પોસ્ટ્સ

એપ્રિલ, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગ્રહોના પારસ્પારિક સંબંધો

છબી
જ્યોતિષ શીખવું એટલે કે જાણે નવી ભાષા શીખવી. જ્યોતિષમાં એવાં કેટલાંય શબ્દોનો પ્રયોગ થાય છે જેનો ઉપયોગ આપણે સામાન્ય બોલચાલની ભાષામાં કરતાં નથી. આજે એવાં જ કેટલાંક શબ્દોનો અર્થ સમજીએ જે ગ્રહોના પારસ્પારિક સંબંધને વર્ણવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રહોનો પારસ્પારિક સંબંધ કુંડળીમા તેમની ભાવગત સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ કુંડળી – સ્વામી વિવેકાનંદ યુતિ યોગ (1-1): જ્યારે બે ગ્રહો એક જ સ્થાનમાં સ્થિત હોય ત્યારે તેઓ વચ્ચે યુતિ થઈ છે તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં શુક્ર અને બુધ એક જ સ્થાનમાં પડ્યા છે. તે જ રીતે શનિ અને ચંદ્ર પણ એક જ સ્થાનમાં સ્થિત છે. આથી શુક્ર-બુધની યુતિ તેમજ શનિ-ચંદ્રની યુતિ થઈ છે તેમ કહેવાય. યુતિ યોગમાં રહેલાં ગ્રહો જાણે કે એકબીજા સાથે ભળી જાય છે . તેમની ઉર્જા સંગઠિત થઈ જાય છે અને બંને સાથે મળીને વર્તે છે. યુતિ યોગનુ ફળ શુભ મળશે કે અશુભ તેનો આધાર યુતિ યોગમાં ક્યાં ગ્રહો સંકળાયેલા છે અને તે ગ્રહો સંબંધિત અન્ય બાબતો પર રહેલો છે. દ્વિર્દ્વાદશ યોગ (2 -1 2): જ્યારે એક ગ્રહ બીજા ગ્રહથી દ્વિતીય ભાવમાં સ્થિત હોય અને બીજો ગ્રહ પહેલાં ગ્રહથી દ્વાદ