પોસ્ટ્સ

નવેમ્બર, 2008 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પનોતી

જ્યારે નાનું બાળક ચાલતાં શીખતું હોય અને અચાનક મા તેનો હાથ છોડી દે ત્યારે બાળક જે અસહાયતા અને અસલામતી અનુભવે તેવો જ કંઇક અનુભવ આપણને પનોતી કરાવે છે. બાળક સમજતું નથી કે તેનો હાથ તેની પોતાની જ ભલાઈ માટે છોડી દેવામાં આવ્યો છે. મા હાથ છોડી દેશે તો જ બાળક પોતાનાં પગ પર ઉભા રહેતાં શીખશે. પનોતી પણ આપણને આપણા પગ પર ઉભા રહેતાં શીખવે છે. ચંદ્ર એ મા છે અને જ્યારે ગોચરનો શનિ આ ચંદ્રથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી પસાર થાય છે ત્યારે સાડા સાતી પનોતી અનુભવાય છે. આ સિવાય જ્યારે ગોચરનો શનિ જન્મનાં ચંદ્રથી ૪ અને ૮ સ્થાનોમાંથી પસાર થાય ત્યારે અઢી વર્ષની નાની પનોતી ભોગવાય છે. હું જયારે ૧૨ વર્ષની હતી ત્યારે મારા પિતાની બદલી બીજા શહેરમાં થઈ. અમે લોકો નવાં શહેરમાં રહેવા આવ્યા અને મને નવી શાળામાં દાખલ કરવામાં આવી. પરંતુ મને મારી નવી શાળા, ઘર અને શહેર બિલકુલ ગમતાં નહોતાં. જૂની શાળા અને શહેર ખૂબ યાદ આવતાં અને ઘણીવાર હું શાળાએથી ઘરે આવીને રડતી અને દુઃખી થતી રહેતી. આ હતો પનોતી સાથેનો મારો પ્રથમ પરિચય :) પનોતી સ્થળાંતર કરાવી શકે છે. અણગમતાં લોકો અને અણગમતી જગ્યાએ રહેવું પડે છે. માનસિક ચિંતાઓ, તક્લીફો અને ઉદાસી અનુભવાય છ