પોસ્ટ્સ

તુલા લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

કન્યા રાશિમાં શુક્ર અને પરિવર્તન યોગ

છબી
આજે 23 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 10.46 કલાકે શુક્ર મહારાજ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ્યા છે. શુક્ર અહીં 17 નવેમ્બર , 2020 સુધી ભ્રમણ કરશે.   શુક્ર એ સમૃદ્ધિ અને વૈભવનો કારક ગ્રહ છે. નીચ રાશિમાં શુક્રનું ભ્રમણ આર્થિક બાબતો માટે પ્રતિકૂળ રહી શકે છે. પ્રેમ અને સંબંધોના કારક શુક્રનું નીચ રાશિ ભ્રમણ લગ્ન કે સગાઈ કરવાં માટે અથવા નવા સંબંધની શરૂઆત કરવાં માટે યોગ્ય ન કહી શકાય. આ સમય આપણાં વર્તમાન સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેને કઈ રીતે મધુર બનાવી શકાય તેનું બૌદ્ધિક વિશ્લેષણ કરવાનો છે. જો કે સંબંધોમાં રહેલાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ સરળ ન રહે. આ સમય નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવાં માટે કે નવા વસ્ત્રો , આભૂષણો અથવા શૃગાંર પ્રસાધનોની ખરીદી માટે પણ શુભ ન કહી શકાય. કન્યા રાશિ કાળપુરુષની કુંડળીનું ષષ્ઠમસ્થાન છે. શુક્રનું કન્યા રાશિમાંથી ભ્રમણ આપણને આરોગ્ય પ્રત્યે વધુ સભાન બનાવી શકે છે. ખાન-પાનની આદતમાં સુધારો લાવી શકાય.   કન્યા રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન તેનાં પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં વક્રી મંગળની અને વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ...

તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ અને કોરોના મહામારી

છબી
  આજે 17 ઓક્ટોબર , 2020 ના રોજ પ્રાત:કાળ 07.06 કલાકે સૂર્ય મહારાજે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે લગભગ એક માસ સુધી એટલે કે 16 નવેમ્બર , 2020 સુધી સૂર્ય મહારાજનો મુકામ તુલા રાશિમાં રહેશે. શુક્રનું  સ્વામીત્વ ધરાવતી તુલા રાશિમાં નવગ્રહોમાં રાજાનું બિરુદ ધરાવતાં સૂર્ય મહારાજ નીચત્વ ધારણ કરે છે.   કાળપુરુષની કુંડળીમાં તુલા રાશિ સપ્તમસ્થાનમાં પડે છે. સપ્તમસ્થાન એ પશ્ચિમ દિશા અને સૂર્યાસ્તનો નિર્દેશ કરે છે. આથી અહીં સૂર્ય નબળો પડે છે. વળી તુલા રાશિ એ સૂર્યના શત્રુ શનિની ઉચ્ચ રાશિ છે. સપ્તમસ્થાનમાં શનિ દિગ્બળ પ્રાપ્ત કરીને બળવાન બને છે. શત્રુ ગ્રહને બળવાન બનાવતી તેની ઉચ્ચ રાશિ સૂર્ય મહારાજની નીચ રાશિ બની જાય છે.   સૂર્ય એ જીવનદાતા છે. આપણને ચૈતન્ય પ્રદાન કરનાર ગ્રહ છે. જ્યોતિષમાં સૂર્યને આરોગ્યનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. જેના થકી આ પૃથ્વી પર સૌ જીવનું અસ્તિત્વ છે તે સૂર્ય ગ્રહનો પોતાની નીચ રાશિમાં પ્રવેશ વૈશ્ચિક આરોગ્યની સુખાકારી માટે પ્રતિકૂળ ગણી શકાય. તેમાં વળી આ સૂર્ય પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં મંગળ અને મકર રાશિમાં ભ્રમણ કરી રહેલાં શનિની દ્રષ્ટી પડી રહી છે...

તુલામાં વક્રી બુધ (14.10.2020 થી 03.11.2020)

આજે 14 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 06.35 કલાકે બુધ મહારાજ તુલા રાશિમાં 17 અંશે વક્રી બન્યાં છે. 3 નવેમ્બર , 2020 સુધી વક્રી રહ્યાં બાદ તુલાના 1 અંશે ફરી માર્ગી બનશે. બુધ એક વર્ષમાં 3 થી 4 વખત આશરે 24 દિવસ માટે વક્રી બને છે. બુધ વાણી , અભિવ્યક્તિ , વાતચીત , સંવાદ , વિચારોના અને માહિતીના આદાન-પ્રદાન , ચર્ચા વિચારણા , લેખન , વાંચન , પ્રકાશન , મુસાફરીઓ , વેપાર-વાણિજ્ય વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે પણ વક્રી થાય છે ત્યારે આ સર્વે બાબતોને અવળી અસર પહોંચે છે.   તુલા રાશિ કાળપુરુષ કુંડળીનું સપ્તમસ્થાન છે , જે વિવાહ અને સંબંધોનો નિર્દેશ કરે છે. તુલા રાશિમાં વક્રી બનેલો બુધ જીવનસાથી , પ્રિયજન કે વ્યાપારિક ભાગીદાર સાથે ગેરસમજ કરાવી શકે છે. સાથી સાથેના સંવાદ અને તાલમેલમાં અભાવ જોવા મળી શકે. શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે. અતીતમાં થયેલાં અને હ્રદયના એક ખૂણામાં ધરબાવી રાખેલાં મનદુ:ખ કે મતભેદો ફરી સપાટી પર ઊભરી શકે. આ સમય ધીરજ રાખવાનો અને સાથીની વાતોને ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરવાનો રહે.   તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર શાંતિ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. જ્યારે બુધ તુલામાં માર્ગી હોય ...

