પોસ્ટ્સ

જુલાઈ, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જન્મભૂમિ પંચાગ વિ.સં 2071 (નવેમ્બર 2014થી માર્ચ 2016 સુધી)

પ્રિય વાચકમિત્રો , જન્મભૂમિ પંચાગ વિ.સં 2071 (નવેમ્બર 2014થી માર્ચ 2016 સુધી)માં આપ મારો ‘ જ્યોતિષ અને વાણી ’ વિષય પરનો લેખ વાંચી શકશો. વાણી એ આપણા વ્યક્તિત્વનો અગત્યનો હિસ્સો છે. પસ્તુત લેખમાં જ્યોતિષના આધારે જાતકની વાણીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. નવેય ગ્રહોનો જાતકની વાણી પર કેવો પ્રભાવ પડે છે તે વિશે ચર્ચા કરેલ છે. દ્વિતીયસ્થાન એ વાકસ્થાન છે. દ્વિતીયભાવના સ્વામીનું અલગ-અલગ રાશિઓમાં અને બાર ભાવમાં કેવું ફળ મળે તે વિશે ઉદાહરણ કુંડળી સહિત ચર્ચા કરેલ છે. આશા છે જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રોને આ લેખ પસંદ પડશે. લેખ અંગેના આપના પ્રતિભાવો આવકાર્ય છે. એક લેખક/લેખિકાનું કાર્ય વાચકોના પ્રતિભાવ વગર હંમેશા અધૂરું રહે છે. 

ગુજરાત સમાચાર પંચાગ વિ.સં.2071, ઈ.સ.2014-15‌

પ્રિય વાચકમિત્રો , આ વર્ષે નવા પ્રસિદ્ધ થયેલાં ગુજરાત સમાચાર પંચાગ વિ.સં.2071 , ઈ.સ.2014-15માં મારો ‘ નોકરીમાં બદલી ક્યારે ?’ લેખ પ્રસિદ્ધ થયેલ છે. પ્રસ્તુત લેખમાં નોકરીમાં કયારે બદલી અને સ્થળાંતર થઈ શકે છે તેની ઉદાહરણ કુંડળીઓ સાથે ચર્ચા કરેલ છે. જ્યોતિષના જાણકાર મિત્રો માટે આ લેખ રસપ્રદ નીવડશે તેવી આશા રાખું છું. લેખ અંગેના આપના પ્રતિભાવ હંમેશા મહત્વ ધરાવે છે તો આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. 

રાહુના કન્યા અને કેતુના મીન રાશિ ભ્રમણનો પ્રભાવ

રાહુ અને કેતુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ રહે છે. રાહુથી કેતુ હંમેશા 180 અંશ પર રહે છે. આ બંને ગ્રહોની ગતિ વક્રી રહે છે અને રાશિચક્રની ઉલ્ટી પરિક્રમા કરે છે. લગ્નસ્થાન , વ્યયસ્થાન , લાભસ્થાન , દસમસ્થાન , નવમસ્થાન - આ ક્રમથી ભ્રમણ કરે છે. જુલાઈ 12 , 2014ના રોજ રાહુએ કન્યા રાશિમાં અને કેતુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જાન્યુઆરી 29 , 2016 સુધી કન્યા અને મીન રાશિમાં રાહુ અને કેતુ ગોચર ભ્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન બાર રાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ મળશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો , દશા-અંતર્દશા , અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે બાબતો પર રહેલો છે. મેષ: રાહુએ ષષ્ઠમસ્થાનમાં અને કેતુએ વ્યયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં યશ અને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. વ્યાપારમાં વૃદ્ધિ થાય. ચિંતાઓ દૂર થઈ શકે છે. ઋણ ચૂકવી શકાય. લગ્નજીવનની સમસ્યાઓમાં શાંતિનો અનુભવ થાય. રમત-ગમતમાં સફળતા મેળવી શકાય. જૂના મિત્રો લાભદાયી નીવડે. પરદેશથી લાભ થાય. આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. વૃષ...