પોસ્ટ્સ

ચન્દ્ર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ચંદ્ર અને શનિનો વિષ યોગ

છબી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર એ મન , મનની સ્થિતિ , માતાનું સુખ , સન્માન , સુખ-સાધન , મીઠા ફળ , સુગંધિત ફૂલ , કૃષિ , યશ , મોતી , ચાંદી , સાકર , દૂધ , કોમળ વસ્ત્ર , તરલ પદાર્થ , સ્ત્રીનું સુખ વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે શનિ આયુ , મૃત્યુ , ભય , દુ:ખ , અપમાન , રોગ , દરિદ્રતા , દાસત્વ , બદનામી , વિપત્તિ , નિંદિત કાર્ય , આળસ , બંધન વગેરેનો કારક ગ્રહ છે. ચંદ્ર સાથે શનિનો સંબંધ થાય ત્યારે જાણે કે ખીરમાં નમક પડી ગયું હોય તેવો ઘાટ થાય છે. દરેક જ્યોતિષ ગ્રંથોમાં ચંદ્ર અને શનિના સંબંધને અશુભ વર્ણવવામાં આવ્યો છે. અશુભ ફળ પ્રાપ્ત થતું હોવાથી આ સંબંધ ‘ વિષ યોગ ’ તરીકે ઓળખાય છે. વિષ એટલે કે ઝેર. ઝેર મૃત્યુ અથવા મૃત્યુતુલ્ય પીડાનું દ્યોતક છે. વિષ યોગ ‘ પુનર્ફૂ ’ યોગ તરીકે પણ ઓળખાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર અને શનિની યુતિ , પ્રતિયુતિ , પરસ્પર દ્રષ્ટિ સંબંધ કે રાશિ પરિવર્તન સંબંધ વિષ યોગનું ફળ આપી શકે છે. ચંદ્ર પર શનિની ત્રીજી , સાતમી કે દસમી દ્રષ્ટિ પડવા પર પણ વિષ યોગ સમાન ફળ મળવાની સંભાવના રહે  છે. ચંદ્ર અને શનિ અંશ અનુસાર જેટલાં નજીક રહેલાં હશે તેટલો વિષ યોગનો પ્રભાવ વધુ રહેશે. વિષ યોગનો પ્રભાવ ...

ચંદ્રનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત સારાવલી ગ્રંથના અધ્યાય 30ના શ્લોક 14 થી 25 ચંદ્રનું   બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે ચંદ્ર પ્રથમભાવ/લગ્નસ્થાનમાં કર્ક , વૃષભ અથવા મેષ રાશિમાં રહેલો હોય ત્યારે જાતક ઉદાર , સુંદર , ધનવાન તેમજ બધાં જ મોજશોખને માણનારો હોય છે. જો આ ત્રણ રાશિઓ સિવાયનું લગ્ન હોય અને ચંદ્ર લગ્નસ્થાનમાં સ્થિત હોય તો જાતક ઉન્મત , મૂક , બધિર , નીચ , દુ:ખી , મંદબુદ્ધિ અને ધનથી ક્ષીણ થનારો હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે ચંદ્ર દ્વિતીયભાવમાં રહેલો હોય ત્યારે જાતક અતુલનીય સુખને પામે છે. તે મિત્રો અને સંપતિથી યુક્ત હોય છે. જો દ્વિતીયભાવમાં પૂર્ણ ચંદ્ર રહેલો હોય તો જાતક અત્યંત ધનવાન હોય છે તેમજ ઓછું બોલનાર હોય છે. તૃતીય ભાવ: જો ચંદ્ર તૃતીયભાવમાં રહેલો હોય તો જાતક પોતાના ભાઈ-બહેનોનું રક્ષણ કરે છે. હંમેશા ખુશ રહેનારો , શૂરવીર , વિદ્યા ગ્રહણ કરનારો , વસ્ત્ર અને અન્નથી સંપન્ન હોય છે. ચતુર્થ ભાવ: જો ચંદ્ર ચતુર્થભાવ સ્થિત હોય તો જાતક સંબંધીઓ , સાધન સરંજામ અને વાહનથી યુક્ત હોય છે. તે દાનવીર , જળમાર્ગે યાત્રાનો શોખીન તેમજ નહિ સુખી કે નહ...

શ્રી ચન્દ્ર અષ્ટોત્તર શતનામાવલી (ચન્દ્રનાં ૧૦૮ નામ)

૧. ૐ શ્રીમતે નમઃ ૨. ૐ શશધરાય નમઃ ૩. ૐ ચન્દ્રાય નમઃ ૪. ૐ તારાધીશાય નમઃ ૫. ૐ નિશાકરાય નમઃ ૬. ૐ સુખાનીઘાયે નમઃ ૭. ૐ સદારાધ્ય નમઃ ૮. ૐ સત્પતયે નમઃ ૯. ૐ સાધુપૂજીતાય નમઃ ૧૦. ૐ જિતેન્દ્રીયાય નમઃ ૧૧. ૐ જયોધ્યોગાય નમઃ ૧૨. ૐ જ્યોતિશ્ચક્રપ્રવર્તકાય નમઃ ૧૩. ૐ વિકર્તનનુજાય નમઃ ૧૪. ૐ વીરાય નમઃ ૧૫. ૐ વિશ્વેશાય નમઃ ૧૬. ૐ વિદુશં પતયે નમઃ ૧૭. ૐ દોશકરાય નમઃ ૧૮. ૐ દુષ્ટદૂરાય નમઃ ૧૯. ૐ પુષ્ટિમતે નમઃ ૨૦. ૐ શિષ્ટપલકાય નમઃ ૨૧. ૐ અષ્ટમૂર્તિપ્રિયાય નમઃ ૨૨. ૐ અનન્તાય નમઃ ૨૩. ૐ કષ્ટદરુકુતરકાય નમઃ ૨૪. ૐ સ્વપ્રકાશાય નમઃ ૨૫. ૐ પ્રકાશાત્મને નમઃ ૨૬. ૐ દ્યુચરાય નમઃ ૨૭. ૐ દેવભોજનાય નમઃ ૨૮. ૐ કાલધરાય નમઃ ૨૯. ૐ કાલહેતવે નમઃ ૩૦. ૐ કામકૃતે નમઃ ૩૧. ૐ કામદાયકાય નમઃ ૩૨. ૐ મૃત્યુસહારકાય નમઃ ૩૩. ૐ અમર્ત્યાય નમઃ ૩૪. ૐ નિત્યાનુષ્ઠનદાયકાય નમઃ ૩૫. ૐ ક્ષાપકરાય નમઃ ૩૬. ૐ ક્ષીણપાપાય નમઃ ૩૭. ૐ ક્ષયવૃદ્ધિસમ ન્વિ તાય નમઃ   ૩૮. ૐ જૈવત્રિકાય ...

ચન્દ્ર

ચન્દ્ર એ પૃથ્વીથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. આ એકમાત્ર ગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. તે પૃથ્વીથી આશરે ૨,૩૮,૯૦૦ માઈલ દૂર છે. સંસ્કૃતમાં ચન્દ્ર એટલે કે તેજસ્વી અને ચળકતું. ચન્દ્રને સોમ પણ કહેવાય છે. સોમ એ પવિત્ર માદક રસ છે. પુરાણો અનુસાર અત્રિ ઋષિએ વરદાન માગવાથી ચન્દ્રએ તેમનાં ઘેર જન્મ લીધો હતો. અન્ય મત અનુસાર ચન્દ્ર એ સમુદ્ર મંથન દરમ્યાન પ્રગટેલાં ચૌદ રત્નોમાંનો એક છે. ચન્દ્ર યમુના પ્રદેશનો સ્વામી છે. ચન્દ્રને મસ્તક પર ધારણ કરીને ભગવાન શંકર ચન્દ્રશેખર કહેવાયા છે. ચન્દ્ર ભગવાન શંકરનો પરમ ભક્ત છે. શંકરની ઉપાસનાથી ચન્દ્ર પ્રસન્ન થાય છે. તે બુધનો પિતા છે. બુધની માતા ગુરુની પત્ની તારા છે. ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રો છે તેમની સાથે લગ્ન કર્યા હતા. બધી દક્ષપુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી વધુ પ્રિય હતી. રોહિણી નક્ષત્રનો સમાવેશ વૃષભ રાશિમાં થાય છે. જે ચન્દ્રની ઉચ્ચ રાશિ છે. બધાં ગ્રહોમાં ચન્દ્ર સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ લગભગ ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મિનિટમાં પૂર્ણ કરે છે. સૂર્યની જેમ ...