પોસ્ટ્સ

જાન્યુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નકલી પ્રોફાઈલથી સાવધાન

છબી
Pixabay Fake Profile મિત્રો , હાલમાં જ મારા ધ્યાનમાં ફેસબુક પર બનેલી એક નકલી પ્રોફાઈલ આવી છે. જેની લીંક આ સાથે આપું છું. https://www.facebook.com/vinati.jyotish.1 નોંધ લેશો ઉપરની પ્રોફાઈલ એ હું નથી. આવી કોઈપણ નકલી પ્રોફાઈલ આપના ધ્યાનમાં આવે તો તેમની સાથે જોડાવામાં ધ્યાન રાખશો. Real Profile મારી અસલી પ્રોફાઈલ ફેસબુક પર Vinati Davda ના નામથી છે. આ પ્રોફાઈલનો ઉપયોગ હું મારા અંગત પરિજનો અને નજીકનાં મિત્રો સાથે સંપર્કમાં રહેવાં માટે જ કરું છું. અંગત ઉપયોગ અર્થે બનાવેલી આ પ્રોફાઈલનો ઉપયોગ હું જ્યોતિષ હેતુ કરતી નથી. આ પ્રોફાઈલથી હું જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રો , અજાણ્યાંઓ અથવા જીવનમાં મને એકપણ વાર રૂબરૂ ન મળ્યાં હોય તેવાં લોકો સાથે જોડાવામાં કરતી નથી. જ્યોતિષ હેતુ મે ફેસબુક પર એક ખાસ પેઈજ બનાવેલું છે. જે Vinati Davda - વૈદિક જ્યોતિષ ના નામથી છે. મારી તમામ જ્યોતિષ વિષયક પ્રવૃતિ હું ફક્ત આ પેઈજ પરથી કરું છું અને જ્યોતિષમાં રસ ધરાવતાં તમામ મિત્રો સાથે આ પેઈજ દ્વારા જ જોડાઉં છું. જો આપને પણ જ્યોતિષ લગતી પોસ્ટ ફેસબુક થકી મેળવવામાં રસ હોય તો આ પેઈજને લાઈક કે ફોલો કરી શકો છો. આ પેઈજ પરથી

જ્યોતિષની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૨

છબી
Pixabay ગ્રેગોરિયન નવવર્ષ ૨૦૨૨ એ ૬ના અંક (૨+૦+૨+૨=૬) સાથે સંબંધ ધરાવનારું વર્ષ છે. અંકશાસ્ત્રમાં ૬નો અંક શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર એ સુંદરતા , વૈભવ , કળા , પ્રેમ , મનોરંજન અને સંવાદિતાનો કારક ગ્રહ છે. વર્ષ ૨૦૨૨માં શુક્રના કારકત્વને લગતી આ દરેક બાબતો પ્રમુખ બની રહેશે. શુક્ર એ સ્ત્રી ગ્રહ છે. આથી વર્ષ ૨૦૨૨માં જાહેરજીવન કે સમાજમાં સ્ત્રીઓ મુખ્ય અને સશક્ત ભૂમિકા ભજવી શકે છે. સ્ત્રીઓ માટે આ વર્ષ વિશેષરૂપથી કલ્યાણકારી સાબિત થવાની સંભાવના છે! શુક્ર એ સંજીવની વિદ્યાનો કારક ગ્રહ પણ છે. આથી કહી શકાય કે વર્ષ ૨૦૨૨ રોગોથી મુક્તિ અપાવીને તંદુરસ્તી પ્રદાન કરનારું બની રહી શકે છે. જો આપનો જન્મ ૬ , ૧૫ અથવા ૨૪ તારીખના થયો છે અથવા આપની જન્મતારીખના અંકોનો સરવાળો ૬ થાય છે ( દા.ત. ૯.૧૨.૧૯૯૨ = ૩૩ = ૬) અથવા આપ જીવનના ૬ , ૧૫ , ૨૪ , ૩૩ , ૪૨ , ૫૧ , ૬૦ ઉંમર વર્ષમાંથી પસાર થઈ રહ્યાં છો તો વર્ષ ૨૦૨૨ આપના જીવનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટાવનારું સાબિત થઈ શકે છે. આ વર્ષ આપના માટે યાદગાર વીતે તેવી પૂર્ણ સંભાવના છે. લખાણમાં વર્ષ ૨૦૨૨ને ટૂંકમાં ફક્ત ૨૨ ન લખતાં પૂર્ણ સ્વરૂપે ૨૦૨૨ લખવું વધારે હિતાવહ રહેશે. ૨