ગ્રહોનાં સંબંધ
ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે. ૧. યુતિ કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે. આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે. બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમ...