ્રદાન કરી શકે છે. ચંદ્ર એ શ્વેત રંગ , શીતળ પ્રકૃતિ , જળતત્વ , સ્ત્રી સ્વભાવ , સત્વગુણ ધરાવનાર ગ્રહ છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. વૃષભ રાશિમાં ઉચ્ચત્વ અને વૃશ્ચિક રાશિમાં નીચત્વ ધારણ કરે છે. ચંદ્ર એ મન અને માતાનો કારક ગ્રહ છે. સૂર્યથી દૂર રહેલો ચંદ્ર પ્રભાવી , બળવાન અને શુભ ગણાય છે. તેથી વિપરિત સૂર્યથી નજ...

ચંદ્ર અને શનિનો વિષ યોગ

છબી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર એ મન , મનની સ્થિતિ , માતાનું સુખ , સન્માન , સુખ-સાધન , મીઠા ફળ , સુગંધિત ફૂલ , કૃષિ , યશ , મોતી , ચાંદી , સાકર , દૂધ , કોમળ વસ્ત્ર , તરલ પદાર્થ , સ્ત્રીનું સુખ વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે શનિ આયુ , મૃત્યુ , ભય , દુ:ખ , અપમાન , રોગ , દરિદ્રતા , દાસત્વ , બદનામી , વિપત્તિ , નિંદિત કાર્ય , આળસ , બંધન વગેરેનો કારક ગ્રહ છે. ચંદ્ર સાથે શનિનો સંબંધ થાય ત્યારે જાણે કે ખીરમાં નમક પડી ગયું હોય તેવો ઘાટ થાય છે. દરેક જ્યોતિષ ગ્રંથોમાં ચંદ્ર અને શનિના સંબંધને અશુભ વર્ણવવામાં આવ્યો છે. અશુભ ફળ પ્રાપ્ત થતું હોવાથી આ સંબંધ ‘ વિષ યોગ ’ તરીકે ઓળખાય છે. વિષ એટલે કે ઝેર. ઝેર મૃત્યુ અથવા મૃત્યુતુલ્ય પીડાનું દ્યોતક છે. વિષ યોગ ‘ પુનર્ફૂ ’ યોગ તરીકે પણ ઓળખાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર અને શનિની યુતિ , પ્રતિયુતિ , પરસ્પર દ્રષ્ટિ સંબંધ કે રાશિ પરિવર્તન સંબંધ વિષ યોગનું ફળ આપી શકે છે. ચંદ્ર પર શનિની ત્રીજી , સાતમી કે દસમી દ્રષ્ટિ પડવા પર પણ વિષ યોગ સમાન ફળ મળવાની સંભાવના રહે  છે. ચંદ્ર અને શનિ અંશ અનુસાર જેટલાં નજીક રહેલાં હશે તેટલો વિષ યોગનો પ્રભાવ વધુ રહેશે. વિષ યોગનો પ્રભાવ ...

નાભસ યોગો

યોગ એટલે કે જોડાવું કે જોડાણ. યોગ ચાર પરિસ્થિતિઓમાં ઉદ્ભવે છે. ૧. ગ્રહોનો પરસ્પર સંબંધ થવાથી ૨. ગ્રહ અને ભાવનો સંબંધ થવાથી   ૩. ગ્રહ અને રાશિનો સંબંધ થવાથી   ૪. ગ્રહ , ભાવ અને રાશિનો સંબંધ થવાથી નાભસ યોગ લગભગ બધાં જ જ્યોતિષ જાતક ગ્રંથોમાં નાભસ યોગનો ઉલ્લેખ કરાયો છે. સામાન્ય અને બિનઅનુભવી જ્યોતિષી નાભસ યોગને ચકાસવાનું ચૂકી જાય છે. હકીકતમાં જન્મકુંડળી જોવાની શરૂઆત કરતાં સૌ પ્રથમ નાભસ યોગને ધ્યાનમાં લેવાં જોઈએ. નાભસ યોગ જાતકની જિંદગી , પ્રકૃતિ અને વલણ વિશેની માહિતી આપે છે. નાભસ નામ નભ એટલે કે આકાશ પરથી પડ્યું છે. આકાશમાં ગ્રહોની સ્થિતિ અને ગોઠવણીને આધારે રચાતા યોગો એટલે કે નાભસ અથવા તો નભસ યોગો! આ યોગોમાં ગ્રહોની રાશિ , ભાવાધિપત્ય કે યુતિ-દ્રષ્ટિ સંબંધનું મહત્વ નથી. નાભસ યોગની રચનામાં જન્મલગ્નનું પણ મહત્વ રહેલું નથી. આથી બની શકે કે અમુક સમયના અંતરે કે એક જ દિવસે જન્મેલાં જાતકોની કુંડળીમાં એકસરખાં નાભસ યોગ રચાયેલાં હોય. આ યોગોનું ફળ દશા કે અંતર્દશા પર આધારિત નથી. એટલે કે નાભસ યોગનો ઉપયોગ જીવનમાં ઘટતી ઘટનાનો સમય જાણવાં માટે થતો નથી. આ યોગો જીવનભર ફળ આપવા શક્તિમાન...