તુલા રાશિમાં બુધ (22.09.2020થી 28.11.2020 સુધી)

22 સપ્ટેમ્બર , 2020 ના રોજ ગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ પોતાનાં પરમ મિત્ર શુક્રની રાશિ તુલામાં પ્રવેશ્યાં છે. મિત્રની રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે અને પોતાના કારક ગુણોનું પરિણામ આપવાં ઉત્સુક હોય છે. બુધનું આ ભ્રમણ નવા સામાજીક સંપર્કો સ્થાપવા માટે , સર્જનાત્મક કે કળાને લગતાં કાર્યો કે પ્રોજેક્ટ પર કામ કરવાં માટે , કોઈ કિંમતી કલાકૃતિની ખરીદી કરવા માટે , કળા કે શોખને લગતી ચર્ચાઓ કરવાં માટે તેમજ વ્યાપારી કરારો કરવાં માટે અનુકૂળ રહે. તુલા રાશિમાં બુધ 28 નવેમ્બર , 2020 સુધી એટલે કે લગભગ બે મહિના સુધી ભ્રમણ કરશે. સામાન્ય રીતે બુધ એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. તુલા રાશિમાં લાંબા ભ્રમણનું કારણ બુધની વક્રી થવાની ઘટના છે. 14 ઓક્ટોબર , 2020 થી 3 નવેમ્બર , 2020 સુધી બુધ વક્રી બનશે. નવ ગ્રહોમાં બુધ એક મેસેન્જરની ભૂમિકામાં છે. જ્યારે વક્રી બને છે ત્યારે આપણાં સંદેશાઓ અટવાઈ જાય છે , સંદેશાઓ ક્યાં તો પહોંચતા નથી અથવા પહોંચે છે તો ગેરસમજ પેદા કરાવે છે , જવાબ મળવામાં વિલંબ થાય છે .  મુલાકાતો પાછી ઠેલાય છે , મુસાફરીમાં વિલંબ થાય છે અથવા મુસાફરીનું આયોજન રદ કરવું પડે છે. આથી બુધના વક્રી...

મંગળના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
૧૦ નવેમ્બર , ૨૦૧૯ના રોજ ૧૪.૨૫ કલાકે મંગળ મહારાજ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં મંગળ અગાઉથી ભ્રમણ કરી રહેલાં સૂર્ય અને બુધ સાથે જોડાણ કરશે. હાલ શુક્ર મહારાજ ૨૧ નવેમ્બર , ૨૦૧૯ સુધી વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. શુક્રનું મંગળની રાશિમાં હોવું અને મંગળનું શુક્રની રાશિમાં હોવું એ ગોચરમાં શુક્ર અને મંગળ વચ્ચે પરિવર્તન યોગની રચના કરશે. આ પરિવર્તન યોગ મંગળને અનિર્ણયાત્મકતાની સ્થિતિ આપી શકે છે. કઈ દિશામાં જવું તેની સમજ ન પડે. આપણાં વિચારો અને નિર્ણયો વારંવાર બદલાતાં જણાય. નવગ્રહોમાં મંગળ એ સેનાપતિ છે અને સેનાપતિ સદાય ચોક્ક્સ , જાગૃત અને એકાગ્ર હોય તે જરૂરી છે. પરંતુ શુક્ર સાથે મંગળનો પરિવર્તન યોગ મંગળને બેધ્યાન અને બેખબર કરી શકે છે. શુક્રના કારકત્વ અને ફળને લગતી બાબતો વધુ મહત્વની બને. ૨૫ ડિસેમ્બર , ૨૦૧૯ સુધી મંગળ મહારાજ તુલા રાશિમાં ભ્રમણ કરશે. ત્યારબાદ પોતાની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી જશે. મંગળના તુલા રાશિમાં પ્રવેશ સાથે અત્યાર સુધી શનિ અને મંગળ વચ્ચે રચાઈ રહેલો પરસ્પર દ્રષ્ટિયોગ ભંગ થશે. મંગળ શનિની દ્રષ્ટિની પકડમાંથી મુક્ત થતાં તણાવમાં કમી આવે. સામાન્ય રીતે મં...

