શનિના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ
તા.૪.૮.૨૦૧૨ શનિવારના રોજ સવારે ૮.૫૮ કલાકે શનિ મહારાજ ફરી કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં શનિ તા.૨.૧૧.૨૦૧૪ સુધી ગોચર ભ્રમણ કરશે. તુલા રાશિ એ શનિની ઉચ્ચ રાશિ છે. બારેય રાશિને ઉચ્ચનો શનિ કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલા બિંદુ વગેરે પર રહેલો છે. મેષ (અ, લ, ઈ) મેષ રાશિને શનિ સપ્તમ સ્થાનેથી પસાર થશે. સપ્તમ સ્થાન એ લગ્ન અને ભાગીદારીનું સ્થાન છે. લગ્ન અને વ્યવસાયિક ભાગીદારી માટે વ્યવહારુ અભિગમ અપનાવો તેવું બની શકે છે. લાભાલાભનો વિચાર કરીને ભાગીદારીની શરૂઆત થાય. લગ્ન બાબતે પરંપરાઓને અનુસરવાનું વલણ રહે. જીવનસાથી જવાબદારી અને બંધનમાં આવી ગયાનો અનુભવ કરે. સંબંધમાં થોડો તણાવ રહે. વ્યવસાયિક પ્રવૃતિઓમાં પ્રગતિ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસોથી દૂર રહેવું. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. આ સમય દરમિયાન સ્થાવર મિલકતમાં રોકાણ નહિ કરતાં સોનામાં કે સરકારી ડિપોઝીટમાં રોકાણ કરવું લાભપ્રદ રહે. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. વૃષભ (બ, વ, ઉ)