પોસ્ટ્સ

લગ્ન લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

કન્યાઓ માટે વિવાહનો મંત્ર

માતા કાત્યાયની માતા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે અને નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. વિશેષરૂપે, તેઓ કુંવારી કન્યાઓની રક્ષા કરે છે અને તેમને યોગ્ય પતિ પ્રાપ્ત થવાના આશીર્વાદ આપે છે. આ કારણસર કાત્યાયની માતાની પૂજા, ખાસ કરીને, અવિવાહિત કન્યાઓ કરે છે, જેથી તેમને સારો જીવનસાથી મળે અને તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે. પૌરાણિક કથાઓ અનુસાર, વ્રજની ગોપીઓએ ભગવાન કૃષ્ણ જેવાં પતિને પામવા માતા કાત્યાયનીની પૂજા કરી હતી. રૂકમણીજી અને માતા સીતાએ પણ કાત્યાયની માતાના આશીર્વાદથી પોતાના પતિઓને પ્રાપ્ત કર્યા હતાં. આમ માતા કાત્યાયની દરેક અવિવાહિત કન્યાની ઈચ્છા પૂર્ણ કરનાર છે. વિવાહયોગ્ય કન્યાઓ માતા કાત્યાયનીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કાત્યાયની મંત્રના નિયમિત જાપ કરી શકે છે. આ મંત્રના શ્રદ્ધા અને ભાવપૂર્વક નિયમિત જાપ કરવાથી વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે, અને મનોવાંછિત પતિ તેમજ સુખદ લગ્નજીવનની પ્રાપ્તિ થાય છે. કાત્યાયની માતાને અવિવાહિત કન્યાઓની ઈચ્છા પૂર્ણ કરનાર માનવામાં આવે છે. કાત્યાયની મંત્ર: કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી, નંદ ગોપ સૂતમ દેવી પતિમ મે કુરુ તે નમઃ ...

શુક્રદેવ, વિવાહ અને મા લક્ષ્મીજીની કૃપા

શુક્ર એ ભૌતિક સુખ-સુવિધાનો અને સુંદરતાનો કારક ગ્રહ છે. શુક્રદેવ અને મા લક્ષ્મીજી ક્યારેય ગંદકીમાં વાસ કરતાં નથી. એટલે જો એમની કૃપા પામવી હોય તો આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખવું . ઘરની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. નિત્ય સ્નાન કરીને સાફ-સુથરા અને સુંદર વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. સફાઈ અને સુંદરતાના ઉચ્ચત્તમ ધોરણો જાળવી રાખવાં જોઈએ. જ્યારે પણ શુક્રનો સંબંધ જન્મલગ્ન સાથે થતો હોય ત્યારે વ્યક્તિ સુંદર વસ્ત્રો-આભૂષણો ધારણ કરનારી હોય છે. શુક્ર નિર્બળ હોય ત્યારે વ્યક્તિનો દેખાવ અને વસ્ત્રો અનાકર્ષક હોઈ શકે છે. આપણે જ્યારે સ્વચ્છ-સુંદર વસ્ત્રો-આભૂષણો ધારણ કરીએ છીએ , સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કુંડળીમાંના શુક્રને બળ પ્રદાન કરીએ છીએ. શુક્ર એ લગ્નનો કારક ગ્રહ છે. જે યુવતીઓના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તેણે વિશેષરૂપથી સુંદર વસ્ત્રો , આભૂષણો ધારણ કરી નિત્ય શૃગાંર કરવો જોઈએ. આમ કરવાથી શુક્રને બળ મળે છે અને વિવાહ જલ્દી થવાની સંભાવના બને છે.

સપ્તમભાવમાં શનિ અને સંબંધો

સપ્તમભાવમાં શનિ ધરાવનાર જાતક એવાં સાથીની શોધમાં રહે છે કે જે તેમનાં વ્યક્તિત્વના ગંભીર પાસા સાથે મેળ પાડી શકે. યોગ્ય સાથી પ્રાપ્ત કરવાં માટે લાંબા ગાળા સુધી રાહ જોઈ   શકવાં તૈયાર હોય છે. જેથી ઘણીવાર લગ્ન થવામાં વિલંબ થતો જણાય છે. સંબંધ પ્રત્યે ગંભીર અને વચનબદ્ધ હોય છે. લાંબા ગાળાના સંબંધો ધરાવનાર હોય છે. સંબંધમાં વફાદારી નિભાવનાર હોય છે. ક્યારેક લગ્નને લીધે જીવનમાં હાડમારી વધે છે. લગ્નજીવનમાં બાળક જેવાં નિર્દોષ રમતિયાળપણાંનો તેમજ સહજતાનો અભાવ જોવા મળે છે. એવાં સાથીની કામના કરે જે સુખ અને દુ:ખમાં હંમેશા તેમની પડખે રહે. પોતે પણ હંમેશા સાથીની પડખે ઊભા રહેનાર હોય છે. ઘણીવાર જેમ-જેમ ઉંમર વધે તેમ લગ્નજીવન વધુ સુખી અને સરળ બનતું જણાય છે.