તુલામાં સૂર્યના ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
18 ઓક્ટોબર , 2019 ના રોજ રાત્રે 01.04 કલાકે સૂર્ય મહારાજ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય 17 નવેમ્બર , 2019 એટલે કે લગભગ એક માસ જેટલાં સમય સુધી ગોચર ભ્રમણ કરશે. તુલા રાશિમાં સૂર્ય નીચત્વ ધારણ કરે છે. શાં માટે તુલા એ સૂર્યની નીચ રાશિ છે ? કાળપુરુષની કુંડળીમાં તુલા રાશિ સપ્તમભાવમાં પડે છે. સપ્તમભાવ એ સૂર્યાસ્તનો નિર્દેશ કરે છે. પ્રથમભાવ સૂર્યોદયનો સૂચક છે. આથી જ પ્રથમભાવની મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો બને છે. જ્યારે સૂર્યાસ્તનો નિર્દેશ કરતી સપ્તમભાવની તુલા રાશિમાં બળ ગુમાવી નીચનો બને છે. વળી તુલાનું ચિહ્ન નામ અનુસાર તુલાધારી પુરુષ છે. તુલા એટલે કે જોખીને-તોલીને આપવું . સૂર્ય હંમેશા મુક્તપણે , ખુલ્લા દિલથી અને ઉદાર હ્રદયે આપનારો ગ્રહ છે. જોખી-તોલીને આપવાની પ્રકૃતિ તેને માફક આવતી નથી. દીપાવલીના દિવસે સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં હોય છે. પોતાની નીચ રાશિમાં હોવાથી સૂર્ય નિર્બળ બનેલો હોય છે. અમાવસ્યા હોવાથી ચંદ્ર પણ પોતાનું તેજ ગુમાવીને બળહીન થઈ જાય છે. સમગ્ર જગતને અજવાળનાર સૂર્ય અને ચંદ્ર બંને નિર્બળ થઈ જવાથી પૃથ્વી પર વિશુદ્ધ, સૂક્ષ્મ અને સકારાત્મક ઉર્જાનો અભાવ...

ગુરુ - શુક્ર પરિવર્તન યોગ - માર્ચ 2018

હાલ 2 માર્ચ , 2018 થી પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર ભ્રમણ કરી રહેલો શુક્ર તુલા રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ સાથે પરિવર્તન યોગ રચી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ એ દેવોના ગુરુ અને શુક્ર એ દાનવોના ગુરુ છે. બંને ગુરુઓ વચ્ચે શત્રુતા છે પરંતુ એ ના ભૂલવું જોઈએ કે આ બે સજ્જનોની શત્રુતા છે. સજ્જનોની શત્રુતામાં વૈચારીક મતભેદો હોઈ શકે પરંતુ ક્રોધ , લડાઈ કે હિંસાને કોઈ સ્થાન હોતું નથી. હાલ આ પરિવર્તન યોગથી કહી શકાય કે બંને એકબીજાના વિચારોને સમજવાની કોશિશ કરી રહ્યા છે !! આ પરિવર્તન યોગ ગુરુની બે રાશિઓ ધનુ અને મીનમાંથી અને શુક્રની બે રાશિઓ વૃષભ અને તુલામાંથી ફક્ત ધનુ રાશિ/લગ્ન માટે શુભ ફળ આપશે. ધનુ માટે મહા પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જયારે શુભ ભાવનાં સ્વામીઓ પરિવર્તન યોગમાં સંકળાયેલાં હોય ત્યારે મહા યોગ રચાય છે. આ શુભ ભાવો ૧ , ૨ , ૪ , ૫ , ૭ , ૯ , ૧૦ અને ૧૧ છે. અન્ય રાશિઓ મીન , વૃષભ અને તુલા માટે દૈન્ય પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જ્યારે પરિવર્તન યોગમાં સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ૬ , ૮ કે ૧૨માં ભાવનો સ્વામી હોય ત્યારે દૈન્ય યોગ રચાય છે. મીન , વૃષભ અને તુલા રાશિ / લગ્ન ધરાવતા જાતકોને...

વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય

આજે ઓક્ટોબર 20 , 2017 ના રોજ નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. વિક્રમ સંવત 2074નું આ વર્ષ બારેય રાશિઓ/જન્મલગ્ન માટે કેવું રહેશે તે જોઈએ.   અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 1. મેષ (અ , લ , ઈ) વર્ષારંભે આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. તા.26.10.2017ના રોજ અઢી વર્ષથી ચાલી રહેલી શનિની નાની પનોતીમાંથી મુક્તિ મળશે. ત્યારબાદનો સમય અનુકૂળ રહે. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો અનુભવ થાય. આ વર્ષ દરમિયાન જીવનમાં કારકિર્દી કરતાં સંબંધો વધુ અગત્યનાં બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. લગ્નજીવનની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. વ્યાવસાયિક ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહે. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિ બાબતે પ્રશ્નો ઉભાં ન થાય તેની કાળજી રાખવી. અધૂરાં દસ્તાવેજો કે ગેરકાનૂની બાંધકામ ધરાવતી સંપતિ ખરીદવાથી દૂર રહેવું. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાનો અનુભવ થઈ શકે છે. ઘર અને કામના સ્...