જ્યોતિષ: કર્મવાદી કે ભાગ્યવાદી? સહારો કે ઈશારો?
જ્યોતિષશાસ્ત્ર કર્મવાદી કે ભાગ્યવાદી ? જ્યોતિષશાસ્ત્ર એ કર્મ વાદી શાસ્ત્ર છે , ભાગ્યવાદી નહિ. ગતજન્મોના કર્મોનું શુભાશુભ ફળ વર્તમાન કર્મ દ્વારા ઓછું-વત્તું કરવામાં વિશ્વાસ ધરાવતું શાસ્ત્ર છે. જન્મકુંડળી જ્યારે અરિષ્ટનો નિર્દેશ કરતી હોય ત્યારે મંત્રજાપ , દાન , ઉપવાસ-વ્રત , રત્નધારણ , ઔષધિધારણ વગેરે ભિન્ન-ભિન્ન ઉપાયો દ્વારા અશુભ યોગોના ફળની તીવ્રતા ઘટાડવાનો પ્રયાસ કરી શકાય છે. જે પ્રકારે જમીનમાં દ્રઢમૂળ રહેલું વૃક્ષ પ્રબળ વાયુના વેગથી હલીને કમજોર પડે છે , તે જ પ્રકારે દ્રઢકર્મોના અશુભ ફળને મણિ , મંત્ર અને ઔષધિ દ્વારા કમજોર બનાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર એ ફળને જાણીને ભાગ્યને દોષ દેતાં બેસી રહેનારુ નહિ , પરંતુ ભાગ્યને સુધારવાની પ્રેરણા આપતું શાસ્ર છે. જ્યોતિષનો સહારો કે ઈશારો ? શું હંમેશા જ્યોતિષનો સહારો લઈને ચાલવાનું હોય છે? ના, જ્યોતિષનો સહારો નથી લેવાનો. જ્યોતિષનો ઈશારો લેવાનો હોય છે. જીવનના અજાણ્યાં-અંધકારથી ભરેલાં પથ પર જ્યોતિષને વ્હિલચેર ન બનાવી દો કે જેનાં વગર તમે એક ડગલું પણ નથી ચાલી શકતાં. જ્યોતિષ એ તમારી ટોર્ચ છે કે જે અજાણ્યા-અંધારા રસ્તે ચાલીને જતાં હો ત્ય...