ગુરુ વિશેષ

ગુરુ અને લગ્ન  લગ્ન કે લાંબો સમય ચાલનારાં સંબંધને ટકાવી રાખવામાં કુંડળીમાં બળવાન ગુરુનો પ્રભાવ મહત્વનો રહે છે. શુક્ર એ પ્રેમ , લગ્ન અને સંબંધોનો કારક ગ્રહ છે. શુક્ર વ્યક્તિના જીવનમાં પ્રેમનું તળાવ નિર્માણ કરી શકે. પરંતુ , જો એ તળાવ ફરતે ગુરુની રક્ષણાત્મક પાળ ન હોય તો તળાવનું લાગણીરૂપી જળ વહી જવાની પૂરી શક્યતા રહે ! ગુરુ એ આકાશ તત્વ ધરાવતો ગ્રહ છે. આકાશ તત્વ એ અગ્નિ , પૃથ્વી , વાયુ , જળ એ સર્વે તત્વોને જોડે છે તેમજ તેમને વિખેરાઈ જતાં અટકાવે છે. કોઈ જ નવાઈની વાત નથી કે ગુરુની જ મીન રાશિમાં પ્રેમનો ગ્રહ શુક્ર ઉચ્ચત્વ ધારણ કરે છે !  ગુરુ અને જીવનનો હેતુ ગુરુ એ વ્યક્તિના જીવનને હેતુ પ્રદાન કરનારો ગ્રહ છે. કુંડળીમાં રહેલો બળવાન ગુરુ એ જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે પ્રેરિત કરે છે. જ્યારે કુંડળીમાં ગુરુ શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના હેતુને સહજ રીતે સમજી શકતી હોય છે. પોતાના કાર્યને મૂલ્યવાન સમજીને જીવનને પૂર્ણતાથી જીવતી હોય છે. એથી વિરુદ્ધ જો કુંડળીમાં ગુરુ અશુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના ઉદ્દેશથી બેખબર હોય છે. પોતે કરી રહેલાં કાર્ય પરત્વે સંશયનો અનુ...

તૂટેલાં પ્રણયનાંં તાર, બાર રાશિઓનાં વ્યવહાર

છબી
ઓ હ્રદય , તેં પણ ભલા! કેવો ફસાવ્યો મને ? જે નથી મારા બન્યાં , એનો બનાવ્યો છે મને! ‍‍ બેફામસાહેબનો આ શેર ઘણીવાર ઘણાંના જીવનની હકીકત બની જતો હોય છે. આપણાં જીવનમાં દરેક વ્યક્તિ ઋણાનુબંધને લીધે પ્રવેશ કરે છે. ઋણાનુબંધ પૂરાં થાય એટલે સંબંધ પણ પૂરો થઈ જતો હોય છે. પરંતુ જ્યારે એક સંબંધ તૂટે છે કે છૂટે છે ત્યારે એક મોત જેવી પીડા આપે છે. તૂટેલાં પ્રણયની વીણાના તાર હ્રદયને દુ:ખથી ઝણઝણાવી મૂકે છે. પીડાના પ્રત્યાઘાત અલગ-અલગ વ્યક્તિ અલગ-અલગ રીતે પાડે છે. કોઈ મજબૂત બનીને ખમી જાય છે તો કોઈ દુ:ખથી ભાંગી પડે છે. આવો જોઈએ કે પ્રણય ભંગ થવાથી અલગ-અલગ રાશિઓ/જન્મલગ્નના જાતકોનો વ્યવહાર કેવો રહે છે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. મેષ (અ , લ , ઈ): જ્યારે સંબંધમાં મુશ્કેલી પેદા થાય ત્યારે અધીરા બની જાય છે. સાથી સાથે ઉગ્ર દલીલો કરે છે અને ન બોલવાનાં વેણ બોલી બેસે છે. ઘણીવાર આવેશમાં આવીને પોતે જ સંબંધ તોડી નાખે છે અને બાદમાં પસ્તાવાનો અનુભવ કરે છે. જ્યારે સાથી સંબંધ તોડીને જીવનમાં આગળ વધી જવાનું નક્કી કરે ત્યારે ઊંડી પીડા ...