પંચક એટલે શું?
પંચક એટલે પાંચનો સમૂહ. દર મહિને ચન્દ્રના કુંભ અને મીન રાશિમાંથી પસાર થવાના સમયને પંચક કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર એક રાશિચક્ર ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રોનું બનેલું છે. ચન્દ્ર આશરે ૨૭ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ પૂરું કરે છે. એટલે કે એક રાશિમાંથી પસાર થતા ચન્દ્રને આશરે સવા બે દિવસ જેટલો સમય લાગે. કુંભ અને મીન એ બે રાશિઓમાંથી પસાર થતા ચન્દ્રને આશરે પાંચ દિવસ લાગે છે. આથી આ પાંચ દિવસનાં સમૂહને પંચક કહેવામાં આવે છે. ઉપરાંતમાં કુંભ અને મીન રાશિમાં કુલ પાંચ નક્ષત્રો સમાયેલા છે. આથી આ પાંચ નક્ષત્રોના સમૂહને લીધે પણ ચન્દ્રના આ પાંચ નક્ષત્રમાંથી પસાર થવાના કાળને પંચક કહેવામાં આવે છે. પંચકનો પ્રારંભ ધનિષ્ઠાના ત્રીજા ચરણથી થાય છે અને શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદમાંથી પસાર થઈ રેવતિ નક્ષત્રની સમાપ્તિએ અંત પામે છે. બીજા શબ્દોમાં ચન્દ્ર જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પંચકનો પ્રારંભ થાય છે અને મેષ રાશિમાં પ્રવેશ કરે એટલે અંત આવે છે. પંચક કાળ દરમિયાન પાંચ કાર્યો કરવા વર્જિત ગણવામાં આવ્યા છે. ઘાસ, લાકડું વગેરે ઈંધણ એકઠું કરવું, દક્ષિણ દિશાની યાત્રા કરવી, ઘર પર છત નાખવી, પલંગ ...