મહાભાગ્ય યોગ

મહાભાગ્ય યોગ ક્યારે રચાય

જ્યારે પુરુષ જાતકનો જન્મ દિવસના ભાગમાં (સૂર્યોદયથી સૂર્યાસ્ત) થયો હોય અને જન્મલગ્ન, સૂર્ય, ચંદ્ર એ ત્રણેય વિષમ રાશિમાં (૧, , ૫ વગેરે) સ્થિત હોય. સ્ત્રી જાતકનો જન્મ રાત્રિના ભાગમાં (સૂર્યાસ્તથી સૂર્યોદય) થયો હોય અને જન્મલગ્ન, સૂર્ય, ચંદ્ર એ ત્રણેય સમ રાશિમાં (૨, , ૬ વગેરે) સ્થિત હોય.

નામ અનુસાર મહાભાગ્ય યોગ ઉત્તમ ભાગ્ય પ્રદાન કરે છે. આ યોગમાં જન્મનાર જાતકો દિર્ઘજીવી, ઉદાર, પ્રસિદ્ધ, ઉત્તમ આચરણ ધરાવનાર, અન્યોને આનંદ આપનાર તેમજ સત્તાની પ્રાપ્તિ કરનાર હોય છે. જન્મલગ્ન, સૂર્ય અને ચંદ્ર એ જીવનના ત્રણ સ્તંભ શરીર, આત્મા અને મન છે. પુરુષ જાતક માટે આ ત્રણેયનું પુરુષ રાશિમાં હોવું તેમને પૌરુષીય ગુણોથી સભર એક આદર્શ પુરુષ બનાવે છે. જ્યારે સ્ત્રીઓ માટે આ ત્રણેયનું સ્ત્રીરાશિમાં હોવું તેમને સ્ત્રીત્વના ગુણોથી સભર એક આદર્શ સ્ત્રી બનાવે છે. ઉદાહરણ: શ્રી લત્તા મંગેશકર, રાત્રિનો જન્મ, જન્મલગ્ન વૃષભ, સૂર્ય કન્યા અને ચંદ્ર કર્ક રાશિ સ્થિત.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા