પોસ્ટ્સ

કુંડળીમેળાપક લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

પ્રેમલગ્ન અને લગ્નમેળાપક

છબી
આ બ્લોગ પર મે એક લેખ ‘ પ્રેમ , આકર્ષણ અને મૈત્રીના યોગો ’ પોસ્ટ કરેલ છે. એ લેખમાં મેં લખ્યું છે : સુપ્રસિદ્ધ જ્યોતિષ ગ્રંથ પ્રશ્ન માર્ગ ( ચિત્તાનુફૂલ્ય, શ્લોક ૫૫, ૫૬) સ્પષ્ટરૂપે કહે છે કે “એક સ્ત્રી અને પુરુષ એકબીજાને પ્રેમ કરતા હોય તો કુંડળી ન મળતી હોય છતાં લગ્નગ્રંથિથી જોડાય શકે છે. લગ્ન સંબંધી આ એક ખૂબ મહત્વની બાબત છે. એક પુરુષ કે જે સ્ત્રીને અંત:કરણપૂર્વક શુદ્ધ ભાવે અને ખરા હૃદયથી પ્રેમ કરે છે તેણે તેની સાથે લગ્ન કરવા જોઈએ. શુદ્ધ પવિત્ર પ્રેમ એ બીજા કોઈ પણ ગુણ કરતા મહાન છે” Pixabay એ વાંચીને એક વાચક મિત્રએ એક સરસ અને મહત્વનો પ્રશ્ન ઉઠાવેલો છે. પ્રશ્ન: આપ અને અન્ય જોષીઓ પણ એમ કહે છે કે છોકરા છોકરી પરસ્પર પ્રેમ કરતા હોય તો મેળાપક જોવાની જરૂર નથી , પણ તો પછી પ્રેમલગ્ન પ્રેમ લગ્નો પણ તૂટી જાય છે , તેનું શું ? ઉત્તર: મારું નમ્રપણે માનવું છે કે આ દુનિયામાં રહેતાં લાખો - કરોડો-અબજો આત્મામાંથી ભગવાન જો કોઈ બે ચોક્કસ આત્માનો આ પૃથ્વી પર મેળાપ કરાવે અને એમને પરસ્પર પ્રેમમાં પાડે તો પછી એ ભગવાનની મરજી હોય છે. ગત જન્મોનાં કોઈ ઋણાનુબંધને લીધે જ એ બે વ્યક્તિઓ એકબીજાંના પરિચયમાં આ જન્મમ...