વિક્રમ સંવત ૨૦૭૬નું વાર્ષિક રાશિ ભવિષ્ય
૨૮ ઓક્ટોબર , ૨૦૧૯ , સોમવાર ના રોજ સવારે ૦૯.૧૦ કલાકે ગુજરાતી નવવર્ષ વિક્રમ સંવત ૨૦૭૬નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવવર્ષ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. આ વર્ણવેલ ફળ જન્મરાશિ , જન્મલગ્ન (કુંડળીમાં પ્રથમ ભાવમાં રહેલ રાશિ) અને સૂર્યરાશિ એમ ત્રણેય રીતે ધ્યાનમાં લેવાથી વધુ યોગ્ય અંદાજ મેળવી શકશો. આમ છતાં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો , દશા-મહાદશા વગેરે પરિબળો પર રહેલો છે. મેષ (અ , લ , ઈ): આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબુ રાખવાની પણ જરૂર રહે. મે થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ધનનો પ્રવાહ ધીમો પડે. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦માં ફરી આર્થિક સ્થિતિ મજબૂત બને અને રોકાયેલાં નાણા પરત મળી શકે છે. વર્ષ દરમિયાન પિતા દ્વારા ધનલાભ થવાની પણ શક્યતા રહે. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ સામાન્ય રહે. જાન્યુઆરી ૨૦૨૦ના અંત ભાગથી