કર્કમાં સૂર્ય-ગુરુની યુતિ: બાર રાશિઓ પર પ્રભાવ (૨૦૨૬)
૧૬ જુલાઈ , ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૦ કલાકે સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને કર્કમાં અગાઉથી જ ગોચર કરી રહેલા ગુરુ સાથે યુતિ રચશે. સૂર્ય ૧૭ ઓગસ્ટ , ૨૦૨૬ સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરશે. સૂર્ય - ગુરુની યુતિનો આ સમયગાળો બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પાડી શકે છે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળી માં રહેલાં ગ્રહો , દશા-મહાદશા તથા અન્ય અનેક પરિબળો પર આધારિત હોય છે. નીચે આપેલ ફળ જન્મરાશિ , જન્મલગ્ન અને સૂર્યરાશિ એમ ત્રણેય પરિપ્રેક્ષ્યથી વાંચી શકશો. ગોચરના ફળને જ્યારે આ ત્રણેયથી સરખાવીને જોવામાં આવે ત્યારે જીવનના અલગ-અલગ સ્તરોનું સચોટ ચિત્ર મળે છે. મેષ: આ સમયગાળા દરમિયાન ઘર , પરિવાર , જમીન-મકાન અને વાહન સંબંધિત બાબતો વધુ મહત્વની બની શકે છે. આ ક્ષેત્રોમાં ખર્ચ થવાની શક્યતા રહે. માત્ર દેખાડા , પ્રતિષ્ઠા અથવા અહંના સંતોષ માટે મિલકત કે વાહન પાછળ મોટો ખર્ચ કરવાનું ટાળવું હિતાવહ રહેશે. પોતાના ઘર કે સ્થાયી નિવાસનું સ્વપ્ન વધુ પ્રબળ બની શકે છે અથવા તે દિશામાં આયોજન થઈ શકે. ઘરનું નવીનીકરણ , સ્થળ પરિવર્તન અથવા મિલકત સંબંધ...