ગુરુનો મીન રાશિમાં પ્રવેશ
દેવોના ગુરુ અને જ્ઞાનનો ભંડાર એવાં શ્રી ગુરુ મહારાજ તા.૨.૫.૨૦૧૦ના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તા.૨૩.૭.૨૦૧૦થી ગુરુ વક્રી થશે અને તા.૧.૧૧.૨૦૧૦ના રોજ વક્ર ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તા.૧૮.૧૧.૨૦૧૦થી ગુરુ માર્ગી થશે અને તા.૬.૧૨.૨૦૧૦ના રોજ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તા.૮.૫.૨૦૧૧ સુધી મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ગુરુનું મીન રાશિમાં થતું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલાં બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે. મેષ ગુરુનું દ્વાદશ ભાવમાં ભ્રમણ - પરદેશની મુસાફરી, વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશગમન, નાણાકીય જાવકમાં વધારો, દાન-ધર્માદા અને ધાર્મિક કાર્યો જેવા શુભ હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ, નવા જમીન-મકાન-વાહનની ખરીદી શક્ય, વતનની મુલાકાત, લોન પ્રાપ્તિમાં સફળતા, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ, પ્રગતિનાં માર્ગ આડે આવતા અવરોધો દૂર કરવામાં સફળતા. વૃષભ ગુરુનું એકાદશ ભાવમાં ભ્રમણ - ધનલાભ, નાણાકીય આવકમાં વધારો, ભાઈ-બહેનો ત...